લગ્ન પછી મહિલા ઓ નું વજન વધવું સામન્ય વાત છે. તેની પાછળ ઘણા કારણ જવાબદાર હોઈ શકે છે. વજન વધવા ના કારણ ને જાણીને તેને અટકાવા થી શરીર ના બોજ ને ઓછો કરી શકાય છે.
રોજ બહાર નું ખાવું.
નવદંપતી સામાન્ય રીતે બહાર કે કોઈ સંબંધી ને ત્યાં ખાવાનું ખાતા હોય છે. અને મિત્રો નું પાર્ટી આપવું એ પણ ચાલતું જ હોય છે. જેના કારણે ઘર નું ખાવાનું પ્રમાણ માં ખૂબ જ ઓછું થાય છે. મિત્રો સાથે કે પરિવાર સાથે બહાર જઈને ખાવું એનાથી ઘર નું ખાવાનું પણ ભૂલતું જાય છે.
ફેટ થી ભરપૂર ફૂડ નું સેવન કરવું.
લગ્ન પછી દુલ્હન રસોડા માં જવાનું ચાલુ કરે છે. તેને પોતાના પતિ માટે પિઝા, બર્ગર, કેક, બનાવું પડે છે. પોતાના પાર્ટનર અને સદસ્ય ને ખુશ રાખવા માટે મહિલા ઓ સ્વાસ્થ્ય factor ભૂલી જાય છે. અને આ રીતે વજન વધે તેવા ફૂડ નું સેવન થતું જ રહે છે.
શારીરિક રૂપ થી સક્રિય ન રહેવું.
લગ્ન ના શરૂઆત ના દિવસ માં પત્ની પોતાના પતિ સાથે વધુ સમય વિતાવે છે. ત્યારબાદ તે ઘર માં રહેવા કે પછી યાત્રા માટે પ્રાથમિકતા આપે છે. જેના કારણે મહિલા ને ચાલવા જવાનો કે વ્યાયામ કરવાનો ટાઇમ નથી મળતો.જેના કારણે સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડે છે.
લગ્ન પછી વજન પર કેવી રીતે કાબૂ મેળવવો?
ચાલવાનું શરૂ કરો.
લગ્ન ની શરૂઆત માં કદાચ તમને જિમ માં જવાનો ટાઇમ ન મળે. શરીર ને ઊર્જાવાન બનાવા માટે રોજ ચાલવાનું શરૂ કરો. રોજ ચાલી ને પોતાના શરીર ને સક્રિય બનાવો.
યોગ ક્લાસ જોઈન કરો.
જો તમે બહાર જઈને યોગ ક્લાસ માં જોડાઈ નથી શકતા તો virtual ક્લાસ માં જોડાઈ જાવ. મહામારી ને કારણે લોકો બહાર જવાનું ટાળી ને virtual ક્લાસ માં ભાગ લઈ રહ્યા છે. તમે 30 મિનિટ માટે પણ યોગ કરશો તો તમને ઘણો ફાયદો થશે. તમે તમારા પાર્ટનર ને પણ તેમા શામેલ કરી શકો છો.
ખાન-પાન પર જરુરી ધ્યાન આપવું.
નવદંપતી ને શરૂઆત માં ખાન પાન પર ધ્યાન આપવાનો સમય નથી મળતો. પાર્ટી માં તેમને અવાર નવાર બોલવામાં આવે છે. પણ નવી દુલ્હન ને પરોસવામાં આવેલ ખોરાક પર પણ ધ્યાન આપવું જોઈએ. તેમણે ફેટી ફૂડ થી દૂર રહેવું જોઈએ. બને ત્યાં સુધી તેમણે બહાર નું ખાવાનું બંધ કરવું જોઈએ. બહાર ખાવા જાવ છો તો પિઝા ના ઓર્ડર ની જગ્યા સલાડ, સૂપ, કે પછી હેલ્થી સેન્ડવિચ ખાવી. તે ઉપરાંત 30 મિનિટ સુધી વ્યાયામ કરવું. જેનાથી શરીર નું વજન સંતુલિત રહે છે. ખાવામાં જરુરી પૌષ્ટિક તત્વો અને વિટામિન શામેલ કરવા.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team