શિયાળામાં ઘણા લોકો વાળ મા થતાં ખોડા ની ફરિયાદ કરે છે. આ ઋતુ માં વાળ મા ખોડો થવો એ જેટલી સામાન્ય સમસ્યા છે તેટલું જ મુશ્કેલ આ સમસ્યા થી પૂરેપૂરો છુટકારો મેળવવો છે. તેવામાં આ સમસ્યા થી પૂરેપૂરો છુટકારો મેળવવા માટે ઘરેલુ નુસ્ખા ઓ કરી શકો છો.
લીંબુ
Image source
લીંબુ ચામડી ની સફાઈ થી લઈ ને વજન ઘટાડવા સુધી મા ખૂબ જ કામ આવે છે. એટલું જ નહી તમે લીંબુ નો ઉપયોગ ખોડા ને દૂર કરવામાં પણ કરી શકો છો.તેમાં રહેલું સાઈટ્રિક એસિડ એક સારું કલિન્સર છે.એના માટે સૌથી પહેલા વાળ ભીના કરી એક લીંબુ ના રસ ને ખોપરી ની ઉપર ની ચામડી પર સારી રીતે લગાવી તેને પાચ મિનિટ માટે વાળ પર લગાવેલું છોડી દો.થોડી વાર પછી વાળ ને પાણી થી ધોઈ નાખો. અઠવાડિયા માં બે વાર વાળ ને લીંબુ લગાવીને ખોડા ની સમસ્યા દૂર થઈ જશે.
મેથી
Image source
મેથી ના સેવન થી શરીર ની ઘણી તકલીફો ને સારી કરવામાં મદદ કરે છે. મેથી દાણા માં રહેલ પ્રોટીન અને એમિનો એસીડ વાળ ને સ્વસ્થ બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. મેથી ના દાણા નું સેવન કરવાથી વાળ જડમુળ માંથી મજબૂત બને છે અને ખોડા થી છુટકારો મળે છે. આમાં હાજર લેસિથીન નામનું રસાયણ વાળ ને મજબૂત કરવાનું કામ કરે છે.
ખાવાનો સોડા
Image source
ખોડો દૂર કરવામાં ખાવાના સોડા નો પણ ઉપયોગ થાય છે. આનું મિશ્રણ બનાવવા માટે એક ચમચી ખાવાના સોડા માં થોડું પાણી નાખી ને મિશ્રણ બનાવી લો. આ મિશ્રણ ને વાળ ના મૂળ માં લગાવો. ત્રણ મિનિટ પછી વાળ ધોઈ લો. અઠવાડિયામાં એક વાર આ મિશ્રણ નો ઉપયોગ કરવાથી તમે ખોડા થી છુટકારો મેળવી શકો છો.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team