આ ૪ ભોજન જે તમારા શુષ્ક વાળને ચમકીલા બનાવશે

Image source

જ્યારે પણ તમે ચમકીલા વાળની વાત કરો છો, તો ફક્ત સુંદરતાને લગતા ઉત્પાદનો જ મગજમાં આવે છે પરંતુ વાળની સરખી સારસંભાળ અને ચમક વધારવા માટે પ્રાકૃતિક રીતોનો પણ ઉપયોગ કરી શકો છો.

મતલબ એ છે કે તળેલા જંકફુડ અને ખાદ્ય પદાર્થોનું સેવન ઓછું કરી અને તમારા ભોજનમાં પણ બધા જરૂરી પોષક તત્ત્વો અને વિટામિન યુક્ત ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરો. તેનાથી વાળ ફક્ત ચમકીલા જ નથી બનતા પરંતુ નબળા વાળ પણ મજબૂત અને મુલાયમ બને છે. તેનાથી બેમુખ વાળા વાળ પણ રહેતા નથી.

તો ચાલો જાણીએ કે તમે તમારા ભોજન માં કઈ વસ્તુઓનો સમાવેશ કરી તમારા વાળને ચમકીલા બનાવી શકો છો.

બદામ થી બનેલું માખણ.

Image source

બદામથી બનેલા માખણ માં જુદા જુદા પ્રકાર ના પોષક તત્વો, જેવા કે પ્રોટીન, સ્વસ્થ વસા, જુદા જુદા વિટામિન રહેલા હોય છે. આ બધા તત્વોને સ્વસ્થ વાળ માટે લાભદાયક માનવામાં આવે છે, ખાસ કરીને વિટામિન ઈ.

સંશોધનકર્તા નું કેહવુ છે કે બદામમાં રહેલું વિટામિન ઈ વાળમાં પોષણને જાળવી રાખે છે અને વાળની સુંદરતા વધારે છે. ટ્રોપિકલ લાઇફ સાયન્સ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયેલી ટ્રાયલ અભ્યાસમાં જાણવા મળ્યું કે જે પુરુષો દરરોજ વિટામિન ઈ લેતા હતા, તેના વાળનો ગ્રોથ ૪૨ ટકા વધી ગયો હતો. એક ચમચી બદામ ખાવાથી દરરોજનું જરૂરી બે તૃતીયાંશ વિટામિન ઈ મળી જાય છે.

શક્કરિયા ના ફાયદા.

Image source

જો તમારા વાળ નિર્જીવ અને શુષ્ક છે, તો શક્કરિયા તમારા માટે સૌથી શ્રેષ્ઠ ખાદ્ય પદાર્થ છે. શક્કરિયા માં બીટા કેરોટિન નામનું એન્ટી ઓક્સિડન્ટ હોય છે. તે વાળ માટે ઉપયોગી એન્ટી ઓક્સિડન્ટ માનવમાં આવે છે.

તમારું શરીર બીટા કેરોટિન ને વિટામિન એ માં બદલી દે છે, જે નિર્જીવ અને શુષ્ક વાળને સ્વસ્થ અને ચમકીલા બનાવવા માટે જરૂરી છે. એટલું જ નહિ વિટામિન તમારા માથાની ખોપરીમાં રહેલા સ્નાયુઓને પણ અસર કરે છે. તેનાથી વાળમાં સિબમ નામનું તરલ પદાર્થ બને છે. સિબમ વાળને શુષ્ક અને નિર્જીવ બનતું અટકાવે છે. શક્કરિયા ઉપરાંત સંતરા, ગાજર, કેરીમાં પણ બીટા કેરોટિન ભરપુર પ્રમાણમાં મળી આવે છે.

પાલક.

Image source

કેટલીક બાબતોમાં (ખાસ કરીને સ્ત્રીઓમાં) ખનીજની ઉણપના લીધે વાળ ખરી શકે છે. એવામાં તમારા માટે જરૂરી બની જાય છે કે તમારા ભોજનમાં એવા આહારનો સમાવેશ કરો જે વાળને ખરતા રોકવામાં મદદરૂપ બની શકે.

વિશેષજ્ઞોના મત મુજબ આપણા ભોજનમાં પ્રોટીન, આયર્ન અને વિટામિન ડી ની માત્રાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ તત્વોની ઉણપ ને દૂર કરવા માટે પાલક ખાઓ. પાલક આયર્ન નો શ્રેષ્ઠ સ્ત્રોત હોય છે. સાથે તેમા સીબમ પણ હોય છે જે વાળ અતે પ્રાકૃતિક કન્ડીશનર નું કામ કરે છે. કેહવાનો મતલબ એ છે કે વાળની ચમક જાળવી રાખવી હોય તો તમારા ભોજનમાં પાલકનો સમાવેશ જરૂર કરવો.

કોળુ જરૂરી છે.

જેમકે પહેલા પણ વાત કરવામાં આવી છે કે વાળ માટે વિટામિન ઈ ખુબ જરૂરી હોય છે. વિટામિન ઈ સીબમ બનાવે છે જે વાળ માટે પ્રાકૃતિક કન્ડીશનર ની જેમ કામ કરે છે. તે માથાની ખોપરી ને તંદુરસ્ત રાખી વાળને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે. જો તમારે સ્વસ્થ અને ચમકીલા વાળ જોઈએ છે તો કોળાનો તમારા ભોજનમાં સમાવેશ કરો.

ચમકીલા અને સુંદર વાળ માટે તમને બજારમાં રહેલા સુંદરતાને લગતા ઉત્પાદન પર આધારિત ન રહેવું જોઈએ. ઉપરોકત વસ્તુઓ ફકત વાળને સુંદર અને ચમકીલા જ બનાવતું નથી પરંતુ આરોગ્યને પણ તેનાથી ઘણા ફાયદા થાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment