જો તમે મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરતા હોય કે, “સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપો” તો એક જગ્યા તમને જણાવી દઈએ કે અહીં માત્ર એક કામ કરવાથી મનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. માનવામાં આવે છે કે, અહીં લટકેલા થાંભલાઓની નીચેથી એક કપડું પસાર કરતાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળે છે. આ વાતની જાણકારી અહીં રહેતા લોકો આપે છે તેથી તો આ મંદિરે લોકો દેશના ખૂણે-ખૂણેથી લોકો આવે છે.

જો તમે મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરતા હોય કે, “સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપો” તો એક જગ્યા તમને જણાવી દઈએ કે અહીં માત્ર એક કામ કરવાથી મનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. માનવામાં આવે છે કે, અહીં લટકેલા થાંભલાઓની નીચેથી એક કપડું પસાર કરતાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળે છે. આ વાતની જાણકારી અહીં રહેતા લોકો આપે છે તેથી તો આ મંદિરે લોકો દેશના ખૂણે-ખૂણેથી લોકો આવે છે.

આ આર્ટીકલને અંત સુધી વાંચજો એટલે તમને માહિતી સરળ શબ્દોમાં મળી જશે. એક એવું મંદિર જ્યાં થાંભલાઓ પર મંદિર ઊભું છે પણ એક થાંભલો(સ્તંભ) જમીનને અડક્યા વગર ઉભો છે. એ થાંભલા નીચેથી જો એક કપડું પસાર કરી લઈએ તો પરિવારમાં સુખ-સમૃદ્ધિની કૂંપળ ફૂટી નીકળે છે.

દક્ષિણ ભારતના મહત્વના મંદિરોમાંનું “લેપાક્ષી મંદિર” પોતાના જૂનાપૂરાણા ઇતિહાસ માટે પ્રખ્યાત છે. આ મંદિરનું લોકેશન આંધ્રપ્રદેશનાં અનંતપુર જીલ્લામાં છે. આ મંદિરની ખાસિયતને કારણે તેને “હેંગિંગ પિલર ટેમ્પલ” પણ કહેવાય છે. મંદિર કુલ ૭૦ થાંભલાઓ ઉપર ઊભું છે, એટલે કે સંપૂર્ણ મંદિરને ટેકો આપવા માટે ૭૦ થાંભલા(સ્તંભ)ની રચના કરવામાં આવી છે.
ફરી એમાં એક થાંભલો એવો છે કે જે જમીનને અડકતો નથી અને હવામાં લટકે છે. તમામ થાંભલા પોતાના સ્થાન પર અડીખમ છે. જ્યારે એક થાંભલો હવામાં લટકે છે, એવી વાત કોઈને કરવામાં આવે તો ચક્કર આવી ગયા હોય એવું લાગે. પરંતુ આ એક સત્ય છે. કદાચ તમને તસવીર જોઈને જ સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે.

આ મંદિરમાં એન્જિનિયરિંગની કમાલ થઇ હોય એવું સત્ય છે. વર્ષોથી એક થાંભલો હવામાં લટકે છે. તે રહસ્ય જાણવા માટે બ્રિટિશ એન્જિનિયરે પણ પ્રયત્ન કરેલ. પણ તેના હાથમાં કઈ જ લાગ્યું નહીં. આખા મંદિરમાંનો એક થાંભલો(સ્તંભ) એવો છે કે, જે જમીન સાથે સંપર્કમાં નથી માત્ર હવામાં લટકે છે.

શ્રદ્ધા સાથે આવતા ભક્તોનું માનવું છે કે આ થાંભલા નીચેથી એક કપડું પસાર કરીએ તો પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. સાથે મનની બધી જ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. જુના-પુરાણા મંદિરની અદ્દભુત કારીગરી છે એવું પણ કહી શકાય. આ મંદિરનો સંબંધ રામાયણ કાળ સાથેનો છે. વિરભદ્રને સમર્પિત આ મંદિર આજે લોકોમાં વધુ જાણીતું બન્યું છે. ઉપરાંત શિવના અર્ધનારેશ્વર, કંકાલમૂર્તિ, દક્ષિણમૂર્તિ અને ત્રિપુરારેશ્વરરૂપ પણ સ્થિત છે. અહીંની દેવીને “ભદ્રકાલી” કહેવામાં આવે છે.

સોળ સદીમાં આ મંદિરનું નિર્માણ થયું ત્યારથી લઇ આજ સુધી આ મંદિરનો મહિમા દિન-પ્રતિદિન વધતો ગયો છે. આજે આ મંદિરમાં બનતી અદભુત ઘટનાને કારણે દૂર-દૂરથી અહીં ભગવાનના દર્શનાર્થે ભક્તો આવે છે. જે પોતાનું સંકટ દૂર કરીને જાય છે. મંદિરનું નિર્માણ વિજયનગરી શૈલીમાં કરવામાં આવ્યું છે. આ મંદિરમાં એક પદ્મચિન્હ છે, જે કહેવાય છે કે સીતા માતાનું છે.
ખરેખર ભારતની સંસ્કૃતિ વર્ષો પુરાણી છે તેની વાતો સાંભળીએ તો જણાય કે જૂના સમયમાં “વિજ્ઞાન” ભલે વિકસિત થયું ન હોય પણ લોકોમાં “જ્ઞાન” તો હતું જ.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
#Author : Ravi Gohel