રાજમા એક ખુબજ સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થ છે. તેમાં ઘણા પોષક તત્વ પણ હોય છે. ૧૦૦ ગ્રામ રાજમામાં ૩૩૩ કેલેરી, પોટેશિયમ ૧૪ ગ્રામ, કાર્બોહાઈડ્રેટ ૬૦ ગ્રામ, ડાયટરી ફાઈબર ૨૫ ગ્રામ, પ્રોટીન ૨૪ ગ્રામ, કેલ્શિયમ ૧૪ %, વિટામિન સી ૭ %, વિટામિન બી-૬ ૨૦%, મેંગ્નેશિયમ ૩૫%, આયર્ન ૪૫% હોય છે. આ રીતે રાજમા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. મ્યાનમાર, ભારત, બ્રાઝિલ, ચીન, મેક્સિકો સૌથી વધારે રાજમા ઉત્પન્ન કરનારા દેશો છે.
રાજમા નું વૈજ્ઞાનિક નામ ” ફેસિયોલસ બલ્ગૈરિસ ” છે. તેને “ફ્રેંચ બીન ” નામથી પણ ઓળખવામાં આવે છે. તેના દાણા કિડની આકારના હોય છે. તેથી તેને કિડની બીન પણ કેહવાય છે. તેની માંગ બજારમાં ખૂબ વધારે છે તેથી તેની કિંમત પણ વધારે હોય છે.
ભારતમાં તે સંપૂર્ણ દેશમાં ખાવામાં આવે છે, પરંતુ પંજાબના લોકો તેને ભોજનમાં ખૂબ પસંદ કરે છે. રાજમાની ખેતી રાવી (શિયાળા)ની ઋતુમાં કરવામાં આવે છે. તેના માટે ૨૦ થી ૨૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર હોય છે.
રાજમા ખાવાના ફાયદા :
ભરપૂર ઊર્જા આપે છે:
રાજમાની અંદર આયર્ન, પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે જેને ખાવાથી આપણને ઊર્જા મળે છે. રાજમા ખાવાથી શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ સરળતાથી જાય છે.
જે લોકો નોનવેજ નથી ખાઈ શકતા તે પણ રાજમા ખાઈને તેમની પ્રોટીનની જરૂરતને પૂરી કરી શકે છે. રાજમા પ્રોટીનનો ખૂબ સારો સ્ત્રોત છે. ચોખાની સાથે રાજમા ખાવાથી ખબુજ સ્વાદિષ્ટ લાગે છે.
વજન ઓછું કરે છે :
જે લોકો તેમના વજનને લીધે પરેશાન રહે છે તે સરળતાથી રાજમા ખાઈ શકે છે કેમકે તેમાં કેલેરી ઓછી માત્રામાં જોવા મળે છે. રાજમાનું સેવન સૂપ અને સલાડ રૂપે પણ કરી શકાય છે.
માથા માટે ફાયદાકારક:
રાજમામાં વિટામિન કે જોવા મળે છે જે માથા માટે ખૂબ ફાયદાકારક હોય છે. તે આપણી યાદશક્તિને મજબૂત બનાવે છે. તંત્રિકાતંત્રના કામને સરળ કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ માટે ફાયદાકારક:
જે લોકોને ડાયાબિટીસ (મધુમેહ) ની સમસ્યા રહે છે તે સરળતાથી રાજમા ખાઈ શકે છે કેમકે તેમાં શુગર ન બરાબર હોય છે.
હદય રોગોથી બચાવે છે:
રાજમામાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. તેને ખાવાથી હદય સ્વસ્થ રહે છે. રાજમામાં મેગ્નેશિયમ પણ જોવા મળે છે જે રક્તવાહિની તંત્રને સરળતાથી ચલાવવામાં મદદ કરે છે. તે શરીરને સ્ટ્રોક, ધમનીઓના કોલેસ્ટ્રોલની જમાવટ અને હદયના અન્ય રોગોથી બચાવે છે.
હાડકા મજબૂત બનાવે છે:
રાજમાંની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, બાયોટિન જેવા પોષક તત્વો હોય છે જે હાડકા, નખ અને વાળ માટે ખૂબ ઉપયોગી હોય છે. રાજમા ખાવાથી હાડકા મજબુત બને છે, નખ ચમકદાર થાય છે, વાળનું ખરવું ઓછું થાય છે. વાળ લાંબા, કાળા અને ઘાટા થાય છે.
રાજમા સંધિવા, ઓસ્ટીયોપોરોસિસ, હાડકાના અન્ય રોગોને રોકવામાં મદદરૂપ છે. રાજમા ખાવાથી હાડકા તૂટવાની ( ફેક્ચર થવાની) સંભાવના પણ ઓછી રહે છે કેમ કે હાડકા મજબુત બને છે.
કેન્સરથી બચાવે છે:
રાજમાની અંદર એન્ટિઓક્સિડન્ટ જોવા મળે છે જે કેન્સરથી રક્ષા કરે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે:
રાજમામાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઇબર પ્રોટીન જેવા તત્વ જોવા મળે છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
વૃદ્ધાવસ્થાને દૂર રાખે છે:
રાજમામાં એન્ટી ઓક્સિડન્ટ જોવા મળે છે જે કરચલી, ખીલ , ત્વચાની કોશિકાઓને વૃદ્ધત્વ થી બચાવે છે. જે લોકો રાજમાનું સેવન કરે છે તે લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાય છે.
કબજિયાત અને અન્ય પાચનના રોગોને દૂર કરે છે:
રાજમાની અંદર પૂરતી માત્રામાં ફાઈબર જોવા મળે છે જે ખોરાક સારી રીતે પચાવે છે. તે મળ નરમ કરે છે જેનાથી મળ ત્યાગમાં સરળતા રહે છે.
જે લોકો કબજિયાત જેવી સમસ્યાઓથી પરેશાન રહે છે તેને રાજમા ખાવા જોઈએ. રાજમા આંતરડા માટે પણ ફાયદાકારક હોય છે. તે કબજિયાતથી રાહત આપે છે.
બાળકો માટે ફાયદાકારક:
રાજમા ખાવા બાળકો માટે પણ ઘણા ફાયદાકારક હોય છે. તેમાં આયર્ન, ફાઇબર અને પ્રોટીનની ભરપૂર માત્રા હોય છે. તે ખાવામાં સ્વાદિષ્ટ પણ હોય છે. તે નરમ અને ચાવવામાં સરળ હોય છે. બાળકોને લંચમાં પણ રાજમા બનાવીને આપી શકાય છે.
રાજમા ખાવાના નુકસાન:
આમ તો રાજમા ખાવાના ઘણાબધા ફાયદા છે પરંતુ જરૂરતથી વધારે ખાવાથી તેના કેટલાક નુકસાન પણ થઈ શકે છે.
પાચનતંત્રમાં પરેશાની:
જોકે રાજમામાં ફાઇબર ખૂબ વધારે જોવા મળે છે, જેથી તે પાચન તંત્રમાં મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે.
ગેસની સમસ્યા:
જરૂરતથી વધારે રાજમા ખાવાથી ગેસ, પેટમાં દુખાવો, આંતરડામાં દુખાવો ઉત્પન્ન થઈ શકે છે.
કેટલીક અન્ય આડઅસર:
૧ કપ રાજમામાં આયર્ન ( લોખંડ) ૪૫% હોય છે. આપણા શરીર માટે ૨૫ થી ૩૮ ગ્રામ સુધી આયર્નની જરૂર હોય છે. તેથી વધારે રાજમાનું સેવન કરવાથી શરીરના અંગો ખરાબ થઈ શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team