
ચોમાસા દરમિયાન વાળની સંભાળ રાખવા માટે શું કરવું જોઈએ? ઘણા લોકોને આ વિશેનું જ્ઞાન હોતું નથી પરંતુ એ માટે આ લેખ તમારી મદદ કરી શકે છે. જો તમે પણ ચોમાસાની સીઝનમાં બગડતા વાળ અને વાળની ચમક ઓછી થવાથી સમસ્યાથી પરેશાન હોય તો આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

શા માટે ચોમાસામાં વાળ ખરાબ થઇ જાય છે?
ચોમાસામાં અચાનક વરસાદમાં પલળવું પડતું હોય છે ત્યારે માથાના વાળમાં ગંદકી હોય તો એ પણ વાળને ખરાબ કરી શકે છે. સાથે વાળમાં ખોડાનું પ્રમાણ હોય તો એ પણ એક કારણ બને છે કે વાળની ચમક ઓછી થાય અને વાળને ખરાબ કરી શકે છે.
ચોમાસામાં વાળને ખરાબ થતા અટકાવવા માટે શું કરવું જોઈએ
સૌ પ્રથમ ચોમાસા દરમિયાન વાળમાં તેલ નાખવાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ એ ખાસ યાદ રાખવા જેવું છે. ઉપરાંત વધુ કેમિકલયુક્ત શેમ્પુ પણ વાળને ચોમાસાની સીઝનમાં ખરાબ કરી શકે છે.
જો ખોડો હોય તો વાળમાં વારેવારે કંડીશનર કરવું હિતાવહ નથી. લાંબા સમયે આ એક એવું કારણ બને છે જેને લીધે વાળની ચમક ઓછી થઇ શકે છે.

ઘરે જ વાળની સંભાળ રાખવા માટે શું કરવું જોઈએ?
ઘરે ઘણા એવા ઉપાયને અજમાવી શકાય છે, જેને લીધે વાળને રેશમ જેવા સિલ્કી અને ચમકીલા રાખી શકાય છે. એ માટે અઠવાડિયામાં એકવાર વાળ માટે બે કલાક જેવો સમય આપવો જોઈએ.
દહીંમાં થોડું લીંબુ ઉમેરીને વાળમાં લગાડવાથી ખોડાની સમસ્યા દૂર થાય છે.

ગુલાબજળ અને એલોવેરાની પેસ્ટ બનાવી વાળને સાફ કાર્ય બાદ વ્યવસ્થિતરીતે મસાજ કરી ફરી વાળને સાફ કરી નાખો.
મહિનામાં એક વખત માથામાં મહેંદી પણ લગાડી શકાય છે, પણ અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મહેંદી કેમિકલયુક્ત ન હોવી જોઈએ અને નેચરલ મહેંદીની પેસ્ટ બનાવવી. અમુક ઉંમર પછી વાળને ડાય કરવા કરતા તેના ઓરીજીનલ કલરમાં રહેવા દઈએ એ જ સારૂ ગણાય.

ખાસ તો માથાને સારી રીતે સાફ કરવું જરૂરી છે. નહાતી વખતે માથામાં બાકી રહી જતો સાબુ કે શેમ્પુ પણ વાળ ખરાબ થવાની શક્યતાને વધારે છે. ચોમાસામાં વધુ ચીકાશવાળા તેલનો ઉપયોગ ન કરવો જોઈએ. સાથે વાળના જેલ કે અન્ય કોઈ પદાર્થ ન લગાડવા જોઈએ.
આમ, જોઈએ તો કોઇપણ વ્યક્તિની ઉંમરનો સરવાળો જાણવા માટે વાળનો કલર ખરા અર્થમાં કામ કરે છે અને એ સાથે સમજદારી ભર્યા માણસની પણ નિશાની બને છે.

અહીં જણાવેલી ટીપ્સને ફોલો કરવાથી અને થોડી તકેદારી રાખવાથી ચોમાસાની સીઝનમાં પણ વાળને ખરાબ થતા અટકાવી શકાય છે અને એથી વિશેષ વાળની ચમક જાળવી શકાય છે.
મજેદાર બ્યુટી ટીપ્સ જાણવા માટે “ફક્ત ગુજરાતી” ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં અને મિત્રો સાથે પણ શેયર કરજો.
Author : Ravi Gohel