કદાચ તમને સ્પાનો મતલબ ખબર હશે પણ હેર સ્પાનો અર્થ ખબર ન હોય એવું બની શકે. માત્ર રૂપિયા ૩૭ માં હેર સ્પા ટ્રીટમેન્ટ કરો અને રીયલ સ્પા જેવો અનેરો અહેસાસ મેળવો. ચાલો કેવી રીતે આ શક્ય છે અને તમારે શું કરવાનું છે એ પણ જણાવી દઈએ…
સૌ પ્રથમ આ હેર સ્પા શા માટે કરવું જોઈએ એ પણ યાદ રાખી લો.
શરીરની સાર સંભાળ રાખવામાં આવે તો શરીર યંગ દેખાય છે, જેમાં વાળનો પણ એક અગત્યનો રોલ છે. વાળ ઉપરથી કોઇપણ વ્યક્તિની ઉંમરનો અંદાજો લગાવી શકાય છે. વાળ એકદમ યંગ દેખાશે તો ઉંમરથી પણ યંગ દેખાય શકીએ છીએ. ‘એ માટે જરૂરી છે વાળની સંભાળ લેવી.’

આજના લેખમાં તમને માત્ર રૂપિયા ૩૭ માં હેર સ્પા કરી શકો એવી પદ્ધતિ જણાવવી છે. તો આપ સૌને વિનંતી છે કે આ લેખને અંત સુધી વાંચજો અને મિત્રો સાથે શેયર કરજો જેથી અન્યને પણ માહિતી મળી રહે.
શું શક્ય છે ફક્ત ૩૭ રૂપિયામાં હેર સ્પા?
જી હા, બિલકુલ શક્ય છે. આટલા ઓછા રૂપિયામાં પણ તમે હેર સ્પા કરી શકો છો અને વાળને એકદમ મુલાયમ બનાવી શકો છો. વાળને ચમકદાર બનાવવા કે વાળને સિલ્કી બનાવવા માટે બજારમાં મળતા એવા મોંઘા અને બ્રાન્ડેડ કોસ્મેટીકસ વાપરવાને બદલે તમને માત્ર ૩૭ રૂપિયામાં બનતા આ હેર સ્પા ટ્રાય કરી શકો છો.

શું છે આ ૩૭ રૂપિયામાં થતું હેર સ્પા?
શું તમે વાળની સમસ્યાથી પરેશાન છો? શું તમે શું તમે અનેક કોસ્મેટીક આઇટેમ યુઝ કરીને થાક્યા છો? શું તમને કોઈ દેશી કે વિલાયતી વસ્તુઓ અસર નથી કરતી? આવા પ્રશ્નોથી તમે પરેશાન થઇ ગયા હોય તો આ હેર સ્પા તમને અતિ ફાયદો કરાવશે.
(૧) સૌ પ્રથમ તમે કેળામાંથી બનાવેલા હેર સ્પાનો યુઝ કરો શકો છો. કેળાને મીક્ષરમાં સહેજ મધ અને પાણી ઉમેરીને ઘટ્ટ મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને વાળ પર લગાવતા પહેલા વાળને સારી રીતે સાફ કરી લેવા જરૂરી છે. ખાસ કે આ હેર સ્પાના ઉપયોગ પછી અન્ય કોઈ ચીજનો ઉપયોગ કરશો નહીં.

આ હેર પેકને અડધા કલાક માટે વાળ પર લગાવીને રાખો, ત્યાર બાદ વાળને ગરમ પાણી વડે બરાબર ધોઈ નાખો અને ઉપરથી સહેજ લીંબુનો રસ લગાવો. આ પદ્ધતિથી વાળને સારા રાખવામાં મદદ મળશે અને એકદમ નજીવી કિંમતમાં હેર પેક રેડ્ડી કરી શકો છો.

(૨) જો વાળમાં ખોડાની સમસ્યા હોય તો કેળાનું હેર પેક લગાવ્યા પહેલા વાળમાં ખાટું દહીં લગાડવું, જે વાળમાં રહેલી ગંદકીને દૂર કરશે અને સાથે ખોડાની સમસ્યા પણ દૂર કરશે. દહીં લગાડ્યા પછી વાળને માત્ર પાણી વડે ધોઈ નાખો અને ત્યાર બાદ કેળાનું હેર પેક લગાડવું.

અઠવાડિયામાં બે વખત આ હેર પેકનો ઉપયોગ કરો. આ હેર પેકની એક ખાસીયત એ છે કે આ હેર પેક જરાપણ આડઅસર નહીં કરે. તો ટ્રાય ઈટ…
અવનવી માહિતી જાણવા માટે ફક્ત ગુજરાતી ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો. અહીં તમને નવી માહિતીનો ખજાનો મળતો રહેશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel