અત્યારે મૌસમનું કાંઈ નક્કી રહેતું નથી અને કઈ ઋતુ ચાલી રહી છે એ પણ કહેવું મુશ્કેલ છે. ત્યારે શરીરને ‘વાઈરલ ઇન્ફેકશન’ થવાની શક્યતા રહે છે. પ્રદુષણ, ધૂળ-માટી અને ગંદકીને લીધે શરીરને ખતરો રહે છે. શહેરમાં તો વાહનોનો ધુમાડો પણ સ્વાસ્થ્ય પર અસર કરે છે અને અનેક બીમારીનું કારણ બને છે.

પહેલા અમુક રોગના નામ પણ સાંભળ્યા ન હતા એ રોગની બીમારી અત્યારે સામાન્ય બની ગઈ છે. સ્વાસ્થ્યની તકલીફથી માનવ અત્યારે પીડિત બન્યો છે, જેમાં લાઈફ સ્ટાઈલનો પણ થોડો હાથ છે. રોજીંદી ભાગદોડમાં શરીર માટે સમય આપવાનું ભૂલી જવાય છે, પણ જો તમે પ્રદૂષણથી બચવા માંગતા હોય અને સ્વાસ્થ્યને કાયમી જાળવવા માંગતા હોય તો આ લેખ તમારી મદદ કરી શકે છે.

પ્રદુષણથી બચવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જોઈએ. પ્રદુષણ અતિ સુક્ષ્મ જીવાણુ મારફત શરીરની અંદર દાખલ થાય છે અને શરીરમાં બીમારીનું સર્જન કરે છે. પ્રદુષણના અતિ સુક્ષ્મ જીવાણુને મેડીકલની ભાષામાં ‘ફ્રી-રેડિકલ્સ’ કહેવાય છે.
આ ઝેરીલા તત્વો સામે શરીર ત્યારે જ લડી શકે છે; જ્યારે પાચનશક્તિ મજબૂત હોય અને શરીરની અંદર ક્ષમતા વધુ હોય. તો એ માટે અમુક વસ્તુનું સેવન કરવાથી પ્રદુષણની તકલીફથી બચી શકાય છે.

- પ્રદુષણથી બચવા માટેના ઉપાયો :
• પ્રદુષણથી વારેવારે તાવ આવી જાય એવી શરીરની સમસ્યા ઉભી થાય છે. તો એ માટે ખાસ તો શુદ્ધ અને ઘરનો ખોરાક વધુ લેવાનું રાખો.
• પાચનશક્તિ મજબૂત બને એવા લીલા શાકભાજી અને ફળ નિયમિત ખાવા જોઈએ. પાન-બીડી-શરાબમાં પૈસા નાખવા કરતા શરીરને તંદુરસ્ત બનાવવા માટેના ઉપાય અજમાવો.
• ઘરના વાતાવરણમાં જીવાણું હરતા ફરતા હોય છે, તો એને દૂર કરવા માટે સવારમાં બધા બારી-દરવાજાને થોડા સમય માટે ખુલ્લા રાખો જેથી વાતાવરણ શુદ્ધ થાય.
• ઘરમાં એર પ્યુરીફાયર પણ લગાવી શકો છો, જેનાથી ઘર કે ઓફીસમાં શુદ્ધ હવા રાખી શકાય.

- પ્રદુષણથી બચવા માટે કઈ વસ્તુ ખાવી જોઈએ :
• તુલસીના પાનનો જ્યુસ બનાવીને થોડા પ્રમાણમાં નિયમિત પીવો જોઈએ. શ્વાસની તકલીફમાં તેમજ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવા માટેનો આ અસરકારક ઉપાય છે.
• દિવસમાં બે-ત્રણ ચમચી દેશી ઘી પણ શરીરને મજબૂત બનાવે છે.
• શ્વાસનળી બંધ છે તો દિવસમાં બે વખત, જયારે પણ સમય મળે ત્યારે કપૂરના તેલની નાસ લેવી જોઈએ.
• પાણીમાં લીમડાના પાન ઉકાળીને એ પાણીથી સ્નાન કરવામાં આવે તો ચામડીની સમસ્યા દૂર થાય છે.
• નિયમિત ખાટા ફળ ખાવા જોઈએ. જેનાથી શરીરને પોષકતત્વો મળે છે. જે શરીરને ચેપ લાગવાથી બચાવે છે.

• દિવસમાં બે-ત્રણ વાર આદુ નાખેલી ‘ચા’ પીવી જોઈએ. તુલસીના પાન નાખેલી ‘ચા’ પણ સ્વાસ્થ્ય માટે સારી ગણાય છે.
• પ્રદુષણથી થતી સમસ્યાથી દૂર રહેવા માટે દરરોજ રાત્રે સૂતી વખતે એક ગ્લાસ દૂધમાં હળદર અને મધ ભેળવીને પીવું જોઈએ.
• રાત્રે સૂતી વખતે નાક-કાન પર બામ લગાડીને સુવું, જેથી નાક બંધ થવાની સમસ્યા ન થાય અને આરામથી ઊંઘ કરી શકાય છે.
• જેમ શરીર માટે ખોરાક જરૂરી છે; એવી રીતે શરીર માટે ‘ઊંઘ’ પણ જરૂરી છે. શરીરની યોગ્યતા મુજબની ઊંઘ થઇ જાય એવી રીતે ડેઈલીનું શેડયુલ સેટ કરવું.
• અવનવી માહિતીનો ખજાનો જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો સાથે શેયર કરજો જેથી તેમને પણ અવનવી માહિતી જાણવા મળી શકે.
Author : Ravi Gohel