1. જરૂર કરતા વધુ ખાવું
તમારી દરરોજની કેલરીની જરૂરિયાત 1800 થી 2000 કેલરી હોય છે. અને બાળકો ની આદત છે ત્યાંની ઉમેરીએ તો 250 થી 300 કેલરી ની વધુ જરૂર પડે છે. પરંતુ આપણી સોસાયટી માં આવતા મહેમાન ને લઈને ખૂબ જ એક્સાઈટેડ હોય છે કે તે ગર્ભવતી મહિલા ને જરૂર થી વધુ ખાવા પીવાની સલાહ આપવા લાગે છે.
આવશ્યકતા થી વધુ વજન વધારવા થી તમને આ પ્રકારની તકલીફ પડી શકે છે.
- પ્રિક્લેમ્પસિયા: આમાં બ્લડ પ્રેશર વધી જાય છે અને યુરિનમાં પ્રોટીનની માત્રા ખૂબ વધી જાય છે. તેની સાથે જ હાથ પગમાં સોજા આવી જાય છે.
- ગર્ભાવસ્થા ની ડાયાબિટીસ
- નોર્મલ ડીલેવરી ન થવી
- પ્રસૂતિ પછી કોઈપણ તકલીફ થઈ શકે છે.
હેલ્થ ટિપ્સ : એક જ વખતમાં વધુ જમવાની જગ્યાએ સંપૂર્ણ દિવસ દરમિયાન પાંચ થી છ વખત જમો.
2 તમારી જાતે સારવાર કરો
શું તમે જાણો છો કે તમારે પ્રેગ્નન્સી દરમિયાન તમારે ખૂબ જ ધ્યાન રાખીને દવા ખાવી જોઈએ ત્યાં સુધી કે એક્સટર્નલ યુઝ ની ક્રીમ પણ ધ્યાન રાખીને ઉપયોગમાં લેવી જોઈએ?
ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટર પેરાસીટામોલ, એન્ટાસિડ અને pimples ની ક્રીમ લગાવવાની પણ ના કહે છે અમુક વિશેષ પ્રકારના બ્યુટી ટ્રીટમેન્ટ પણ તમારા બાળક માટે નુકસાનકારક હોઈ શકે છે પરંતુ લગભગ મહિલાઓ આ તરફ ધ્યાન આપતી નથી પણ તમે આ ભૂલ ન કરશો.
હેલ્થ ટિપ્સ : પ્રેગ્નેન્સી દરમિયાન નાના થી નાની દવા પણ ડોક્ટરને પૂછીને જ લો.
3 ઓછું સૂવું
લગભગ બહાર ઓફિસમાં કામ કરતી મહિલા પોતાના વર્ગની અને ઘરને બેલેન્સ રાખવા માટે પોતાની ઊંઘ સાથે સમાધાન કરી લે છે અને ઘણી વખત હાઉસ વાઈફ પણ પોતાના ઘરનાં કામકાજમાં એટલી બધી વ્યસ્ત રહે છે કે તે પર્યાપ્ત ઊંઘ લઈ શકતી નથી.૮
આ વાતને ખાસ સમજો કે ગર્ભાવસ્થા દરમિયાન ઓછો આરામ તમારી પ્રેગ્નેન્સીની તકલીફને વધુ વધારી શકે છે યાદ રાખો કે પ્રેગ્નન્સી દરમિયાન તમારા શરીરમાં ઘણા બધા હોર્મોનલ અને ફિઝિકલ બદલાવ આવે છે અને આ દરમિયાન આપણા શરીરને વધુ આરામની જરૂર હોય છે.આપણે ફિઝિકલી ફિટ રહેવું તે આપણા શિશુ માટે ખૂબ જરૂરી છે. ઓછો આરામ તમારા શરીરને કમજોર બનાવી શકે છે તેથી પર્યાપ્ત માત્રામાં ઊંઘ લો અને તેની સાથે પ્રેગનેન્સી ને અનુરૂપ કસરત કરો.
હેલ્થ ટિપ્સ : ઓછામાં ઓછા છ કલાકની ઊંઘ લો. તમારા વર્કની જગ્યા પર પણ તમારા મેનેજરથી વાત કરીને આરામનો સમય માંગી શકો છો. દરેક કામ જાતે કરવાની જગ્યાએ ઘરના વ્યક્તિઓનો સહયોગ માંગો અને સંભવ હોય તો એક નોકર રાખી લો. એ વાતનું પણ ધ્યાન રાખો કે વધુ ઊંઘવું પણ તમારા શરીર માટે નુકસાનકારક છે.
4 જન્મ પહેલા બાળક સાથે બોન્ડ ન રાખો
ગર્ભાવસ્થા દરમિયાન દરેક સ્ત્રી કઈક ના કઈક રીતે અનકમ્ફર્ટેબલ થઈ જાય છે અને ઘણીવાર આ કારણોના લીધે તે પોતાના બાળકો પર ધ્યાન આપી શકતી નથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મા અને બાળક નો સંબંધ બાળક ની દુનિયા માં આવતા પહેલા જ શરૂ થઈ જાય છે તેથી જ થોડીક થોડીક વાર એ પોતાના પેટ પર હાથ ફેરવો અને પોતાના બાળક સાથે સારી અને પ્રેમ ભરી વાતો કરો.
હેલ્થ ટિપ્સ : પ્રેગનેન્સીના 18 થી 20 અઠવાડિયા હશે એટલે તમે તમારા બેબી બમ્પ ને ફીલ કરશો જ્યારે પણ બાળક લાત મારે ત્યારે પોતાના પેટ પર હાથ ફેરવો અને બાળક સાથે વાતો કરો.
5 પોતાને મનપસંદ વસ્તુ ખાવાથી વધુ રોકવું
બની શકે છે કે પ્રેગ્નન્સી દરમિયાન તમને અમુક ખાસ વસ્તુઓ ખાવાની ખૂબ જ ઈચ્છા થાય છે. કંઈક ગળ્યુ મસાલેદાર ખાટુ વગેરે. અને તમે એ પણ જાણો છો કે આ બધું જમવાનું તમારી માટે યોગ્ય રહેશે નહીં જેમ કે તમને ખૂબ જ ગળ્યું ખાવાનું પસંદ છે અને તમારી સામે તમારી ફેવરિટ ચોકલેટ મૂકેલી છે એવામાં તમે ગર્ભાવસ્થા દરમિયાન થતા ડાયાબિટીસ થી બચવા માટે તેને નથી ખાતા પરંતુ તેને બિલકુલ ટેસ્ટ કરવો તે તમારા એંકઝાયટી લેવલને વધારી શકે છે. જેની અસર તમારા બાળક ઉપર પડે છે
હેલ્થ ટિપ્સ : તમારી પસંદગીની વસ્તુને એકદમ થી એવોઇડ ન કરો. સીમિત માત્રામાં લો અથવા તો તેને ચાખો.
6 નોર્મલ ડીલેવરી થી વધુ ડર લાગવો
ઘણી મહિલાઓ નોર્મલ ડીલેવરી માં થતા દુખાવાથી બચવા માટે ઓપરેશન કરાવવું ઉચિત સમજે છે ઘણી વખત હોસ્પિટલમાં પણ પોતાના ફાયદા માટે આ સજેશન આપે છે પરંતુ એક વખત લેબર પેઇન સહન કરવું તે સી-સેકસન અથવા તો ઓપરેશન કરાવવા થી ઘણું સારું રહે છે ઓપરેશન કરાવવાથી બેક માં ઇન્જેક્શન આપવામાં આવે છે જેનો દુખાવો વર્ષો વર્ષ સુધી રહે છે અને સી સેક્શન કરાવ્યા બાદ રિકવરીમાં ખૂબ જ સમય લાગે છે તથા બાળકને ફીડિંગ કરાવતી વખતે પણ તકલીફ પડી શકે છે.
હેલ્થ ટિપ્સ : કોઈ પણ સારા ચેરીટેબલ ટ્રસ્ટ અથવા તો મિશનરી હોસ્પિટલની તપાસ કરો અને ત્યાં કોઈ વિશ્વાસનીય ડોક્ટર મળે તો ત્યાં જ ડિલિવરી કરાવવાનો પ્લાન કરો.
