બાળકોના માનસિક સ્વાસ્થ્યને નબળું બનતું અટકાવવા માટે અપનાવો આ રીતો જેનાથી બાળકોનું મગજ હમેશા સક્રિય રહેશે

Image Source

એક ઉમર પછી કે વૃદ્ધોમાં સામાન્ય રીતે માનસિક સ્વાસ્થ્ય નબળું થવાની ફરિયાદો જોવા મળે છે અને તમે બધાએ આ જોયું જ હશે. બાળકોનું માનસિક સ્વાસ્થ્યને પેહલાથી જ સ્વસ્થ બનાવી રાખવું જરૂરી હોય છે નહિ તો તે ઉમર વધવાની સાથે ગંભીર પરિસ્થતિ તરફ જવા લાગે છે. બાળકોના માનસિક સ્વાસ્થ્યને હમેંશા મજબૂત બનાવી રાખવાની કોશિશ કરવી જોઈએ જેથી બાળક તેના મગજથી નબળું ન હોય. તેના માટે માતાપિતાએ બાળકની કોઈ પણ પ્રકારની સારવાર કરાવવાની જરૂર નથી હોતી, પરંતુ ફક્ત તેમની ટેવો અને જિદ્દ પર નજર રાખવી જોઈએ અને કેટલાક નાના ફેરફારો કરવા જોઈએ. તેના માટે તમે ડૉક્ટરનો સંપર્ક કરી અને સમયાંતરે બાળકના માનસિક સ્વાસ્થ્યની ચકાસણી કરાવી શકો છો. પરંતુ જો તમે ઘરે જ બાળકના માનસિક સ્વાસ્થ્યને નબળું બનવાથી રોકવા માંગો છો તો તમારે થોડો ફેરફાર કરવાની જરૂર છે. ચાલો આ લેખ દ્વારા જાણીએ કે બાળકોના માનસિક સ્વાસ્થ્યને નબળું બનતા કેવી રીતે અટકાવવું જોઈએ.

સકારાત્મક ટેવ રખાવો.


સકારાત્મક ટેવનો અર્થ એ છે કે માતાપિતાએ સમય સમય પર એટલે કે બાળકની વધતી ઉંમરની સાથે આ શીખવું જોઈએ કે શું ખોટું છે અને શું સાચું. આ દરમિયાન માતાપિતાએ લાંબા સમય સુધી તે જોવાની જરૂર હોય છે કે શું તેમનું બાળક બતાવવામાં આવેલ સાચું કે ખોટું ઓળખી શકે છે કે નહિ. આ સહાયથી તમારું બાળક હંમેશાં પોતાને માનસિક રૂપથી સ્વસ્થ અને સક્રિય અનુભવ કરશે અને તેનાથી મગજને વારંવાર પડકાર મળે છે, જે મગજ ને સંપૂર્ણ રીતે સક્રિય રાખવામાં મદદ કરે છે.

બીજા સાથે હળવા મળવાનું શીખવો.

Indian children with tablet FaktGujarati
સામાન્ય રીતે કેટલાક બાળકો બાળપણથી બીજા લોકો સાથે વાતચીત કરવામાં ભય અથવા ગભરામણ નો અનુભવ કરે છે, જેના લીધે તેને કોઈ સાથે વાત કરવું કે જોડાવું ગમતું નથી. જ્યારે આ ટેવ બાળકના મગજ અને વિચાર પર સીધી અસર કરે છે અને તેનાથી બાળક પોતાને માનસિક રૂપે નબળું બનાવે છે. તમારે તમારા બાળકને બીજા લોકો સાથે વાત કરવાની રીત અને મળવા વિશે બતાવવું જોઈએ. તેને એ જણાવો કે શા માટે બીજા સાથે વાત કરવી તેના માટે જરૂરી છે અને કેવી રીતે તેમની સાથે વાતો કરવી જોઈએ.

વિચારવાની ક્ષમતા વધારવામાં મદદ કરો.


બાળકો ખુબજ ઓછું કોઈપણ વસ્તુ વિશે વિચારે છે, પરંતુ આજ ટેવ તેની લાંબા સમય સુધી રહે તો તે મોટા થયા પછી પણ વિચારી નથી શકતા. એટલા માટે બાળકોના વિચારવાની ક્ષમતા ને બાળપણથી જ સારી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી તે કોઈ ન કોઈ વસ્તુઓ વિશે હમેશા વિચારશે અને તે વસ્તુઓ વિશે જાણકારી મેળવશે. આ ટેવ સાથે બાળકો પોતાના માનસિક સ્વાસ્થ્યને જલ્દી જડપી બનાવી શકે છે.

ઉંઘ પૂર્ણ કરવાની સલાહ આપવી.


ઉંઘ દરેક ઉમરના લોકોના મગજ પર સીધી અસર કરે છે, જો તમે દરરોજ જરૂરી ઉંઘ લો છો તો તમે માનસિક રૂપે પોતાને સ્વસ્થ અનુભવી શકો છો. પરંતુ જો તમારા બાળકની ઉંઘ પૂરી નથી થતી તો તેનાથી તે પોતાના માનસિક સ્વાસ્થ્યને નુકશાન પોહચડવાનું કામ કરે છે. તેથી જરૂરી છે કે તમે બાળકને દરરોજ પૂરતી ઉંઘ કરવાની સલાહ આપો. તેનાથી પછીના દિવસે તેની મગજ જડપી અને સક્રિય રહે છે.

બાળકના માનસિક સ્વાસ્થ્યને હંમેશા સારું અને સક્રિય બનાવી રાખવા માટે તમે આ લેખમાં બતાવેલી રિતોનું પાલન કરી શકો છો. આ લેખમાં બતાવેલી બધી રીતો બાળકોની કેટલીક ટેવમાં ફેરફાર સાથે કરી શકાય છે, તેથી તમે તેને ડર્યા વગર અપનાવી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment