“પવનતનય સંકટ હરણ, મંગલ મૂર્તિ રૂપ…
રામ લખન સીતા સહિત હૃદય બસહૂ સૂર ભૂપ..”
જેમનાં હ્રદયમાં રામ બિરાજે છે અને રામ હ્રદયમાં જેમનું અનેરું સ્થાન છે, એવા સંકટમોચન હનુમાન દાદાની જય હો!
સમગ્ર ભારતમાં ઠેર ઠેર હનુમાન દાદાના મંદિરો છે. ખોબા જેવડું ગામ હોય પણ તેમાં હનુમાન દાદાની નાનકડી ડેરી તો હશે જ. દર મંગળવારે અને શનિવારે હનુમાન મંદિરો પર તેલ અને આંકડો ચડાવવા ભક્તોની ભીડ ઉમટે છે.
હનુમાન દાદાનો મહિમા અપરંપાર છે. તેમનાં અનેક મંદિરો પૈકી આજે એવા એક મંદિરની વાત કરીએ જ્યાં કષ્ટભંજન હાજરાહજૂર છે. આ મંદિરની વિશેષતા જાણીને આપ સૌ આશ્ચર્યમાં પડી જશો!
ભારતમાં હનુમાનજીનું એક એવું મંદિર આવેલું છે જ્યાં જતાં જ તૂટેલા હાડકા સાજા થઈ જાય છે! માનવામાં ન આવે તેવી આ વાત છે, મધ્ય પ્રદેશના જબલપુર જીલ્લાના મોહાસ ગામ ખાતે આવેલા હનુમાન મંદિરની.
આજે વર્ષોથી આ મંદિરમાં તૂટેલા હાડકા સાજા થઈ જાય તેવી માન્યતા છે. દરરોજ આ મંદિરમાં અનેક દર્દીઓ આવે છે અને મારૂતિ નંદનના દર્શન કરીને દર્દમાં રાહત અનુભવે છે.
દર મંગળવારે અને શનિવારે ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે. દર્દીઓ મંદિરમાં આવે પછી તેમને હનુમાનજીના દર્શન કરીને , આંખો બંધ કરી રામ નામ લેવાનું કહેવામાં આવે છે અને પછી મંદિરના પૂજારીઓ તેમને એક જડીબુટ્ટી આપે છે.
ઘણાં દર્દીઓનું કહેવું છે કે હનુમાનજીની ક્રુપાથી તેમના તૂટેલા હાડકા સાજા થઈ ગયા. ઘણાં દર્દીઓને અહીં સ્ટ્રેચર ઉપર કે ખભે ઉપાડીને લઈ આવવામાં આવે છે. ભક્તોની હનુમાનજી ઉપર અપાર શ્રદ્ધા છે.
આ મંદિરની ખાસિયત જમીને મોટા મોટા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી જાય છે. ઘણાં દર્દીઓએ ટૂટેલા હાડકાંની કોઈ પણ સારવાર ન કરાવી હોય છતાં મંદિરે આવ્યા પછી હાડકા સાજા થવાના કિસ્સાઓ છે.
આ ચમત્કારીક હનુમાન મંદિરની કહાની ખરેખર વિસ્મયમાં નાખી દે તેવી છે!
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.
લેખક – Payal Joshi
આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.