ગુજરાત ભારતના પશ્ચિમ માં આવેલા દેશના મુખ્ય રાજ્ય માંથી એક છે. ગુજરાત ઘણા સ્થાપત્ય ચમત્કારોનું ઘર છે. જે પોતાની જીવન સંસ્કૃતિ, સમૃદ્ધ વિરાસત, પ્રાકૃતિક પરિદ્શ્ય અને સ્વાદિષ્ટ ભોજનની સાથે સાથે ધાર્મિક સ્થળ અને પ્રખ્યાત મંદિર માટે પણ જાણીતું છે. ગુજરાતના પ્રખ્યાત મંદિરો માત્ર ભક્તિસ્થળ નથી, પરંતુ વાસ્તુ ચમત્કાર છે, જે ભૂતકાળમાં રાજ્યની ભવ્યતા રજૂ કરે છે. જો તમે તમારા પરિવાર કે મિત્રો સાથે ફરવા માટે ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળને શોધી રહ્યા છો, તો તમે નીચે આપવામાં આવેલા ગુજરાતના પ્રખ્યાત મંદિરોનો પ્રવાસ કરી શકો છો જે ભક્તોની સાથે સાથે દેશ – વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે.
તો ચાલો આ લેખમાં અમે ગુજરાતના પ્રખ્યાત મંદિર અને તીર્થ સ્થળ વિશે વિસ્તારમાં જણાવીએ જેમણે તેમની સ્થાપત્ય શૈલી અને માન્યતાઓને કારણે આખા દેશમાં ખ્યાતિ મેળવી છે.
ગુજરાતના ૧૫ મુખ્ય મંદિરો – સુંદર ધાર્મિક સ્થળો
૧. સોમનાથ મંદિર, સોમનાથ
ગુજરાતના પશ્ચિમી સમુદ્ર પર સૌરાષ્ટ્રમાં વેરાવળ બંદરગાહની પાસે પ્રભાસ પાટણમાં આવેલુ સોમનાથ મંદિર ગુજરાતના પ્રખ્યાત મંદિરમાંથી એક છે. ભગવાન શિવજી ને સમર્પિત આ મંદિર ભારતમાં સ્થાપિત ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરોમાંથી પહેલું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે, જે કારણે આ મંદિરે ગુજરાત અને ભારતની સાથે સાથે આખા વિશ્વમાં નામના મેળવી છે. માનવામાં આવે છે આ પ્રાચીન મંદિરને તે સમયે મહમૂદ ગજનવી સહિત વિવિધ મુસ્લિમ આક્રમણકારો અને પોર્ટુગીઝો દ્વારા ઘણી વાર લૂંટવામાં આવ્યું અને તોડી પાડવામાં આવ્યું હતું.
હાલના સાત માળના મંદિરની સ્થાપના વર્ષ ૧૯૫૦ માં સરદાર વલ્લભભાઇ પટેલની રખેવાળી નીચે થઈ હતી, જેને ચાલુક્ય શૈલીમાં બાંધવામાં આવી હતી, અને તેનું સંચાલન શ્રી સૌરાષ્ટ્ર ટ્રષ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રખ્યાત હિંદુ વાસ્તુકળા ને કારણે સોમનાથ મંદિરને ગુજરાતના સૌથી ભવ્ય મંદિરમાંથી એક માનવામાં આવે છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે.
૨. દ્વારકાધીશ મંદિર, દ્વારકા –
“દ્વારકાધીશ મંદિર” ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. જેને જગત મંદિર અને ત્રિલોક સુંદર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરને ગુજરાતના પ્રાચીન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ૨૫૦૦ વર્ષથી વધુ જૂનું છે જ્યારે મંદિરની હાલની રચના ૧૫મી અને ૧૬મી ની આસપાસ બનાવવામાં આવી હતી. ગોમતી નદી અને અરબ સાગર ના સંગમ પર આવેલુ, દ્વારકાધીશ મંદિર ૫ માળમાં બલુઆ પત્થરમાં બાંધવામાં આવ્યુ છે, જેમાં ૬૦ સ્તંભ છે અને આશ્ચર્યજનક અદભૂત અજાયબી છે. મંદિરના મુખ્ય દ્વારને ‘ મોક્ષ દ્વાર ‘ તરીકે ઓળખવામાં આવે છે, બીજી બાજુ દક્ષિણ દ્વારને ‘ સ્વર્ગ દ્વાર ‘ તરીકે ઓળખવામાં આવે છે.
આ મંદિર હિંદુ ધર્મમાં વખણાયેલી ચારધામ યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેના કારણે દર વર્ષે લાખોની સંખ્યામા શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકધીશના દર્શન કરવા આવે છે. તેથી જે પણ શ્રદ્ધાળુ અને પ્રવાસી ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળો શોધી રહ્યા છે, તેને ગુજરાતના પ્રખ્યાત મંદિર દ્વારકધીશ મંદિરના દર્શન માટે જરૂર મુલાકાત લેવી જોઈએ.
૩.અક્ષરધામ મંદિર, ગાંધીનગર –
“અક્ષરધામ મંદિર ” ગુજરાતના મુખ્ય તીર્થ સ્થળમાંથી એક છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિર ભગવાન સ્વામિારાયણને સમર્પિત છે, જેને બીએપીએસ સ્વામિનારયણ સંસ્થા દ્વારા બનાવામાં આવ્યુ છે. તમને જાણીને આશ્ચર્ય થઈ શકે છે કે,આ મંદિર બાંધવામાં લગભગ ૧૩ વર્ષ લાગી ગયા અને ૩૦ ઓક્ટોમ્બર, ૧૯૯૨ ના દિવસે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. અક્ષરધામ મંદિર ૨૩ એકર કેમ્પસમાં સ્થિત છે, જે લગભગ ૧૦૦૦ કુશળ કારીગરો દ્વારા રાજસ્થાનના ૬૦૦૦ મેટ્રિક ટન ગુલાબી બલુઆ પત્થરથી બાંધવામાં આવ્યુ છે.
જયારે પણ તમે અહી આવશો ત્યારે ભગવાન સ્વામિનારાયણની સાથે સાથે હિંદુ દેવી દેવતાઓની ૨૦૦ મૂર્તિઓને પણ જોઈ શકશો, જે ખૂબ જ અદભૂત છે. તેટલુ જ નહીં મંદિરની સુંદર પારંપરિક સંરચના પણ શિલ્પ કૌશલ ના સૌથી પ્રસિદ્ધ ઉદાહરણો માનું એક છે. મંદિર નક્કશીકામ સ્તંભો થી લઈને દીવાલો પર વેદોના શિલાલેખો સુધી, તેની સુંદરતા અને મહત્વ માટે જાણીતું છે.
૪. દાંતા અંબાજી મંદિર –
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલુ ” દાંતા અંબાજી મંદિર ” દુર્ગા માતાનુ પ્રખ્યાત મંદિર છે. અંબાજી મંદિર ભારત દેશના પ્રાચીન મંદિરમાંથી એક છે જે લગભગ ૧૨૦૦ વર્ષ જૂનું છે. મંદિરની ખાસ વાત એ છે કે આ મંદિરના નવીનીકરણનુ કામ ૧૯૭૫ થી શુરૂ થયું હતું અને ત્યારથી લઈને આજ સુધી નવીનીકરણનુ કામ ચાલી રહ્યુ છે. માં ભવાનીના ૫૧ શક્તિપીઠો માંથી એક આ મંદિર પ્રત્યે માં ને ભકતોમાં અપાર શ્રધ્ધા છે. એવુ કહેવામાં આવે છે કે માતા સતીનું હદય અહી પડ્યું, જેનો ઉલ્લેખ તંત્ર ચૂડામાનીમાં કરવામાં આવે છે. જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિરના ગર્ભગૃહમાં કોઈ માતાની મૂર્તિ નથી પરંતુ અહી માતાના પવિત્ર શ્રીયંત્રની પૂજા મુખ્ય રીતે કરવામાં આવે છે.
આ મંદિર શક્તિના ઉપાસકો માટે ભારતના સૌથી મહત્વપૂર્ણ સ્થળો માંથી એક છે જ્યાં દર વર્ષે દેશ – વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ માતાના આશીર્વાદ લેવા માટે આવે છે.
