જો તમે પ્રેગનેન્સીમાં ઉલટી અને ચક્કર ના લીધે પરેશાન થઈ ગયા છો તો એક વખત આ આયુર્વેદિક ઉપચારો ને જરૂર થી અપનાવીને જુઓ
માતા બનવું એક સ્ત્રી માટે સામાન્ય વાત નથી, આ દરમિયાન આપણા શરીરમાં ઘણા પ્રકારના હોર્મોનલ બદલાવ આવે છે અને તેના કારણે મહિલાઓને ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થાય છે અને આ સમસ્યાઓમાંથી બહાર આવવું તેમની માટે આસાન હોતું નથી ઉદાહરણ તરીકે પહેલા ત્રણ મહિનામાં મહિલાને ઊલટી થવી અથવા ઉબકા અને ચક્કર આવવા જેવી ઘણી પ્રકારની સમસ્યાઓ થાય છે જેના કારણે મહિલાના આહાર પર ઘણી ઊંડી અસર પડે છે.
ખરેખર તો, ગર્ભધારણ પછી મહિલાના શરીરમાં હોર્મોનનો સ્ત્રાવ સો ગણો વધુ વધી જાય છે એટલું જ નહીં એવા અમુક હોર્મોન પણ હોય છે જે મહિલાને ડાયજેસ્ટીવ ટ્રેકના મસલ્સને પણ કમજોર કરી નાખે છે જેનાથી તેમને ખાવાનું પચાવવામાં પણ સમસ્યા થાય છે. અને તેના કારણે વારંવાર ઉલટી થાય છે તેની સાથે જ ખાલી પેટ હોવાથી ગેસની સમસ્યા પણ વધી શકે છે અને મહિલાને કમજોરી બળતરા અથવા તો ચક્કર જેવી સમસ્યા પણ થાય છે.જો તમને પણ ગર્ભધારણ નાં શરૂઆતના મહિનામાં આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરો છો તો ચાલો આજે હું વુમન હેલ્થ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર નેહા વસિષ્ઠ તમને અમુક આયુર્વેદિક ઉપાય જણાવી રહી છે જેને અપનાવીને તમે આ સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકો છો.
રાત્રે પલાળેલા સુકામેવા
રાત્રે એક વાટકીમાં 5 બદામ, 4 દ્રાક્ષ, 2 અંજીર અને 2 અખરોટ પલાળીને રાખો અને બીજે દિવસે સવારે તેને ચાવી-ચાવીને ખાવા અને પાણી પીવો, આ એક કાર્બોહાઇડ્રેટ ડાયેટ છે. અને તે આયુર્વેદિક ઉપાયને અપનાવવાથી તમને ચક્કર આવવાની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઇ જશે અને તમને રાહત મળશે.
પીવો આદુનો રસ
જો તમે વારંવાર થતી ઉલટી ના કારણે હેરાન થઈ ગયા છો તો તેવામાં તમે સવારે ઉઠીને એક ચમચી આદુના રસનું સેવન કરી શકો છો. આ રસનું સેવન તમારે ખાલી પેટ જ કરવું પડશે જો તમે સવારે પલાળેલાં સુકામેવા ખાવ છો તો આદુના રસનું સેવન લગભગ અડધા એક કલાક પછી કરો.
લીલા ધાણા છે ગુણકારી
ડોક્ટર નિશા જણાવે છે કે લીલા ધાણા નું પાણી અથવા તો લીલા ધાણાને ચાવીને ખાવાથી તમને પ્રેગ્નન્સી દરમિયાન થતી ઉલટી અને ચક્કર ની સમસ્યાને ઘણી હદ સુધી ઓછી કરી શકો છો. તમે ગમે તે રૂપમાં કાચા લીલા ધાણાનો અવશ્ય સેવન કરો.
લીંબુનો રસ લો
જો તમને ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં વારંવાર ગભરામણ થવી અથવા તો ઊલટી જવાની ફરિયાદ હોય તો તમે તેવામાં આ ઉપાયને અપનાવો લીંબુનો રસ તમને વારંવાર થતી ગભરામણની સમસ્યા માંથી મુક્તિ અપાવશે અને તેની માટે તમે થોડો લીંબુનો રસ લઈને તેમાં સંચળ અને ખાંડ ઉમેરી લો. ત્યારબાદ તમે દિવસમાં કોઇપણ સમયે તેનું સેવન કરી શકો છો.તેનાથી તમને ખૂબ જ જલ્દી આ સમસ્યામાંથી રાહત મળશે.
નારિયેળપાણી છે ગુણકારી
આમ તો નારિયેળ પાણી નાના બાળકોથી લઈને ઘરડા વ્યક્તિ સુધી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે પરંતુ તે ગર્ભવતી મહિલાઓ માટે રામબાણની જેમ કાર્ય કરે છે. તેના મહત્વનો અંદાજો તે જ વાત પર લગાવવામાં આવે છે કે તેને મધર મિલ્ક નો દરજ્જો આપવામાં આવ્યો છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને ઉલટી, ઉબકા અને ચક્કર આવે ત્યારે જરૂરથી નારિયેળ પાણી પીવું જોઈએ. તે સિવાય નારિયેળ પાણીમાં લીંબુનો રસ નાખીને પણ ખાઈ શકાય છે. ત્યાં જ તમારે એક આખો ગ્લાસ નારિયેળ પાણી પીવું જોઈએ નહીં. તે સિવાય તમે દર દસ મિનિટે થોડું થોડું પીશો તો તમને તેનો લાભ વધુ મળશે.
અમે આશા રાખીએ છીએ કે આયુર્વેદિક ઉપચાર તમારી ગર્ભાવસ્થાને વધુ આસાન બનાવવા માટે મદદ કરશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team