આજકાલની મોર્ડન લાઇફ સ્ટાઇલમાં મહિલાઓ સુંદર દેખાવ માટે મેકઅપ કરતી જોવા મળે છે, અને મેકઅપ કરવાથી સુંદર દેખાવની સાથે-સાથે કોન્ફિડન્ટ પણ એટલો જ આવે છે. આપણને મેકઅપ કરતાં જોઈને નાના બાળકોને પણ તેનો શોખ જાગે છે, ત્યાં જ બાળકો પણ મેકઅપ કરવા લાગે છે. આપણે બાળકોને ઓછી ઉંમરમાં મેકઅપ કરવા દઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે નાની ઉંમરમાં મેકઅપ કરવાથી બાળકોને ઘણા બધા નુકશાન હોઈ શકે છે અને આ વિષય ઉપર અમે ડર્મેટોલૉજિસ્ટ ડોક્ટર અતુલ જૈન સાથે વાત કરી અને તેમણે અમને જણાવ્યું કે બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી નોર્મલ સ્કિન ઉપર એક્ને અને એલર્જી જેવી સમસ્યા ઊભી થઈ શકે છે, એવામાં બાળકોની ત્વચા માટે તે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. તો આવો જાણીએ મેકઅપ કેવી રીતે બાળકોની ત્વચાના ડેમેજ કરી શકે છે.
ત્વચા ડેમેજ થવી
બ્યુટી પ્રોડક્ટ્સમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કેમિકલ બાળકોની નરમ અને મુલાયમ ત્વચાને ડૅમેજ કરે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર મેકઅપ મેચ્યોર સ્કિન માટે બનાવવામાં આવે છે ત્યાં જ બાળકોની ત્વચાનો વિકાસ થતો હોય છે તે જ કારણે કેમિકલ તેમની ત્વચા ઉપર વધુ નુકસાન પહોંચાડી શકે છે.
ટિપ્સ : જો તમારી દીકરી મેકઅપ કરવા માટે વધુ જીદ કરે છે તો મેકઅપ કરતાં પહેલાં ચહેરા ઉપર બેબી મોઈશ્ચરાઈઝર લગાવવું. તેનાથી તમારી દીકરીની ત્વચા હાઈડ્રેટ રહેશે અને ત્વચાને ઓછું નુકસાન થશે.
પિમ્પલ્સ
બાળકોની ત્વચા નરમ મુલાયમ અને નાજુક હોય છે. નાની ઉંમરમાં ત્વચા ઉપર મેકઅપ કરવાથી તે ત્વચાની અંદર જઈને ત્વચાને ડેમેજ કરી શકે છે. જેના કારણે ત્વચા ખેંચાઈ શકે છે અને તેની સાથે ત્વચા ઉપર પિમ્પલ પણ થઈ શકે છે. ઓછી ઉંમરમાં પિમ્પલ્સ થવાથી તેમની ત્વચા થઈ શકે છે.
ટિપ્સ : બાળકોને વધુ મેકઅપ પ્રોડક્ટ યુઝ કરવા દેવા જોઈએ નહીં ખાસ કરીને તેમના ચહેરા ઉપર ફાઉન્ડેશન અને કન્સીલર જેવા પ્રોડક્ટનો ઉપયોગ કરશો નહીં.
ડ્રાય ત્વચા
ઘણી વખત ઘરમાં બેઠેલા બ્યુટી પ્રોડક્ટ તમારા બાળકની ત્વચાને અનુસાર ન પણ હોય તો તમારી ઓળખ અને ચહેરા ઉપર લગાવે છે તો ત્વચા વધુ ડ્રાય થઈ શકે છે અને તે સિવાય ત્વચા ઉપર લાલાશ પણ આવી શકે છે. એક્સપર્ટ એ જણાવ્યું છે જે અમુક કેસમાં ઇરિટેશન અને ખંજવાળ જેવી સમસ્યાઓ પણ ઉભી થઇ શકે છે.
ટિપ્સ : તમારી દીકરી ના ચહેરા ઉપર મોઈશ્ચરાઈઝર લગાવો તેનાથી ત્વચામાં મુલાયમતા આવશે.
ત્વચાની એલર્જી
બાળકોની ત્વચા ખૂબ જ નરમ અને ગ્લોઇંગ હોય છે એવામાં ચહેરા ઉપર ફાઉન્ડેશન અને કન્સિલર લગાવવાથી ત્વચાના છિદ્રો બંધ થઈ જાય છે, જેનાથી ત્વચાની એલર્જી થવાની સંભાવના ઘણા હદ સુધી વધી શકે છે. બાળકોના મોં ઉપર મેકઅપ વધુ વાપરવાથી ચહેરા ઉપર નાના નાના લાલ દાણા પણ ઉપસી શકે છે.
ટિપ્સ : ચહેરા ઉપર ફાઉન્ડેશન ની જગ્યાએ મૉઇસ્ચરાઇઝર અથવા તો બેબી ક્રીમ નો ઉપયોગ કરો.
બાળકોને આપો યોગ્ય જ્ઞાન
નાના બાળકો વધુ મેકઅપ કરવા જોઇએ નહીં કારણ કે તેમની ત્વચા મુલાયમ હોય છે અને તેની ઉપર મેકઅપની કોઇ જરૂર હોતી નથી, બાળકોને મેકઅપ ની શરૂઆત કાજલ, લિપસ્ટિક, આઈ લાઈનર, અને મોઈશ્ચરાઈઝરથી કરવી જોઈએ, તે સિવાય અન્ય પ્રોડક્ટની ચહેરા ઉપર લગાવવાથી દૂર રહેવું જોઈએ.
- ત્વચા ઇન્ફેક્શનથી બચવાના ઉપાય
- ત્વચા ઉપર કોઈપણ પ્રોડક્ટ અને લગાવતા પહેલા એક વખત પેચ ટેસ્ટ જરૂર કરવો જોઈએ.
- મેકઅપ કરતા પહેલાં બાળકોની ત્વચા પર મોઇશ્ચરાઇઝર જરૂરથી લગાવો.
- ચહેરા ઉપર વધુ મેકઅપની લેયર નો ઉપયોગ ના કરો.
- મેકઅપ ને ચહેરા ઉપર બે-ત્રણ કલાક સુધી જ રાખવો જોઈએ.
- ચહેરા ઉપર લાગેલા મેકઅપને ક્લિનઝરથી સાફ કરવો જોઈએ.
- કોઈપણ મેકઅપ પ્રોડક્ટમાં ગંદી સ્મેલ આવી રહી છે તો તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે તે પ્રોડક્ટમાં વધુ કેમિકલ હોઈ શકે છે.
- વધુ ગરમ જગ્યા ઉપર મેકઅપ પ્રોડક્ટ મૂકવા જોઈએ નહીં.
બાળકોને મેકઅપ કરવાથી રોકવું એટલી આસાન વાત નથી, એવામાં તમે તેમને ઓછામાં ઓછો મેકઅપ લગાવવા આપો અને એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેમના ચહેરા ઉપર વધુ મેકઅપની લેયર ન હોય.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team