મેંગો શેક બનાવતી વખતે આ પાંચ બાબતોનું ધ્યાન રાખો

Image Source

ઘરે મેંગો શેક બનાવતી વખતે જો તમે અમુક બાબતોનું ધ્યાન રાખશો તો તમને બજાર જેવો જ સ્વાદિષ્ટ મેંગો શેક ઘરે પીવા મળશે.

ઉનાળાની ઋતુ આવતાં જ લોકો કેરીના આગમનની આતુરતાથી રાહ જોવા લાગે છે. ફળોના રાજા કેરીની ઘણી જાતો આવે છે. પરંતુ ઋતુની શરૂઆતમાં સૌથી પેહલા કેરીની જે વેરાયટી આવે છે તે મેંગો શેક માટે શ્રેષ્ઠ હોય છે. આવી સ્થિતિમાં ફક્ત બજારમાં જ નહિ પરંતુ ઘરે પણ લોકો મેંગો શેક બનાવે છે.

મેંગો શેક સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે, સાથેજ બડ ને પણ પેમ્પર કરે છે. પરંતુ ઘણા લોકોની ફરિયાદ છે કે તેમનો મેંગો શેક બજાર જેવો ટેસ્ટી હોતો નથી. તેવામાં તમે જો થોડી ટીપ્સને અનુસરો છો તો તમે ઓછા પૈસામાં બજાર જેવો જ ટેસ્ટી મેંગો શેક ઘરે જ પી શકો છો.

આજે અમે તમને મેંગો શેક બનાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની વાતો જણાવીશું. આ વાતને અનુસરીને ટેસ્ટી મેંગો શેક ઘરે જ બનાવો.

કેવા પ્રકારના દૂધનો ઉપયોગ કરવો -:

સારો અને સ્વાદિષ્ટ મેંગો શેક બનાવવા માટે સૌથી વધારે જરૂરી છે કે તમે સારા દૂધનો ઉપયોગ કરો. મેંગો શેક માટે દૂધ હંમેશા ઉકાળેલું અને ઠંડુ હોવું જોઈએ. ઘણા લોકો કાચા દૂધમાથી જ મેંગો શેક બનાવી લે છે. પરંતુ આ પ્રકારે પણ મેંગો શેક બની જાય છે, પરંતુ આ સ્થિતિમાં તમારે મેંગો શેક તરત પી લેવો જોઈએ કેમકે આ પ્રકારના મેંગો શેકને સંગ્રહિત કરતા ફાટી શકે છે અને તેનો સ્વાદ પણ બગડી શકે છે. એટલું જ નહીં મેંગો શેક બનાવવા માટે જો દૂધ ઉકાળેલું હોય તો તેનો તરત ઉપયોગ કરવો નહિ. પરંતુ તમારે પહેલા દૂધને ઠંડુ કરી લેવું જોઈએ અને ત્યારબાદ જ દૂધનો ઉપયોગ કરવો જોઈએ.

ખાંડ કયારે નાખવી -:

આમ તો તમે ખાંડનો ઉપયોગ મેંગો શેક બનાવવાની શરૂઆતમાં જ કરી શકો છો. તેના માટે તમે જ્યારે દૂધમાં કેરી કાપીને નાખો ત્યારે જ સાથે ખાંડ નાખી દો અને તેને મિક્સરમાં પીસી લો. જો તમે સુગર ફ્રી નો ઉપયોગ કરો છો તો પછી તમારે તેને પછીથી ઉમેરવી જોઈએ. જો તમે મેંગો શેકમાં પહેલા ખાંડ નાખવાની ભૂલી ગયા છો તો ત્યારબાદ પાવડર વાળા ખાંડનો ઉપયોગ કરવો જોઈએ.

કેરી કેવી હોવી જોઈએ -:

મેંગો શેક બનાવવા માટે બજારમાં વિવિધ પ્રકારની કેરી આવે છે. કેરીની કેટલીક જાતો જેમકે તોતાપરી કેરી અને બદામ કેરીને મેંગો શેક માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જો તમે ઘરે બજાર જેવો મેંગો શેક બનાવવા ઇચ્છો છો તો તમારે કેરીની આ બે જાતનો જ ઉપયોગ કરવો જોઈએ. તેની સાથેજ તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે કેરી ખૂબ વધારે ખાટી ન હોય. જો કેરી ખાટી હશે તો મેંગો શેકનો સ્વાદ બગડી જશે. એટલું જ નહીં, ખાટી કેરીથી દૂધ ફાટી જવાનું પણ ડર રહે છે.

Image Source

બજાર જેવો મેંગો શેક બનાવવા માટે આ ટિપ્સ અપનાવો -:

જો તમારે બજાર જેવો મેંગો શેક બનાવવો છે તો તમારે તેમાં મેંગો ફલેવરની આઇસ્ક્રીમ અને ડ્રાયફ્રુટ્સ પણ ઉમેરવા જોઈએ. જો તમે ઇચ્છો તો મેંગો ફ્લેવરનું શુગર સિરપ પણ મેંગો શેકમાં ઉમેરી શકો છો.

Image Source

આ ભૂલો કરવી નહિ -:

  • મેંગો શેક બનાવતી વખતે ભૂલથી પણ કોઈ બીજું ફળ તેમા ઉમેરવું નહીં.
  • મેંગો શેકને સંગ્રહિત કરવાની પણ ભૂલ કરવી નહીં. તેનાથી તેનો સ્વાદ બગડી જશે અને સ્વાસ્થ્ય માટે પણ તે નુકસાનકારક થઇ શકે છે.

આ લેખ જો તમને સારો લાગ્યો હોય તો શેર અને લાઈક જરૂર કરો. આવીજ રીતે ઘણી અન્ય કિચન ટિપ્સ જાણવા માટે વાંચતા રહો ફક્ત ગુજરાતી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment