કોરોના મહામારી માં ધણા લોકો એ જીમ અને યોગા વર્ગો થી અંતર બનાવી રાખ્યું છે. તેમજ તંદુરસ્તી ને લઈને ઘર માંથી બહાર નીકળીને લોકો ચાલવા પણ નથી જઈ શકતા. પણ તંદુરસ્ત રેહવું પણ જરૂરી છે. અમે ધણા લોકો પાસેથી સાંભળ્યું છે કે ઘરના કામથી પણ તંદુરસ્ત રહી શકાય છે. ખાસ કરીને કચરા પોતા જો નિયમિત કરો તો કમર ની વધારે પડતી ચરબી ઓછી થાય છે. શું આ સાચું છે? આજ વાતો જાણવા માટે આપણે તંદુરસ્તી નિષ્ણાંત અંકિત ત્રિવેદી સાથે વાત કરીએ. ચાલો જાણીએ.
કેલરી બર્ન
અંકિત ત્રિવેદી બતાવે છે કે જમીન પર બેસીને પોતા મારવાથી શરીર ની ઊર્જા બર્ન થાય છે અને જીમ માં આના માટે આપણે કેટલાય કલાક સુધી મહેનત કરીએ છીએ જેથી આપણું શરીર તંદુરસ્ત રહી શકે. આ સમયે આપણે નિયમિત રૂપે જમીન પર બેસીને પોતા મારીયે તો આ જીમ ની રીતે આપણને ઊર્જા બર્ન કરવામાં મદદ કરે છે. અત્યારે આપણે જીમ નથી જઈ રહ્યા. તો આપણા ઘર ની સફાઈ માં લાગી જઈએ અને આપણું વજન ઘટાડિયે.
કમર ચરબી ઓછી કરો
એ લોકો ને પોતા જરૂર કરવા જોઈએ જેનું પેટ બહાર નીકળ્યું હોય અથવા કમર ની પાસે ખૂબ વધુ ચરબી હોય. તંદુરસ્તી નિષ્ણાંત નું કેહવુ છે કે પોતા કરતા સમય જ્યારે આપણે આગળ ની બાજુ નમીએ છીએ ત્યારે આપણા પેટ અને કમર ની કસરત થાય છે અને એ ભાગમાં ચરબી ઓછી થાય છે. જ્યારે પણ આપણે પોતા કરીએ છીએ ત્યારે દર મિનીટ માં આપણી લગભગ ૪ ઊર્જા બર્ન થાય છે. પોતા કરવાથી આપણી નીચેના ભાગ ના શરીર ની કસરત થાય છે. જ્યારે આપણે બેસીને પોતા કરીએ છીએ ત્યારે આગળ થી પાછળ ની બાજુ ખસી જઈએ છીએ, સાથે હાથોને ડાબી જમણી બાજુ કરીએ છીએ. એવામાં પેટના સ્નાયુઓ અને કમર ના સ્નાયુઓ ની કસરત થાય છે. જેનાથી શરીર ની કસરત થાય છે.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team