રાજસ્થાનના બીકાનેર નાં એક નાનકડા ગામમાં જન્મેલા પ્રેમસુખ દેલુ એ પોતાનું બાળપણ ખૂબ જ મુશ્કેલીમાં પસાર કર્યું હતું, પરંતુ તેમની મહેનત ને કારણે આજે તે આઈપીએસ અધિકારી બનીને દેશની સેવા કરી રહ્યા છે.
જો ઈરાદો મજબૂત હોય, તો પછી કોઈ લક્ષ્ય અશક્ય નથી. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, વ્યક્તિ સખત મહેનત દ્વારા પોતાનું ભવિષ્ય સારું બનાવી શકે છે.
આજે અમે તમને આવા જ એક મજબૂત ઇચ્છાવાળા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદ ઝોન આશરે 7 ના વર્તમાન ડીસીપી ‘પ્રેમસુખ દેલુ’ વિશે. એક એહવાલ મુજબ આઈપીએસ અધિકારી બનતા પહેલા તેમને 12 જેટલી સરકારી પરીક્ષાઓમાં ભાગ લીધો અને તે તમામ માં સફળ રહ્યા હતા. આઇપીએસ પ્રેમસુખ તેમની સફળતા અને મુશ્કેલીઓ વિશે વિસ્તૃત વર્ણન જણાવ્યું હતું.
આઇપીએસ પ્રેમસુખ દેલુ નો જન્મ રાજસ્થાનના બીકાનેર જિલ્લા ના ગામ રાસીસરમાં થયો હતો. તે તેમના ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાના છે. તેમના પિતા ખેડૂત હતા, કેમ કે તેમની પાસે ખેતી કરીને ઘરનું ગુજરાન ચલાવવા માટે પૂરતી જમીન નહોતી. તેથી, તે ઊંટ ની ગાડીઓ પણ ચલાવતા હતા.આઈપીએસ પ્રેમસુખ કહે છે,
“હું નાનપણથી જ મારા પિતાને અભ્યાસની સાથે મદદ કરતો હતો. પ્રાણીઓ માટે ઘાસચારો લાવવાનો હોય કે તેમની સાથે ઊંટ ની ગાડી ચલાવવી હોય કે ખેતીમાં મદદ કરવાની હોય.
બાળપણ મુશ્કેલીઓથી ભરેલું હતું
આઈ.પી.એસ. પ્રેમસુખે ગામની સરકારી શાળામાંથી દસમુ ધોરણ પાસ કર્યું હતું. પ્રેમસુખ નાનપણથી જ ભણવામાં ખૂબ સારા હતા. તે કહે છે, “ભલે મારા માતાપિતા ભણેલા ન હતા, પરંતુ ભણતર પ્રત્યેની મારી રુચિ જોઈને તેઓ હંમેશા મને ભણવાની પ્રેરણા આપતા હતા.” તેમણે જણાવ્યું હતું કે અમુક સમયે પૈસાની અછતને કારણે પુસ્તકો અને ચોપડા પણ સમયસર આવી શકતા નહોતા. તે કહે છે, “હું હંમેશા મારા પિતાને ખૂબ જ મહેનત કરતા જોતો હતો. તે મારી જરૂરિયાતો પર ધ્યાન ન આપતાં, મારા અભ્યાસ માટે જરૂરી પુસ્તકો અને વસ્તુઓ લાવતા હતા. તેમની મહેનત, બલિદાન અને મારા પ્રત્યેના પ્રેમને જોઈને મેં સરકારી નોકરી લેવાનું નક્કી કર્યું હતું. ”
10માં ધોરણ પછી તેમને બિકાનેરની ડુંગર કોલેજમાંથી બાયોલોજીમાં ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી. ચિકિત્સા ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઇચ્છાને કારણે, તે તબીબી પ્રવેશ પરીક્ષા માટે પણ હાજર રહ્યા હતા, જેમાં તેમને સફળતા મળી નહી. પરંતુ, કદાચ તેમાં પણ કંઈક સારુ થવાનું હશે.ત્યારબાદ, તેમણે બીકાનેરની મહારાજ ગંગાસિંહ યુનિવર્સિટીમાંથી બી.એ. હિસ્ટ્રી ઇન ગ્રેજ્યુએશન વિષયમાં તે ગોલ્ડ મેડલિસ્ટ થયાં.તેમના ઘર નાં સંજોગો સારા ન હોવા છતાં તેમણે ક્યારેય હાર માની નહતી. તે કહે છે, “મેં ક્યારેય કશું વિચારી ને નથી કર્યું . મારે માત્ર મારા ઘર ની પરિસ્થિતિ ને સારી બનાવવી હતી. “
ઘણી પરીક્ષાઓ પાસ કરી
તેમની પ્રથમ નોકરી 2010 માં બિકાનેરના એક ગામમાં પટવારી તરીકે ની હતી.પરંતુ આ તેમની યાત્રાની માત્ર શરૂઆત હતી. તે જ વર્ષે, તેમણે રાજસ્થાનમાં ગ્રામ સેવક પદ માટેની પરીક્ષામાં રાજ્યમાં બીજો ક્રમ મેળવ્યો. મદદનીશ જેલરનાં સ્થાન માટેની પરીક્ષામાં તેણે સમગ્ર રાજસ્થાનમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેમણે વર્ષ 2011 માં બી.એડ કર્યું હતું અને તે પછી તે પણ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકની પરીક્ષામાં પાસ થયા હતા. કેટલાક દિવસો સુધી તે બિકાનેરના કટારિયાસર ગામમાં શાળાના શિક્ષક તરીકે પણ કામ કરતા હતા.