7 ઈન્ટરનેટ ઉપર અમુક વસ્તુ વાંચીને ગભરાઈ જવું
એ વાતમાં કોઈ બેમત નથી કે ઇન્ટરનેટની ઇન્ફર્મેશન આપણો સૌથી મોટો સોર્સ છે પરંતુ તે બિલકુલ સાચો સોર્સ નથી. વધુ પડતી વસ્તુઓ તપાસ કરીને લખેલી હોય છે અને રિયાલીટીમાં દરેક મહિલાના કેસ દરેક મહિલામાં અલગ જોવા મળે છે પરંતુ ઘણી વખત મહિલાઓ હેલ્થ સાઈટમાં અમુક આડુંઅવળું વાંચીને તણાવમાં આવી જાય છે જે ખૂબ જ ખોટી બાબત છે.
હેલ્થ ટિપ્સ : જો કોઈપણ જાણકારી તમને ડિસ્ટર્બ કરે છે તો તેને લઈને ચિંતા કરવાની જગ્યાએ પોતાના ડોક્ટર સાથે વાત કરો.
8 જરૂર કરતા વધુ આરામ કરવો
ઘણી મહિલાઓ પ્રેગ્નન્સીમાં ખૂબ જ સાવધ થઈ જાય છે અને જરૂર કરતાં વધુ આરામ કરવા લાગે છે આમ કરવાથી બાળકના ગ્રોથ પર અસર દેખાઈ શકે છે અને વજન રિલેટેડ તકલીફ પણ દુવિધા ઊભી કરી શકે છે.
હેલ્થ ટિપ્સ : પ્રેગનેન્સી અનુસાર કસરત યોગ વગેરે કરતા રહો અને સવાર-સાંજ ટહેલવા જવાનો નિયમ બનાવો
9 ડોક્ટર સાથે કન્સલ્ટ કરવામાં વધુ સમય લગાવવો
ઘણી બધી મહિલાઓને તે ગર્ભવતી છે એ વાતની જાણકારી હોવા છતાં મહિનાઓ સુધી કોઈ પણ ડોક્ટરને કન્સલ્ટ કરતી નથી આમ કરવું તમારા અને તમારા બાળક માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તમારા ગાયનેકોલોજિસ્ટ તમારા મેડિકલ હિસ્ટ્રી ના અનુસાર તમને યોગ્ય સલાહ આપે છે અને થોડા થોડા સમયના અંતરે બાળકનો ગ્રોથ ચેક કરે છે.
હેલ્થ ટિપ્સ: જો તમને બીપી થાઈરોઈડ ડાયાબિટિસ જેવી કોઇ પણ બીમારી છે તો પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલાં તમારા ગાયનેકોલોજિસ્ટને જરૂર મળવું જોઈએ અને ગમે તે રીતે પ્રેગ્નેટ થવાના એક મહિનાની અંદર ડોક્ટરની મુલાકાત અવશ્ય લેવી જોઇએ.
10 તણાવ અને ચિંતા
પ્રથમ વખત મા બનતી મહિલા પ્રેગ્નનસી લઈને ખૂબ જ તણાવ અને ચિંતા કરે છે જે માતા અને બાળક બન્ને માટે યોગ્ય નથી. એ વાત સાચી છે કે તણાવ આપણી જિંદગીનો એક અભિન્ન ભાગ છે જેનાથી સંપૂર્ણ રીતે દૂર થઈ શકાતું નથી પરંતુ ગર્ભાવસ્થા પણ એક એવો સમય છે જેમાં આપણે વધુ ને વધુ ખુશ રહેવું જોઈએ અને પોતાનું ધ્યાન રાખવું જોઇએ તેથી પોતાનું ધ્યાન એવી વસ્તુઓ તરફ રાખો જેનાથી તમને સારું લાગે.
હેલ્થ ટિપ્સ : ગર્ભાવસ્થા દરમિયાન જો સંભવ હોય તો મહિલાઓએ એવી જગ્યા કે વ્યક્તિ સાથે રહેવું જોઈએ જે તમને ખૂબ જ આરામ આપી શકે.ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે. તેની સાથે તમારા મનને શાંત રાખવા માટે ભગવાનની ચોપડી વાંચવી જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team