બ્લોટિંગ એટલે પેટ ફૂલવું એ પેટ ની સામાન્ય સમસ્યા છે. જે અનહેલ્થી ખાવાથી કે પછી વધુ ખાવાથી થાય છે. તેના સિવાય કેટલીક બીમારીઑ સોજા અને પાણી ની અધિકતા ને કારણે થાય છે. જેના કારણે પેટ ભરેલું લાગે છે. પેટ ની આ સમસ્યા ને કારણે અસહજ લાગે છે.
આ સમસ્યા થી લડવા વાળા તમે એકલા નથી, પણ ઘણા લોકો આ સમસ્યા થી પરેશાન થતાં હોય છે. ઘણા લોકો એ બ્લોટિંગ થી રાહત મળે તે માંટે હર્બલ ચા નો ઉપયોગ કર્યો છે. અને તેમને ફાયદો મળ્યો છે. કેટલીક હર્બલ ચા આ સમસ્યા ને શાંત કરવા માંટે મદદગાર સાબિત થઈ છે. જેમ કે પુદીના, આદું, લીંબુ,જેવી ચા વિશે વિસ્તાર થી જાણીએ.
પુદીના ના પત્તા થી બનેલી ચા
પ્રાચીન કાળ થી જ પુદીના ને પાચન માંટે સહાયક માનવામાં આવે છે. તેમા ઠંડક અને તાજગી આપનાર ગુણ હોય છે. પુદીના થી પેટ ની સફાઇ થાય છે. એટલા માંટે તે પેટ માંટે ખૂબ જ સારું ગણવામાં આવે છે. જો તમે તેની કેપ્સૂલ લો છો તો તમને બ્લોટિંગ ની સમસ્યા થી રાહત મળી શકે છે. તમે પુદીના ની ચા પણ બનાવી શકો છો. તેને બનાવા માંટે એક કપ પાણી માં થોડા પુદીના ના પત્તા અને એક ટી બેગ મૂકી દેવી. તેને ગાળી ને પીવો પેટ ફૂલવાની સમસ્યા થી રાહત મળશે.
વરિયાળી ની ચા
વરિયાળી ના દાણા કે વરિયાળી ને સૌથી સારો દેશી મસાલો માનવાં માં આવે છે. વરિયાળી નો ઉપયોગ આજ થી જ નહીં પણ પારંપરિક રીતે પહેલા થી જ કરવામાં આવે છે. તે શરીર ને પ્રાકૃતિક રૂપ થી ઠંડુ કરે છે. પાચન તંત્ર ના સુચાર સંચાલન માં મદદ કરે છે. વરિયાળી ભોજન ને પચાવા માં મદદ કરે છે. આજ કારણ થી ભારતીય રાતે જમ્યા પછી પણ તેનું સેવન કરે છે. વરિયાળી ના એંટિ-બ્લોટિંગ લાભ લેવામા માંટે તેને પાણી માં ઉકાળો અને તેનું સેવન કરો બધા જ પ્રકાર ની ગેસ અને એઠન ને મિનિટ માં દૂર કરશે.
અજમા ની ચા
અજમા ના બીજ ગેસ અને અપચા માંટે સૂયાથી સારો દેશી ઉપાય છે. સ્વાદ વધારવા માંટે ઘણા વ્યંજન માં અજમા નો ઉપયોગ થાય છે. અને જ્યારે ચા ના રૂપ માં તેનું સેવન કરવામાં આવે છે તો તેમાં રહેલા થાઈમોલ ને કારણે તે પાચન માં મદદ કરે છે. અજમા ના બીજ ને પેટ ફૂલવાની સમસ્યા ના સૌથી સરળ ઉપાય માનવામાં આવે છે. આ હર્બલ ચા ને બનાવા માંટે તમારે ફક્ત એટલું જ કરવાનુ છે કે તમારે અજમા ના બીજ ને પાણી માં ઉકાળી લેવાનું છે. આ પાણી ને એક કપ માં ગાળી લો અને તેમ મધ, લીંબુ અને સિંધવ મીઠું નાખો.
આદું, લીંબુ, અને મધ ની ચા
આદું સૌથી મહત્વ પૂર્ણ મસાલા માંથી એક છે. જેનું ઉપયોગ સુજન ને દૂર કરવા અને ગરમી માં પાચન સંબંધી સમસ્યા ને દૂર કરવા માંટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તમે સ્વાદ વધારવા માંટે તેમા મધ અને લીંબુ નાખી શકો છો. મધ ઈમ્મુનિટી વધારનારું સ્વીટનર છે. જ્યારે લીંબુ વિટામિન c પ્રદાન કરે છે. જે તમારી ત્વચા ની સાથે સાથે તમારા શરીર ના બીજા અંગ ને પણ સારું કાર્યરત રાખે છે. આદું, લીંબુ,અને મધ ની ચા માં ચા પત્તી નાખ્યા વગર અથવા તેની સાથે પણ બનાવી શકાય છે. જો તમે બ્લોટિંગ થી બચવા માંગો છો તો તમારે કેફીન નો ઉપયોગ ઓછો કરવો.
કૈમોમાઈલ ના પત્તા ની ચા
કૈમોમાઈલ ના ફૂલ સ્વાસ્થ્ય માંટે ખૂબ લાભ પ્રદાન કરે છે. જેમા તણાવ થી લડવું અને સોજા ને ઓછું કરવું જેવા ગુણ રહેલા હોય છે. કૈમોમાઈલ ની ચા ગેસ ને છોડવામાં મદદ કરે છે. તેનાથી સુજન માં પણ રાહત મળે છે. હર્બલ ચા ના બીજા ફાયદા માં બીજા ફાયદા એ છે કે માસિક ધર્મ માં દુખાવા થી રાહત મળે છે. તેને બનાવા માંટે એક કપ ઉકાળેલા પાણી માં કૈમોમાઈલ નું ડ્રાય ટી બેગ નાખી દો. અને 10 મિનિટ માંટે રાખી મૂકો. અને પછી ગાળી ને પી લો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે
Author : FaktGujarati Team