તે કહે છે કે “હું હજી પણ ગામના બાળકો સાથે જોડાયેલો છું. મને એ જોઈને આનંદ થાય છે કે આજે ગામના ઘણા બાળકો સરકારી નોકરી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ” આઈપીએસ પ્રેમસુખે NET અને TET ની પરીક્ષા પણ પાસ કરી છે. નેટની પરીક્ષા ક્લીયર કર્યા પછી, તેમણે કેટલાક સમય માટે કોલેજમાં લેક્ચરર તરીકે પણ કામ કર્યું.તેઓ લેક્ચરર હતા ત્યારે તેમણે રાજ્ય સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી. ત્યારબાદ તે મહેસૂલ સેવામાં જોડાયા અને તેમને તહસીલદાર તરીકેની કામગીરી શરૂ કરી. પરંતુ, પ્રેમસુખે તે પછી પણ અભ્યાસની યાત્રા ચાલુ રાખી. તે કહે છે, “પરિવારના સભ્યો કહેતા હતા, હવે આ પૂરતું થઈ ગયું છે, પરંતુ મારે ખૂબ આગળ જવું હતું .”
લક્ષ્ય સુધી પહોંચવાનું બાકી હતું
અજમેરમાં તહસિલદાર તરીકે ફરજ બજાવતા તેમને યુપીએસસી જેવી કઠિન પરીક્ષાઓની તૈયારી શરૂ કરી હતી. તે કહે છે, “નોકરી સાથે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ મુશ્કેલ હતું, પરંતુ મેં કોઈ પણ સમય બગાડ્યો નથી.” નાનપણથી જ અધ્યાયમાં ટોપ કરનાર આઈપીએસ પ્રેમસુખે આ તમામ પરીક્ષાઓ કોઈ પણ કોચિંગ વિના પાસ કરી છે.
અંતે, યુપીએસસી 2015 ની પરીક્ષામાં, તેમણે 170મો રેન્ક મેળવ્યો અને હિન્દી માધ્યમ દ્વારા સફળ ઉમેદવારોની યાદીમાં ત્રીજા સ્થાને રહ્યા. પોતાની મહેનતથી પ્રેમેસુખ 2016 ની બેચના આઈપીએસ અધિકારી બન્યા.
આઈપીએસ પ્રેમસુખની પહેલી પોસ્ટિંગ એએસપી તરીકે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં થઈ હતી.તે કહે છે, “મારા માટે સફળતાનો મંત્ર એ છે કે તમે વધુ મહેનત કરતા રહો.” હાલમાં પ્રેમસુખ અમદાવાદના ઝોન 7 ના ડીસીપી છે. તે અગાઉ અમરેલી જિલ્લામાં પણ એએસપી રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2019 માં એકવાર નહીં પણ બે વાર ગુજરાત પોલીસનું પ્રતિનિધિત્વ કર્યું છે.
ગુજરાતમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાયેલ એકતા પરેડમાં તેમણે’ પરેડ કમાન્ડેન્ટ’ની ભૂમિકા નિભાવી હતી.
તે કહે છે, “મારી આપેલી દરેક પરીક્ષા અને નોકરીથી હું ઘણું શીખ્યો છું. પટવારીનું પદ સંભાળતાં મને જમીન વિવાદથી સંબંધિત માહિતી મળી. શાળા અને કોલેજમાં ભણતી વખતે, હું સામાન્ય લોકોના જીવનની સમસ્યાઓ જાણી શક્યો.
તેમણે એમ કહીને સમાપન કર્યું કે ,“મારા પિતા હંમેશાં જીવનમાં કંઈક સારું કરવાનું કહેતા. આજે હું ખુશ છું કે હું મારા કામમાં લોકોને મદદ કરી શકું છું. ”
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “જેને પોતાના જીવનમાં ખેતી કરી, ઊંટ ગાડી પણ ચલાવી અને મહેનત કરીને આઈપીએસ અધિકારી બની ઈતિહાસ બદલ્યો ”