આપણે દરેક આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે અનેક ઉપાયો કરતા હોઈએ છીએ. ખાસ કરી ખાવા પીવામાં ખુબ જ કાળજી રાખતા હોઈએ છીએ. ચા પીને તંદુરસ્તી જળવાશે તેવી વાયકા વચ્ચે ચામાં આદુ, તુલસી સહિતના આરોગ્યવર્ધક પદાર્થો નાખવામાં આવે છે. પરંતુ નવા સંશોધન મુજબ જો ચામાં લસણ પણ નાખવામાં આવે તો વધુ ફાયદો થઈ શકે છે. આજે અમે તમને ચા માં લસણ નાખી પીવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશું, જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે.
આપને જણાવી દઈએ કે લસણમાં સ્વાસ્થ્યને તરોતાજા રાખતા અનેક ગુણધર્મો હોય છે. ગુજરાતમાં લગભગ દરેક રસોડામાં લસણનો ઉપયોગ તો હોય તેવું જોવા મળે છે. શાક સહિતની વાનગીમાં લસણ નાખવામાં આવે છે પરંતુ જો ચામાં પણ લસણ નાખવામાં આવે તો ફાયદો થાય છે. ખાલી પેટે લસણ ખાઈને એક ગલાસ પાણી પીવામાં આવે તો સ્વાસ્થ્ય ટનાટન રહે છે. લસણની ચા પીવાથી મેટાબોલીઝમ વધે છે અને પાંચન તંત્રને ફાયદો થાય છે.
હૃદય રોગમાં લસણની ચા પીવાથી હાર્ટ એટેક થવાની શકયતા ઘટી જાય છે. આ ઉપરાંત શરીરમાં બ્લડ સકર્યુલેશન વધે છે. કોલેસ્ટ્રોલમાં ફાયદો થાય છે. શરીરમાં રહેલા ટોકસીકને ગાર્લીક ટીની મદદથી બહાર કાઢી શકાય છે. શરીરનું વજન ઘટાડવા માટે પણ ગાર્લીક ટી મહત્વની સાબીત થઈ જાય છે. નોંધનીય છે કે, લસણની ચા પીવાથી વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિ કુદકે ને ભુસ્કે વધે છે, કોલેસ્ટ્રોલમાં પણ ફાયદો થાય છે. ઉપરાંત ઈન્ફેકશનથી થતાં રોગ સામે પણ લસણની ચા ફાયદો કરે છે. આ ઉપરાંત બ્લડ સુગરની તકલીફ હોય તો પણ લસણની ચા પીવાથી તેમાં રાહત મળતી હોવાનું સંશોધકોનું કહેવું છે.
લસણની ચા બનાવવાની રીત
લસણની ચા બનાવવાની પ્રક્રિયા એકદમ સરળ છે. ત્રણ કપ પાણી લઈ તેને ઉકાળો, ત્રણ-ચાર લસણની કળી લઈ તેના કટકા કરો. ઉકાળેલા પાણીમાં કટકા નાખો, ત્રણ થી ચાર મિનિટ ઉકળવા દો, ગેસ બંધ કરી ચાને ગાળી લો. તેમાં લીંબુનો રસ અને મધ ઉમેરો. આ ચામાં આદુ પણ નાખી શકાય. આ ચાને લાંબા સમય સુધી સંગ્રહિને જરૂર મુજબ ગરમ કરીને ગમે ત્યારે પી શકાય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team