બેબી ઓઇલ નો ઉપયોગ કદાચ જ આપણે બધાએ કર્યો હશે. આ એક એવી પ્રોડક્ટ છે જે બાળકોનીજ કેર નથી કરતી પરંતુ તે સ્કિન કેર માટે પણ ખૂબ જ સારું સાબિત થઈ શકે છે. ખરેખર બેબી ઓઈલ તમારી માટે ખૂબ જ સારી પ્રોડક્ટ સાબિત થશે અને આ જાણેલું ફેક્ટર છે કે ડ્રાય સ્કીન વાળા લોકો માટે ચહેરા પર અથવા અન્ય જગ્યા ઉપર લગાવવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે જો તમારી પાસે બેબી ઓઇલ હોય તો તમે તેનો કેવી રીતે ઉપયોગ કરશો?
સ્કિન કેર માટે ખૂબ જ સારી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, અને શિયાળામાં સ્કિન પ્રોટેક્શન માટે બેબી ઓઇલનો ઉપયોગ પણ થઈ શકે છે, આજે અમે તમને બેબી ઓઇલ થી જોડાયેલા અમુક હેક બતાવવા જઈ રહ્યા છે જે તમારા કામ લાગી શકે છે.
1 DIY ફેશિયલ ઓઇલ
બેબી ઓઇલ ની મદદથી તમે તમારા ચહેરા માટે ફેશિયલ ઓઇલ પણ બનાવી શકો છો.
સામગ્રી
- ૩ ચમચી બેબી ઓઇલ
- 1 નાની ચમચી નાળિયેરનું તેલ
- 4-5 સેર કેસર
- ચપટી હળદર પાવડર (જો તમને શુટ કરે છે તો)
નોંધ: હળદર ની જગ્યાએ તમે વિટામિન ઈ કેપ્સુલ અથવા ઓરેન્જ પાઉડર પણ ઉમેરી શકો છો.
આ ફેશિયલ ઓઇલ તમારા ચહેરા માટે ખૂબ જ સારું સાબિત થઇ શકે છે તેને તમે તમારી સુવિધા ના અનુસાર અલગ અલગ રીતે બનાવી શકો છો અને તેને ઘણા બધા દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો.
2 મેકઅપ રિમૂવર ની જેમ ઉપયોગમાં લો બેબી ઓઇલ
તમે બેબી ઓઈલનો ઉપયોગ મેકઅપ રિમૂવર ની જેમ પણ કરી શકો છો. સૌથી સારી વાત એ હોય છે કે તેના કારણે તમારી સ્કિન ડ્રાય થતી નથી. તમે બેબી ઓઇલ ના અમુક ટીપાં લઈને સૌ પ્રથમ તમારા ચહેરા ઉપર તેનાથી મસાજ કરો ત્યારબાદ તમારા ચહેરાને સારી રીતે ધુઓ, તમે બેબી ઓઇલને ટીશયું માં લઈને પણ આ કામ કરી શકો છો, તેનાથી લિપસ્ટિક અને કાજલના નિશાન જતા રહે છે.
તેને લગાવ્યા પછી પહેલા સાદા પાણીથી તમારો ચહેરો ધુવો, ત્યાર બાદ તમારા ચહેરા ઉપર ફેસવોશ લગાવો. આ રીત તમારા ચહેરાને શિયાળામાં પણ ખૂબ જ હાઈડ્રેટ રાકશે.
3 સેવિંગ માટે બેબી ઓઇલ
જો તમે પગ અને હાથના વાળ સેવ કરો છો તો તેની માટે બેબી ઓઇલ ટ્રાય કરવાની કોશિશ કરો, તમારું રિઝલ્ટ ખુબ જ આસાનીથી મળશે અને રેસિસ તથા કાપો વગેરે લાગશે નહીં.
બેબી ઓઇલ સ્કિનને સ્મૂધ અસર આપે છે અને તેનાથી ડ્રાય સ્કિન ઇરિટેટ થતી નથી.
4 DIY હોમમેડ લિપ સ્ક્રબ
તમે બેબી ઓઇલની મદદથી લિપ સ્ક્રબ પણ બનાવી શકો છો. તે એક ખૂબ જ કેરિયર ઓઇલની જેમ કામ કરે છે. અને તમે તેમાં બ્રાઉન સુગર ઉમેરીને હોઠ ને સ્ક્રબ કરી શકો છો.
તેને સર્કુલર મોશનમાં ઉપયોગમાં લો અને ત્યારબાદ એક સોફ્ટ ટીસ્યુ થી હોઠ ને લુછો. તમે દર બીજા દિવસે આ કરી શકો છો.
5 પગની કરો દેખભાળ
જો તમારા પગની એડી ખૂબ જ ફાટી જાય છે તો તમે સરસવનું તેલ અથવા વેસેલીન વગેરે લગાવવાથી ચીકણાહટ નો અનુભવ થાય છે, ત્યારે તમે રાત્રે સુતા પહેલા તમારા પગમાં બેબી ઓઇલ લગાવી શકો છો, આમ દરરોજ રાત્રે કરવાથી પગની એડી ફાટવાની બંધ થઈ જાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team