જો તમે ચોખાને કોઇ પણ વાતાવરણમાં ભેજથી તથા કીડાથી બચાવવા માંગો છો તો અહીં આપેલી આસાન ટિપ્સનો ઉપયોગ કરો.
કોઈપણ વાતાવરણમાં ભેજને કારણે અનાજમાં કીડા પડી જાય છે. આ કીડા ન માત્ર અનાજની પૌષ્ટિકતાને ઓછા કરે છે પરંતુ અનાજ નો સ્વાદ પણ ખરાબ કરી નાખે છે. ખાસ કરીને ચોખામાં લાગતા કીડા સંપૂર્ણ અનાજને નુકસાન પહોંચાડવાની સાથે તેને ખરાબ પણ કરી શકે છે. આજ કારણથી ભેજ જલ્દી આવી જાય છે અને તે ખરાબ થઈ જાય છે અને તે ખાવા યોગ્ય રહેતા નથી.
અનાજ અને કઠોળ અને હંમેશા એરટાઈટ કન્ટેનરમાં ઠંડી જગ્યા પર રાખવાની સલાહ આપવામાં આવે છે. જેનાથી તેનો ભેજ તેની અંદર જઈ શકે નહીં અને કીડાથી બચાવી શકાય. અમુક વખત ખૂબ જ સાવધાની રાખવા છતાં આ કીડા ચોખાને ખરાબ કરી નાખે છે. એવામાં અમુક આસાન ટિપ્સને ફોલો કરીને તમે ચોખામાં લાગતા કીડાથી છુટકારો મેળવવાની સાથે ચોખાને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકાય છે.
તમાલપત્ર અને કડવા લીમડાના પાનનો ઉપયોગ
ચોખામાં લાગતા કીડા ને બચાવવા માટે તેના ડબ્બામાં અમુક તમાલપત્ર અને લીમડાનાં સૂકાં પાન રાખો તમાલપત્ર ચોખાને કેળા થી છુટકારો મેળવવા માટે એક શ્રેષ્ઠ ઉપાય છે કારણ કે તેની સુગંધ કીડાને પસંદ હોતી નથી અને તેની તેજ સુગંધથી કીડા દૂર ભાગી જાય છે એટલું જ નહીં લીમડાના પાન કીડાના ઈંડાને પણ ખલાસ કરી નાંખે છે.અને તે ચોખામાંથી સંપૂર્ણ રીતે દૂર થઈ જાય છે. શ્રેષ્ઠ પરિણામો માટે ચોખાને એરટાઈટ કન્ટેનરમાં તમાલપત્ર અને લીમડાના પાન નાખીને સ્ટોર કરો.
લવિંગનો કરો ઉપયોગ
લવિંગ રસોડાના મસાલામાં આસાનીથી મળતો મસાલો છે જે દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે અને લવિંગ ની સુગંધ કીડાને દૂર ભગાવવા માટે એક સારો ઉપાય છે. જો તમે ચોખાને કીડા થી બચાવવા માંગો છો તો તે ડબ્બામાં દસથી બાર લવિંગ નાખો અને જો ચોખાના ડબ્બામાં કીડા છે તો તે દૂર જતા રહેશે અને જો કીડા નથી તો તે ચોખાને ખેડા થી બચાવવામાં મદદ કરશે કિટાણુનાશક ના રોગમાં ચોખાના ડબ્બામાં લવિંગના તેલના અમુક ટીપા તમે નાખી શકો છો.
ચોખા ને ફ્રિજમાં કરો સ્ટોર
જો તમે સામાન્ય માત્રામાં ચોખા બજારમાંથી ખરીદો છો તો વરસાદ માં કીડા થી બચાવવા માટે સૌથી સારો ઉપાય છે કે તેને ફ્રિજમાં સ્ટોર કરો. જો ચોખા ઘરે લાવીને ફ્રીઝરમાં સ્ટોર કરો છો તો તેનાથી તેમાંથી બનતા ઈંડા તાપમાન ના લીધે નષ્ટ થઇ જાય છે. અને એટલું જ નહીં એમ કરવાથી ચોખા માં ક્યારેય કીડા પડશે નહીં.જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી વરસાદના વાતાવરણ માં વધુ માત્રામાં ચોખા ખરીદવા નહીં.
લસણની કળીનો કરો ઉપયોગ
ચોખાને પીડાથી બચાવવા માટે ચોખાના કન્ટેનરમાં ઘણી બધી બોલ્યા વગર ની લસણની પાછો કરી નાખો અને તેને સારી રીતે ચોખામાં મિક્સ કરો જ્યારે લસણની દરેક કળી સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે તેને બદલી નાખો અને તેની જગ્યાએ બીજી કળી મૂકી દો. લસણની તેજ સુગંધ ચોખામાં કીડા થી દૂર રાખશે.
ચોખા ના ડબ્બાની પાસે દીવાસળીની ડબ્બી રાખો
દિવાસળી ની ડબ્બીમાં સલ્ફર હોય છે. જે ન માત્ર ચોખા પરંતુ બીજા અનાજ પણ ઘણા બધા કેળા ને ભગાડવામાં મદદ કરે છે તમે જે જગ્યાએ ચોખા સ્ટોર કરો છો તેમાં દીવાસળીની અમુક સળીઓ મૂકો જેનાથી કીડા દૂર ભાગી જશે.
ચોખાને તાપમાં મૂકો
જો તમને ચોખામાં ધૂમ જેવા કે પીળા દેખાય છે તો ચોખા ને અમુક સમય તાપમાન રાખો એવું કરવાથી ચોખામાં કીડા અને તેના ઇંડાં બંન્ને નષ્ટ થઈ જશે. પરંતુ જો તમારે ચોખાને વધુ સમય સુધી સ્ટોર કરવાના છે તો તેને વધુ સમય સુધી તાપમાં ન રાખો તેમ રાખવાથી ચોખા તૂટી શકે છે.
ઉપર આપેલી દરેક આસાન ટિપ્સ ને તમે અજમાવીને ચોખામાંથી કીડાને દૂર કરી શકો છો અને લાંબા સમયમાટે તેની ગુણવત્તા યોગ્ય રાખીને સ્ટોર પણ કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team