પ્રદૂષણને લીધે ત્વચાના રોગો સાથે જોડાયેલી સમસ્યાઓ વધી રહી છે. દરેક ઉંમરના લોકો ચામડીના રોગોથી પરેશાન છે. તેમાં મોટાભાગના રોગો જાણકારીના અભાવને લીધે થાય છે. એવા વિકારો કે ચેપ જે માનવ ત્વચાને અસર કરે છે, તેને ચર્મ રોગ કહેવાય છે. ચર્મરોગના લક્ષણો અને ગંભીરતામાં ઘણી ભિન્નતા છે. તે અસ્થાયી કે સ્થાયી હોવાની સાથે પીડારહિત કે પીડાયુક્ત બંને પ્રકારના હોઈ શકે છે. બજારમાં મળતી ક્રીમમાં સ્ટેરોઈડ હોય છે જે ચેપને થોડા સમય માટે દબાવી દે છે પરંતુ તેનો ઈલાજ કરતા નથી. તમારી જાતે કોઈ દવા ન લો.
ત્વચા સંબંધિત કેટલાક રોગો છે જે પરસેવાના કારણે થાય છે. ઉદાહરણ તરીકે, જાંઘ અને બગલ વગેરેમાં પરસેવો એકઠો થવાને લીધે, ગંદકી અને ફૂગ થવા લાગે છે. શરૂઆતમાં, કાળાશ, લાલાશ, ખીલ અથવા ફોલ્લીઓ થઈ જાય છે. ત્યાર પછી ખંજવાળ, એલર્જી ખંજવાળની સમસ્યાઓ શરૂ થાય છે. પરસેવો થવાથી અળાયું અને ફોડલીઓ પણ થઈ શકે છે. પરસેવાવાળી જગ્યાને સુકી રાખો અને વારંવાર પાઉડર વગેરે લગાવતા રહો.
હેર કલર કરાવનારા લોકોને ત્વચાના રોગો અને સૂર્યની એલર્જીનું જોખમ વધારે રહે છે. થાઇરોઇડમાં ત્વચા શુષ્ક અને પાતળી થઈ જાય છે. હેર કલર માં પેરાફિનાઇલ ડાયમિન તત્વ હોય છે,તેનાથી પણ સૂર્યપ્રકાશથી એલર્જીનું જોખમ વધે છે. ત્વચા પર ફોલ્લીઓ અને ખંજવાળ આવે છે. સૂર્યપ્રકાશ ટાળો. સૂર્યપ્રકાશમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણો અને પ્રદૂષણથી એલર્જી થવી એ સૌથી સામાન્ય સમસ્યા છે. આને કારણે ત્વચા પર કરચલીઓ ઝડપથી આવવા લાગે છે અને ચહેરાની ચમક પણ જતી રહે છે. તડકામાં બહાર નીકળતાં પહેલાં, સૂર્યપ્રકાશને અટકાવવાનાં પગલાં લો. પુષ્કળ પાણી પીવું. સ્વચ્છ કપડાં પહેરો. સવાર-સાંજ સ્નાન કરો. બીજાના કપડા પહેરશો નહીં.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team