‘સુખની આશ સૌ કોઈને હોય છે, દુઃખ જતાવવામાં કોઈ પાછીપાની કરતુ નથી’ આ દુનિયાનું સૌથી સત્ય વાક્ય છે. કારણ કે, માણસ કોઇપણ હોય તેને હંમેશા સુખ-સમૃદ્ધિ-વૈભવ થાય એવા જ સુખની જરૂર હોય છે. એ સુખને મેળવવા માટે વ્યક્તિ કોઇપણ એક્શન લેવા માટે તૈયાર થઇ જાય છે. સુખી બનવા માટે માણસના જીવન પર અમુક વસ્તુ અને તેના ગુણની અસર હોય છે. એ વસ્તુમાં ‘ચાંદી’ પણ શામેલ છે. જો ઘરમાં ચાંદીની અમુક પ્રકારની વસ્તુઓ રાખવામાં આવે તો સુખ-સમૃદ્ધિના સ્વાગત માટેના દ્વાર ખોલી શકાય છે. ચાલો, વધુ માહિતી જોઈએ આગળ..,

ચાંદીની કઈ વસ્તુ ઘરમાં રાખવાથી ફાયદો થાય છે?
- ચાંદીની એક ગોળી, જે આખી શુદ્ધ ચાંદીમાંથી બનેલ હોવી જોઈએ, એ પર્સમાં રાખવાથી નિકટના સંબંધોમાં મીઠાશ છવાયેલી રહે છે. આ ચાંદીની ગોળી નેગેટીવ એનર્જીને દૂર રાખે છે.

- અમુક લોકોનો અભ્યાસ પણ સારો હોય છે છતાં પણ નોકરી મેળવવા માટે મોટી જહેમત ઉઠાવવી પડે છે. જે લોકોને નોકરી મેળવવામાં તકલીફ પડતી હોય તેને ચાંદીનો નાનો ચોરસ ટુકડો ખિસ્સામાં રાખવો જોઈએ. આ ટુકડાથી નોકરી મેળવવામાં સાનુકુળતા રહે છે.

- કોઈ વ્યક્તિને લગ્નમાં રૂકાવટ આવતી હોય અથવા લગ્નનો યોગ ન બનતો હોય તેને ચાંદીની વીંટી, કડું કે ચેન પહેરવાથી આ તકલીફને દૂર કરી શકાય છે.

- વેપાર-ધંધાની વાત કરીએ તો, વેપારમાં સમૃદ્ધિ જોઈતી હોય તો ઘરમાં અથવા ઓફીસમાં ચાંદીનો હાથી રાખવાથી સારો એવો ફાયદો થાય છે. વેપારમાં નુકસાન થવાની સંભાવના બહુ ઓછી થઇ જાય છે.

- રાહુ કે કેતુનો પ્રકોપ હોય તો, ઘરમાં ચાંદીનો એક ગ્લાસ રાખવો. આ ગ્લાસ વડે પાણી પીવાથી રાહુ અને કેતુના પ્રકોપને ઓછો કરી શકાય છે.

- ચાંદીનો સિક્કો હોય તો તેને પણ તિજોરીમાં પૂજન કરીને રાખવો જોઈએ, જે પૈસાની વારેવારે પડતી અછતને દૂર કરે છે.

- ચાંદીની ટબુડીમાં નાના બાળકને પાણી પીવડાવાથી બાળકના સ્વાસ્થ્યમાં ફાયદો થાય છે.
આ ચાંદીની એવી સામાન્ય વસ્તુઓ છે; જે સામાન્ય વર્ગના લોકો પણ ખરીદી શકે છે અને તેના ઉપયોગથી જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવી શકાય છે. આમ તો અહીં જણાવેલા ઉપાયો સામાન્ય છે પણ તેને ફોલો કરવાથી માનવ જીવનની તકલીફને દૂર કરી શકાય છે. તમે પણ આ ઉપાયને અજમાવી શકો છો અને સમૃદ્ધિનું સ્વાગત કરી શકો છો.

‘સમસ્યા’ – શબ્દ જયારે સમસ્યા ખુદની માથે ચકરાવો લઇ રહી હોય ત્યારે બહુ મોટો લાગે છે. એ પહેલા જ જીવનની ગતિવિધિમાં થોડા ઉપાયો અજમાવી લેવામાં આવે તો જીવનને મધુરતાભર્યું બનાવી શકાય છે. આ માહિતીને તમારા નજીકના સગા-સંબંધી અને મિત્રો સાથે પણ શેયર કરો. કદાચ તમારી શેયર કરેલી માહિતી કોઈને કામ આવી જાય!!
આવી જ રોચક માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં. ગુજરાતીઓનું એકમાત્ર ગુજરાતી પેજ – ફક્ત ગુજરાતી…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel