જો તમે પણ શિયાળામા હાડકાની સમસ્યાઓથી કંઈક વધારે જ પરેશાન રહો છો તો કંઈક આ રીતે શિયાળામાં સારી રીતે હાડકાઓની સંભાળ રાખી શકો છો.
સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં હાડકાં સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. એવામાં ઠંડીની ઋતુમાં હાડકાં સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે ઘણા લોકો જુદા જુદા પ્રકારના ઉપાય કરતા રહે છે. શિયાળામાં શારીરિક પ્રવૃત્તિઓ પણ ઓછી થઈ જાય છે, જેના લીધે પણ હાડકાઓ માં ઘણી સમસ્યાઓ થઇ જાય છે. એવામાં શિયાળામાં હાડકાઓની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમે આ શિયાળામાં હાડકાઓની સમસ્યાથી કંઈક વધારે જ પરેશાન હોય તો તમે આ ઉપાયની મદદથી ઠંડીમાં હડકાઓની સમસ્યાઓને દૂર કરી શકો છો.
કેલ્શિયમ યુક્ત આહાર:
શિયાળામાં હાડકાને મજબૂત રાખવા માટે અને મુશ્કેલીઓને દૂર રાખવા માટે તમે દરરોજ કેલ્શિયમયુક્ત આહારનું સેવન કરો. તમે કોઇ પોષણ નિષ્ણાંતની સલાહ લઈને પણ કેલ્શિયમયુક્ત આહારનો સમાવેશ કરી શકો છો. કેલ્શિયમ ની સાથે વિટામિન ડી, પ્રોટીન અને વિટામિન કે યુક્ત આહારનો પણ સમાવેશ કરીને શિયાળામાં હાડકાની સમસ્યાને દૂર કરી શકાય છે.
નિયમિત કસરત કરો:
શિયાળામાં હાડકાની સમસ્યાને દૂર કરવા માટે દરરોજ કસરત કરવી પણ ખૂબ જ જરૂરી છે. ઠંડીની ઋતુમાં ઘણી સ્ત્રીઓ કસરત કરવાનું બંધ કરી દે છે, જેના લીધે પણ હાડકામાં દુખાવો થવા લાગે છે. જો તમે શિયાળામાં જીમ જઈને કસરત કરવા નથી માંગતા તો ઘરે પણ દરરોજ ઓછામાં ઓછી ૨૦ થી ૨૫ મિનિટ કસરત જરૂર કરો.
ધૂમ્રપાનથી દૂર રહેવું:
એવા ઘણા લોકો છે, જે એવું વિચારે છે કે શિયાળામાં ધુમ્રપાન કરવાથી શરીર ગરમ રહે છે. જો તમે પણ આવું જ કંઈક વિચારો છો, તો તે તમારા માટે નુકસાન કરી શકે છે હાડકાઓની સાથે શરીરને પણ શિયાળામાં સુરક્ષિત રાખવા માટે કોઈપણ પ્રકારના ધૂમ્રપાનથી દૂર રેહવું. ધુમ્રપાન કરવાથી ઘણા ગંભીર રોગો થવાનો ભય પણ રહે છે. ધુમ્રપાન માં રહેલું નિકોટીન અંદરથી શરીરને નુકસાન કરે છે.
પ્રોટીન યુક્ત આહાર:
શરીરના હાડકાને મજબૂત કરવા માટે તમે શિયાળામાં પ્રોટીન યુક્ત આહાર પણ પસંદ કરી શકો છો. તેના માટે તમે બ્રોકલી, બદામ, પનીર, પાલક અને સોયાબીન જેવી વસ્તુઓને ભોજનમાં સમાવેશ કરી શકો છો. આ ખોરાકમાંથી કૅલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
નોંધ: આલેખ તમારી જાણકારી માટે છે. તેના માટે તમે ડોક્ટર પાસેથી પણ સલાહ લઈ શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team