આજકાલના આ મોડર્ન જમાના માં બધા જ ફેશન અને સ્ટાઇલ માટે પોતાના દેખાવ માં નવા-નવા પ્રયોગ કરતા હોય છે અને આ બધા માં સૌથી વધારે પ્રયોગ કરાય છે વાળ માં. અલગ-અલગ હેર સ્ટાઇલ તો જાણે હર કોઈની જરૂરત બની રહી છે અને આના સિવાય જાતજાતના હેર કલર્સ પણ લોકોના મન લોભાવે છે કેમ કે આ આજકાલની ફેશન બની ગઈ છે.
પરંતુ ફેશનની આ રેસમાં આનાથી થતા વાળના નુકશાનને લોકો ઘણીવાર નજર અંદાઝ કરે છે અને એના કારણે, સમય પહેલા વાળ સફેદ થવા, બરછટ થવા અને ખરવા લાગે છે. પરંતુ એવું થાય કે જો તમે વાળને કલર પણ કરી શકો અને વાળને કોઈ નુકશાન પણ ન થાય તો? હા, એવું બની શકે છે.
આજે આ લેખન દ્વારા અમે તમને કહી રહ્યા છીએ કે કેવી રીતે તમારા વાળને કુદરતી કલર કરીને તમે એક નવો લુક પામી શકો અને તમારા વાળને કાંઈ નુકશાન પણ ન થાય.
મેહેંદી
વાળ કલર કરવાની આ એક સામાન્ય અને સારી રીત છે. તમેં મેહેંદી પાવડર અથવા મેહેંદીના પાંદડા ને પીસીને એમાં થોડા લીંબુના રસના ટીપા અને પાણી નાખી પેસ્ટ બનાવી લ્યો, અને પછી થોડા કલાક વાળમાં લગાડી ધોઈ લ્યો. આનાથી તમારા વાળ ફક્ત ચમકશે નહિ પરંતુ સાથે-સાથે તમારા વાળ હલકા નારંગી રંગ જેવા દેખાશે. હીનાને ખુબજ સારૂ કુદરતી કંડીશનર પણ ગણવામાં આવે છે.
ગાજર અને બીટરૂટ પણ ઉપયોગી છે

કોફી
જો તમે તમારા વાળને ચોકલેટી રંગ કરવા ઇચ્છેતા હોય તો મેહેંદીમા કોફી ભેળવીને અથવા કોફીનો ઉકાળો બનાવીને પણ લગાડી શકો છો. આનાથી વાળમાં વધારે સારો રંગ ચઢશે
લીંબુ પણ છે અસરકારક
તમે ચાહો તો લીંબુનો રસ પણ તમારા વાળમાં લગાડી શકો છો. એનાથી ફક્ત ખોડો જાય છે એવું નથી પણ તમારા વાળ હળવા કથ્થઈ રંગના પણ થઇ જશે. વાળ કોઈપણ સ્ત્રીની સુંદરતાને વધારે છે અને જો એના વાળનો સારો રંગ હોય તો તે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાડે છે.
ALL IMAGE CREDITS : GOOGLE IMAGE
આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI