વધતી ઉમરે પણ હાડકાં રહેશે મજબૂત, નિયમિત ભોજનમાં રાખો આ વાતોનું ધ્યાન.

હાડકાં આપણાં શરીરનો આધાર હોય છે. આપણાં હાડકાં જેટલા મજબૂત હશે આપણું શરીર એટલું જ સ્ટ્રોંગ થશે. પણ જો હાડકાં નબળા થઈ જાય તો આપણું શરીર પણ નબળું થઈ જાય છે. એટલે જરૂરી છે કે આપણે હાડકાંને મજબૂત રાખીએ અને તેની માટે જરૂરી બધા પોષકતત્વોનું સેવન કરીએ. જો તમે પણ હાડકાંને મજબૂત બનાવવા માંગો છો તો તમારે કેટલીક વસ્તુઓનું નિયમિત સેવન કરવું જોઈએ.

હાડકાંને મજબૂત બનાવવા માટે આપણે કેલ્શિયમની સાથે સાથે વિટામિન ડી, પ્રોટીન અને બીજા પણ કેટલાક પોષકતત્વોનું સેવન કરવું જરૂરી છે. ત્યારે જ તમારા હાડકાં મજબૂત થશે. તો તેના માટે આ ખાદ્ય પદાર્થોનું સેવન કરો.

કેલ્શિયમ : કેલ્શિયમની કમીને પૂરી કરવા માટે તમે રોજિંદા ભોજનમાં દૂધ, બદામ, ચોખા, સોયા મિલ્ક, બ્રોકોલી, સાલમન માછલી, લીલા પાંદડાવાળા શાકભાજી, ફ્રૂટનું સેવન કરી શકો છો. આ બધાના નિયમિત સેવનથી તમારા હાડકાં માટે પૂરતું વિટામિન તમને મળી રહેશે. આ સિવાય તમે ડેરી પ્રોડક્ટનો પણ સારો ઉપયોગ કરી શકો છો.

વિટામિન ડી : અનેક પોષકતત્વોની જેમ વિટામિન ડી પણ શરીર માટે ખૂબ ઉપયોગી છે, વિટામિન પણ આપણાં હાડકાંને મજબૂત કરે છે અને તેને મેળવવા માટે આપણે દરરોજ 20 થી 25 મિનિટ તાપમાં બેસવું જોઈએ. બની શકે તો તમે સવારના કુમળા તાપમાં બેસી શકો છો. તેમાંથી ઘણા ગુણ મળે છે.

પ્રોટીન : પ્રોટીન મેળવવા માટે આપણે કોળુંના બીજ, મગફળી, ટોફુ, જામફળ અને ઝીંગા વગેરેનું સેવન કરવું જોઈએ. આ સાથે જ હાડકાં મજબૂત કરવા માટે આપણે મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ લેવું જોઈએ. તેમાં તમે પાલક, સોયાબીન વગેરે વસ્તુઓનો સામેલ કરી શકો છો. વિટામિન સી, કે અને એ પણ આપણાં શરીર માટે ખૂબ જરૂરી હોય છે. તે તમને ટામેટાં, ગાજર, લીલા શાકભાજી, બદામ, કાજુ વગેરે જેવી વસ્તુઓ ખાવાથી મળે છે. પોષકતત્વોનું સેવન કરવાથી આપણાં શરીરમાં બધા પોષકતત્વોનું પ્રમાણ બરાબર રહે છે.

આ બધી વસ્તુઓનું સેવન કરવાથી હાડકાં તો મજબૂત થાય જ છે આ સાથે શરીરની બીજી ઘણી તકલીફો હોય છે જેમાંથી તમને રાહત મળશે. આ દરેક વસ્તુઓ કોઈપણ ખાઈ શકે છે. નાના બાળકો માટે પણ આ વસ્તુઓ ખાવી યોગ્ય રહેશે. તેના સેવનથી તમને કોઈપણ નુકશાન થશે નહીં. હવે તમને બીજી કેટલીક ડિટેલ સમજાવીએ.

જે મિત્રો ડેરી પ્રોડક્ટ કે પછી પનીર જેવી વસ્તુઓ નથી ખાઈ શકતા તેમની માટે પાલક, ડુંગળી, મેથી, ફુલાવર અને બ્રોકોલી જેવી શાકભાજી છે તેમાં ઘણા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. પાલકમાંથી વિટામિન કે પણ મળે છે.

નટ્સ બદામ, મગફળીમાં પોટેશિયમ હોય છે જે મૂત્ર દ્વારા કેલ્શિયમની થતી કમીને રોકવામાં મદદ કરે છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે હાડકાંને નબળા કરવાની સંભાવના ઘટાડી દે છે અને હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે. આ સાથે તમે સૂકા આલુ પણ ખાઈ શકો છો, મહિલાઓ માટે આ આલુ ખાવા ખૂબ જરૂરી છે. જે શરીરના કેલ્શિયમની કમીને પૂરી કરે છે.

જો તમને કેળાં ખાવા પસંદ હોય તો તમે દરરોજ એક કેળું પણ ખાઈ શકો છો.

Leave a Comment