ભારત માં ઘણા પ્રકાર ના ફળો મળે છે. પણ એમાંથી કેટલાક વિશે આપણ ને જાણકારી નથી હોતી. આજે તમને એવા જ ફળો વિશે જણાવીશું.
બાળપણ થી આપણે એવું સાંભળતા આવ્યા છીએ કે સીજનલ ફળ આપણાં સ્વાસ્થ્ય માંટે ખૂબ જ સારા. સીજનલ ફળ ને આપણી ડાયટ માં શામેલ કરવા ખૂબ જ જરુરી છે. કારણકે તેના લીધે આપણને પ્રોટીન અને મિનરલ મળે છે. પણ શું તમે જાણો છો કે ભારત માં એવા પણ ફળ છે જેના નામ આપણે જાણતા નથી. ઘણા લોકો એ તે જોયા તો હશે પણ તેના વિશે જાણતા નહીં હોય.
આજે તમને એવા ફળ વિશે જણાવીશું જે ભારત માં મળે છે. અને અહીજ ઉગાડવામાં આવે છે. આ ફળો ને જોઈને તમને સારું પણ લાગશે.
સ્ટાર ફ્રૂટ
- આ ફ્રૂટ ને હિન્દી માં કમરક પણ કહે છે તે ઓવેલ શેપ માં પણ હોય છે અને તેનો ઉપર નો હિસ્સો વેક્સ ના જેવો હોય છે.
- આ ફળ નું પલ્પ ખૂબ રસદાર હોય છે તે થોડું ખાટું હોય છે.
- પણ તે પાક્યા પછી મીઠું લાગે છે. આમ તો તે ખાટું મીઠું લાગતું હોય છે.
- તે પશ્ચિમ બંગાળ થી લઈ ને દક્ષિણ ભારત સુધી બહુતાયાત માં મળી આવે છે.
- ભારત અને ઔસ્ટ્રેલિયા માં તેનું શાક બનાવી ને પણ ખાવામાં આવે છે. અને તેમાંથી અથાણું, જેમ પણ બને છે.
ફલસા
- કદાચ આ ફળ વિશે તમે સાંભળ્યું હશે. Grewia asiatica નામનું આ ફળ ભારત ના ઘણા હિસ્સા માં મળે છે.
- તેનો ટેસ્ટ થોડો થોડો વાઇન જેવો લાગે છે. અને તે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ના કેટલાક હિસ્સા માં જોવા મળે છે.
- તે થોડું થોડું એસીડીક હોય છે.
- આ ફળ શરીર ને ઠંડુ કરે છે. શરૂઆત માં તે લીલું અને પછી રીંગણ કલર નું હોય છે.
- તે શરબત અને અથાણાં માંટે ખૂબ જ ઉપયુકત છે .
- ઉત્તર ભારત માં ગરમી થી રાહત મળે તે માંટે ખાવા માં આવે છે. તેને કાચું પણ ખાવા માં આવે છે.
- આ ફળ માં ઘણા ચિકિતસ્ય ગુણો હોય છે. અને તેને ઘા પર પણ લગાવી શકાય છે.
લોટકા
- આ ફળ ને લાગસત,લાંગજોન,લોંગકોંક વગેરે નામ થી પણ ઓળખવા માં આવે છે. તેને ભારત, શ્રીલંકા મ્યાનમાર,કમ્બોડિયા,હવાઈ વગેરે જેવી જગ્યા પર મળી રહે છે.
- તે ફળ લાઇટ યેલ્લો કલર નું હોય છે અને તેના છોતરાં પર થોડા થોડા કાંટા હોય છે.
- તેનો સ્વાદ ખાટો મીઠો હોય છે. અને તે ખૂબ જ જયુસી હોય છે જેમ કે લીચી.
- તે સિરપ બનાવા માં પણ એટલું જ ઉપયોગી છે.
- દેશી ઈલાજ ની વાત કરીએ લોટકા વૃક્ષ ની છાલ ને ડાયેરિયા માં ખૂબ જ સારું રહે છે.
- મેંગોસ્ટીન
- આ ફળ ભલે વિદેશી, પણ છે ભારતીય અને તેના ઘણા ફાયદા છે.
- આ દક્ષિણ ભારત માં જોવા માં આવે છે. વધુ પ્રમાણ માં તે નિલગિરી હિલ્સ, કેરલ વગેરે માં પણ જોવા મળે છે.
- તે એક ટ્રોપિકલ ફળ છે. જએની સાઇઝ નાની નારંગી ની જેમ હોય છે.
- તેની સ્કીન રીંગણ ના કલર ની હોય છે. તેનો પલ્પ સફેદ રંગ નો હોય છે.
- તેને મેંગોસ્ટીન એ માંટે કહેવા માં આવે છે કારણકે તેનો સ્વાદ થોડો થોડો કેરી જેવો હોય છે.
- આ ફળ થાઈલેન્ડ નું નેશનલ ફળ છે. પણ તેને દક્ષિણ ભારત માં તેને 18 મી સદી માં ઉગાડવા માં આવે છે.
ટારગોલા કે તાલ
- આ એક ફળ પામ ફ્રૂટ ની જેમ હોય છે જે ગુચ્છા માં ઊગે છે. આ ફળ નું ટેક્ષચર નારિયેળ જેવુ હોય છે. અને બહાર થી તે બ્રાઉન રંગ નું હોય છે.
- આ ફળ ને છોલવામાં આવે તો તેમા ત્રણ ચાર જેલી જેવા બીજ નીકળે છે. જેમને સોફ્ટ યેલ્લો સ્કીન હોય છે.
- તેનું ટેક્ષચર નારિયેળ અને લીચી નું મિક્ષ્ચર હોય છે.
- તેને કેટલીક જગ્યા પર દારૂ તાડી બનાવા માટે પણ થાય છે.
- તે મોટાભાગે તમિલનાડુ,આંધ્રપ્રદેશ,મહારાષ્ટ્ર ગોવા અને કેરલ માં થાય છે.
- તમે ચાહો તો આ ફળો ને જરૂર થી ખાવ.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team