બાથરૂમ એક એવી જગ્યા છે જયા વ્યક્તિની સારવાર કરવી એ બહુ મુશ્કેલ થઈ જાય છે. બાથરૂમ ખૂબ પ્રાઇવેટ જગ્યા છે અને તમને જાણીને નવાઈ લાગશે પણ બાથરૂમમાં બેભાન થવાવાળા લગભગ 8 ટકા લોકો છે તેમાં પણ ફક્ત 13 ટકા કિસ્સામાં જ જીવ બચાવાની આશા હોય છે. બાથરૂમની બહાર આવતા હાર્ટ એટેકમાં વ્યક્તિને બચાવવાના ઘણા ચાન્સ હોય છે. જ્યારે બાથરૂમમાં હાર્ટ એટેક આવવાથી વ્યક્તિને બચાવવામાં ખૂબ મુશ્કેલી થાય છે.
1. બાથરૂમમાં મોટાભાગના હાર્ટ એટેક એ શૌચાલયમાં અને બાથરૂમમાં મળત્યાગ અને પેશાબ સમયએ થાય છે. અસલમાં આ પરિસ્થિતિમાં દબાણને લીધે નર્વસ સિસ્ટમમાં સંવેદનાનું સંતુલન બગડી જાય છે અને રક્તચાપ ઓછું થઈ જાય છે. આ અસંતુલનને લીધે મગજમાં રક્ત પ્રવાહ ઓછો થઈ જાય છે અને તેનાથી વ્યક્તિ બેભાન થઈ જાય છે.
2. આ ઘટનાક્રમો અને અસમાનતાઓથી ઓટોમેટિક નર્વસ સિસ્ટમ પ્રભાવિત થાય છે, જેનાથી હાર્ટ એટેક આવવાની સંભાવના એ શૌચાલય કે બાથરૂમમાં વધી જાય છે. અચાનક તબિયત બગાડવા પર, ચક્કર આવવા પર, ઊલટી આવવા પર પણ વ્યક્તિ બાથરૂમ તરફ જ જાય છે એવામાં તે અચાનક બેભાન થઈ શકે છે.
3. ઠંડુ કે ગરમ પાણીથી નાહવાથી પણ હ્રદયની ગતિ, બ્લડ પ્રેશર પર અસર થાય છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણને અસર થાય છે. ઠંડા પાણીથી શરીરનું બધુ લોહી મગજ તરફ પ્રવાહિત થવા લાગે છે અને તેનાથી રક્ત નળીઓ અને ધમનીમાં તણાવ વધી જુ જાય છે. આ પણ બાથરૂમમાં હાર્ટ એટક આવા કે પછી હ્રદયના સ્વાસ્થ્ય સંબંધિત કોઈ બીમારી હોવાનું કારણ બની શકે છે.
જો તમે હાર્ટ પેશન્ટ છો તો બાથરૂમમાં રાખેલ આ વસ્તુઓનું ધ્યાન રાખો.
1. તમારા પોતાના પર દબાણ કરશો નહીં. : આ રીતની સ્થિતિથી બચો. મળ ત્યાગના સમયએ વધારે જોર લગાવવાથી અથવા તો મૂત્ર વિસર્જન દરમિયાન તમારા પોતાના પર દબાણ કરવાથી બચવું જોઈએ. આ કાર્ય દરમિયાન તમારે તણાવમુક્ત રહેવું જોઈએ.
2. સૌથી પહેલા માથા પર પાણી ક્યારેય ના નાખશો. : વધારે ઠંડા કે વધારે ગરમ પાણીથી નાહવાથી બચવું જોઈએ. માથા પર પાણી નાખીને નાહવાની શરૂઆત કરશો નહીં. અને શરીરને ધીરે ધીરે આ નવા તાપમાનના સંપર્કમાં લાવો. ખાસ કરીને શિયાળામાં આ પ્રકારના ઠંડા વાતાવરણથી બચો. આનાથી હાર્ટ એટેક આવી શકે છે.
3. જોખમ લાગી રહ્યું છે તો બાથરૂમ અંદરથી બંધ કરશો નહીં. : જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જોખમ લાગી રહ્યું છે અથવા તો હાર્ટ એટેક પહેલા આવેલ છે કે પછી ઉમર વધારે થઈ ગઈ છે. તમારું હ્રદય નબળું થઈ ગયું છે અથવા તમને કોઈ બીમારી છે તો નાહવાના સમયે બાથરૂમનો દરવાજો અંદરથી બંધ કરશો નહીં. આમ કરવાથી જો તમને બાથરૂમમાં કોઈ મુશ્કેલી થાય છે તો તમારા પરિવારજનો તમને મદદ કરી શકશે.