પતિ-પત્નીનો સંબધ ખૂબજ નાજુક હોય છે. જો તેમાં એક વાર ઝગડો થઇ જાય અને તેને સરખો કરવામા ન આવે તો તે મતભેદ નું કારણ બની શકે છે.
પતિ પત્નીનો સંબંધ ઘણો ઉતાર ચડાવ ભરેલો હોય છે. એક બીજાને સમજવામાં ઘણી વાર ગુસ્સો આવે છે તો ઘણીવાર કારણ વગર પ્રેમ વધે છે. વધારે પ્રેમ આવે તો સંબંધ ગાઢ થાય, પરંતુ જો ઝગડો લાંબો ચાલે તો તે સંબંધને જોખમમાં નાખી શકે છે. ઘણા સંશોધનમાં તે વાત સામે આવી છે કે મહિલાઓની સરખામણીમાં પુરુષો ભાવનાત્મક રૂપે થોડા નબળા હોય છે. આ કારણ છે કે ઘરના વૃદ્ધો કહે છે કે પતિ પત્ની વચ્ચે ભાવાત્મક જોડાણ હોવું ખૂબ જરૂરી હોય છે. વધારે ઈમોશનલ હોવાને કારણે પત્નીઓને પતિની નાની નાની વાતો પણ ખરાબ લાગી શકે છે આવી સ્થિતિમાં નારાજ થવું સ્વાભાવિક છે. તે વાત તો જગ જાહેર છે. નારાજ પત્નીને મનાવવી સરળ હોતી નથી. તેથી આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ નારાજ પત્નીને મનાવવાની કેટલીક ખાસ ટિપ્સ, જેનાથી તમારા બંને વચ્ચેનો પ્રેમ પાછો આવે..
પત્નીની નારાજગીનું કારણ શું છે? –
એક શ્રેષ્ઠ પતિની પેહલી નિશાની તે હોય છે કે તેને ખબર હોય છે કે તેની પત્ની કઈ વાતથી નારાજ છે. જો તમને પત્નીની નારાજગી ખબર પણ નથી તો પેહલા તે જાણવાનો પ્રયત્ન કરો. પત્ની સાથે એકલા બેસીને વાત કરો, તેની વાત સાંભળો. તેમ કરવાથી અડધી સમસ્યાઓ તેમજ દૂર થઈ જશે.
પત્નીને શાંત થવા માટે સમય આપો –
તણાવ ભરેલી લાઇફસ્ટાઇલમાં ઘણીવાર ઘર અને ઓફિસ બંનેને સંભાળતા પત્નીને ગુસ્સો આવી શકે છે. જો પત્ની વધારે ગુસ્સામાં હોય છે તો તેને શાંત થવા માટે સમય આપો. તેની કોઈપણ વાતનો જવાબ તરત આપવાથી પણ વાત બગડી શકે છે. જ્યારે તમને લાગે કે તે થોડી શાંત થઈ ગઈ છે ત્યારે તેની સાથે 15 થી 20 મિનિટ સારો સમય વિતાવો અને નારાજગીને દૂર કરવાનો પ્રયત્ન કરો.
ફ્લાવર અને ગિફ્ટ આપો –
તે વાત તો દરેક લોકો જાણે છે કે મહિલાઓને ફલાવર અને સરપ્રાઇઝ ગિફ્ટથી કેટલો પ્રેમ હોય છે. નારાજ પત્નીને મનાવવા માટે ફ્લાવર અને ગિફ્ટ સારી માનવામાં આવે છે. ઓફિસથી ઘરે આવતી વખતે એક સરસ બુકે, વાળમાં લગાવવા માટે ગજરો અથવા તો એક સુંદર ગુલાબનું ફૂલ લઈને આવો અને પત્નીને પ્રેમથી આપો. તમે ઇચ્છો તો પત્નીને મનાવવા માટે કસ્ટમાઇઝ ભેટની મદદ લઈ શકો છો. તમે પત્ની માટે નેકલેસ, કેક, કુશન જેવી વસ્તુઓને કસ્ટમાઈઝ કરાવી શકો છો. તેને જોઈને પત્નીનો ગુસ્સો શાંત થઈ જશે.
તમારા હાથથી રસોઈ બનાવો –
તેમતો ઘરમાં હંમેશા પત્નીઓ ભોજન બનાવે છે, પરંતુ જો પતિ ખાવાનું બનાવે તો તે વાત વિચારીને પત્નીના મનમાં કુતૂહલ આવી જાય છે. નારાજ પત્નીને મનાવવા માટે તમે ઘરે તેમની મનપસંદ ડીશ બનાવી શકો છો અને પ્રેમથી તમારા હાથે ખવડાવી શકો છો.
શોપિંગ કરાવો –
શોપિંગ કરવી દરેક મહિલાની પહેલી પસંદ હોય છે. કબાટમાં ગમે તેટલા કપડાં હોય, તો પણ સ્ત્રી ખરીદી કર્યા વિના રહી શકતી નથી. જો તમારી પત્ની તમારાથી ગુસ્સે છે, તો શોપિંગ પર જઈને તેનો મૂડ ફ્રેશ કરો. ખરીદી કરતી વખતે તક શોધો અને પ્રેમથી સોરી કહો. ખરીદીના મૂડમાં પત્ની તમને ચોક્કસ માફ કરશે.
આ બધા ઉપરાંત તમે તમારા શારીરિક સંબંધને તાજો રાખીને પત્નીની નારાજગીને પણ દૂર કરી શકો છો. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે શારીરિક સંબંધ બે વ્યક્તિને ભાવનાત્મક રીતે જોડાયેલ રાખવામાં મદદ કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “નારાજ પત્નીને મનાવવા માટે ઉપયોગી એવી કેટલીક ટિપ્સ, જેનાથી વધશે એકબીજા પ્રત્યે પ્રેમ”