બદામ નું દૂધ જેટલું સ્વાદિષ્ટ હોય છે એટલું જ healthy પણ હોય છે. દૂધ અને બદામ ના nutrition શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. બદામ નું દૂધ પીવાથી દૂધ માં રહેલા પ્રોટીન,વિટામિન d અને કેલ્સિયમ થી ફાયદો મળે છે. તેમ જ બદામ માં રહેલા પોષક તત્વો જેવા કે healthy ફૅટ્સ, વિટામિન e, અને વિટામિન b12 થી શરીર ને પોષણ મળે છે. ઈમ્મુન સિસ્ટમ ને પણ કામ કરવા માં મદદ કરે છે.
ચાલો જાણીએ તેને પીવાના ફાયદા..
પ્રિ-વર્ક આઉટ ડ્રિંક
જે લોકો દરરોજ જિમ જાય છે. તેમણે બદામ નું દૂધ પીવું જોઈએ. આ દૂધ નું સેવન કરવા થી muscles સ્ટ્રોંગ થાય છે. આ દૂધ ના સેવન કરવાથી એનર્જિ પણ ભરપૂર મળે છે. એટલે જ વર્ક આઉટ ના કલાક પહેલા આ દૂધ નું સેવન કરવું.
આંખો ની રોશની વધે છે.
દરરોજ બદામ વાળુ દૂધ પીવા થી આંખો ની રોશની વધે છે. કારણકે તેમા ભરપૂર માત્રા માં વિટામિન e હોય છે, જે આંખો માટે ખૂબ જ સારું હોય છે. રોજ આ દૂધ પીવાથી આંખો ની રોશની વધે છે.
મગજ ને બનાવે છે તેજ
બદામ ને હમેશા થી જ મગજ માટે ખૂબ જ સારું ગણવામાં આવ્યું છે. બદામ માં રહેલું પ્રોટીન બ્રેન સેલ ને repair કરે છે. અને બ્રેન ફંકશન ને મજબૂત બનાવે છે. એટલે રોજ દૂધ માં બદામ મિક્સ કરી ને પીવો.
વજન ઓછું કરવામાં મદદ કરે છે.
બદામ વાળુ દૂધ પીશો તો તેના થી તમારું વજન પણ ઓછું થશે. રાતે સૂતા પહેલા બદામ વાળુ દૂધ પીવો. હુંફાળું દૂધ પીવાથી તણાવ પણ ઓછો થશે, સારી ઊંઘ પણ આવશે.
બદામ નું દૂધ બનાવાની રેસીપી
Healthy અદમ નું દૂધ બનાવા માટે એક ગ્લાસ દૂધ ને ધીમા તાપે ગરમ કરો. તેમા 6-7 દળેલી બદામ કે બદામ નું પાવડર નાખો. હવે તેને 5-7 મિનિટ સુધી ઉકાળો. હવે તેમા સ્વાદ અનુસાર મીઠું(સ્વીટ) ઉમેરો. જો તમે ગોળ કે મધ ઉમેરવાનું વિચારતા હોવ તો દૂધ ને ગેસ પર થી ઉતારી ને જ ઉમેરવું , નહીં તો દૂધ ફાંટી શકે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team