આ દુનિયામાં એક વસ્તુ એવી છે જેને એકદમ સાચવવા જેવી છે, એ છે આપણું પોતાનું ‘હદય…’ હદય જો ચાલે અને તંદુરસ્ત હોય તો જીવન જીવવાની વાત આવે બાકી હદય બંધ પડે તેને તો કોઈ ૨૪ કલાક પણ ઘરમાં કોઈ સાચવતું નથી.
એટલે તો આજના લેખમાં હદયને સાચવી રાખવા માટેની ટીપ્સ જણાવી છે. તો વધતી ઉંમર સાથે હદયનો ખ્યાલ રાખવો જરૂરી બને છે. સાથે હદયને તંદુરસ્ત રાખવા માટેના પણ અમુક ઉપાય અહીં જણાવવામાં આવ્યા છે તો આ રસપ્રદ માહિતી અવશ્ય અંત સુધી વાંચજો.
હદયના ધબકારામાં કંઈક ગડબડ જણાય તો સૌપ્રથમ ઈસીજી કરાવી લો એટલે હદયની લય કેવી રીતે ચાલે છે એ જાણી શકાય. શરૂઆતથી હદય રોગની જાણ થઇ જાય તો તકલીફને દૂર કરી શકાય છે અને દર્દીને આરામથી બચાવી શકાય છે.
પણ તમારી ઉંમર કઈ છે એ ઉપર પણ હદયની તંદુરસ્તીનો આધારે રહેલો છે. જો તમારી ઉંમર ૫૦ વર્ષ છે અને હદયના દર્દી હોય તો નિયમિત ડોક્ટરના સંપર્કમાં રહેવું જોઈએ. અને જમવા પર પણ કંટ્રોલ રાખવો જરૂરી છે.
ડોક્ટરની સલાહ મુજબ ખોરાક લેવામાં આવે તો હદયની સમસ્યા સર્જાવાની શક્યતા ઓછી થઇ જાય છે. જમવામાં હંમેશા ઓછા ફેટવાળું અને ઓછું નમક હોય તેવી વાનગી લેવી જોઈએ. સાથે નશીલા પદાર્થનું સેવન પણ ઓછું કરવું જોઈએ.
૫૦ વર્ષની ઉંમર પછી હદય થોડી વધુ કાળજી માંગે છે કારણ કે શરીર થોડું અશક્ત બન્યું હોય છે અને હદયને પણ ઉંમરની અસર થઇ હોય છે. એ દરમિયાન બીડી, સિગારેટ અને શરાબના વ્યસનને ઓછું કરવું જોઈએ. વ્યસનને સદંતર બંધ કરી શકવાની સલાહ તો બેકાર જશે એટલા માટે અહીં ઓછું કરવાનું સલાહ આપવામાં આવી છે.
ફાસ્ટફૂડ ખાવાના શોખીન હોય તો ખાસ સંભાળજો, હદયને અને ફાસ્ટફૂડને બહુ જામતું નથી. ફાસ્ટફૂડ હાર્ટએટેક નોતરી શકે છે અને એ પણ હદયને કાયમી બંધ કરી શકે એવું પરિબળ બને છે. આમ તો હદય ‘ગોડ ગીફ્ટ ડિવાઈસ’ છે જેને કોઇપણ સંજોગોમાં સાચવવી જરૂરી છે.
જો મોબાઈલને હાથમાંથી નીચે મૂકવો નથી ગમતો અને જરા પણ ખરોચ આવે એ નથી ગમતું તો હદયને પણ સાચવી રાખજો. હદય તમને તમારા ગમતા વ્યક્તિથી લઈને પરિવાર સાથે વધુ સમય પસાર કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવશે.
એટલે ૫૦ વર્ષ પછી હદયની કાળજી રાખવી એટલે આમ જુઓ તો બીજા ૧૦ થી ૧૫ વર્ષ વધુ અને વગર બીમારીએ પસાર કરી શકીએ એવી નિશુલ્ક સુવિધા.
અવનવી માહિતી જાણવા માટે અત્યારે જ ફોલો કરો “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને કારણ કે, આ પેજ એટલે મિત્રો સાથે માહિતી શેયર કરવા જેવું પેજ…
Author : Ravi Gohel