૫. રુક્મિણી મંદિર, દ્વારકા –
” રુક્મિણી મંદિર ” ભગવાન શ્રી કૃષ્ણની પત્ની અને તેમની મૂર્તિ રુક્મિણીને સમર્પિત છે, જે ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક છે. પરંતુ આ મંદિર ઐતિહાસિક દ્રષ્ટિથી વિશાળ નથી, પરંતુ તેમ છતાં આ મંદિરે ગુજરાતના પ્રખ્યાત મંદિરના રૂપમાં નામના મેળવી છે. કહેવામાં આવે છે કે આ પ્રાચીન મંદિર ને ૧૨ મી સદીની આજુબાજુ બાંધવામાં આવ્યુ છે. આ મંદિર તેમની આર્કિટેક્ચરલ કળાનો એક અદભૂત નમૂનો છે, જ્યારે પણ તમે રુક્મિણી મંદિર ફરવા જાવ ત્યારે તમે અહી દેવી રુક્મિણી અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન સાથે સાથે, ભગવાનની સાથે દેવી રુક્મિણીની જુદી જુદી ઘટનાઓનું ચિત્રણ કરતા ભવ્ય ચિત્રોને જોઈ શકશો.
૬. સૂર્ય મંદિર, મોઢેરા –
મોઢેરામાં પુષ્પાવતી નદીના કાંઠે આવેલું ” સૂર્ય મંદિર” ગુજરાતના મુખ્ય મંદિરોમાંથી એક છે. આ મંદિરને તેવી રીતે બનાવવામાં આવ્યુ છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના કિરણો સીધા સૂર્યની મૂર્તિ પર પડે છે, જેના કારણે આ મંદિરને ગુજરાતના સૌથી વધુ જોવામાં આવતા મંદિરમા સ્થાન આપ્યું છે. ભગવાન સૂર્યદેવને સમર્પિત આ મંદિરની સ્થાપના 11 મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવે કરી હતી, જે ગુજરાતના પ્રાચીન મંદિરમાં પણ એક મહત્વનું સ્થાન ધરાવે છે. જણાવી દઈએ કે સૂર્ય કુંડ, સભા મંડપ અને ગુડા મંડપ જેવા ત્રણ ભાગમાં વહેચવામાં આવેલુ છે.
આ મંદિર ભારતનું પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત સ્મારક પણ છે. મંદિરની દિવાલો પર હિંદુ દેવી દેવતાઓની મૂર્તિની સાથે સાથે વિવિધ આકૃતિઓ અને ઉત્કૃષ્ટ કોતરેલા સ્તંભોથી શણગારેલા છે, જે તેને શ્રદ્ધાળુ, પ્રવાસીઓ અને કલાપ્રેમીઓ બધાના ફરવા માટે ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક બનાવે છે.
૭. કાલિકા માતા મંદિર ચાંપાનેર, પાવાગઢ –
ચાંપાનેર-પાવાગઢમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની પાસે આવેલ કાલિકા માતા મંદિર ગુજરાતમાં સૌથી વધુ જોવામાં આવતા મંદિરોમાંથી એક છે. ભારતમાં સ્થાપિત ૫૨ શક્તિપીઠોમાંથી એક કાલિકા માતાનું આ પહાડી મંદિર હિંદુ દેવી કાળી માતાને સમર્પિત છે, જેને મહાન કાળી માતાના નામથી પણ જાણવામાં આવે છે. જે શ્રદ્ધાળુ અને પ્રવાસી તેમની યાત્રા માટે ગુજરાતના પ્રખ્યાત મંદિરો શોધી રહ્યા છે, તે કાલિકા માતાના મંદિરે દર્શન માટે જઈ શકે છે.
આ મંદિર જંગલોની વચ્ચે એક પહાડી પર આવેલું છે. તેથી મંદિર સુધી પહોંચવા માટે દાદરની લાંબી યાત્રા નક્કી કરવી પડે છે. જેવાજ તમે મંદિરમાં પ્રવેશ કરો, ત્યારે સૌથી પહેલા તમને મંદિરના ત્રણ મુખ્ય દેવતાઓના દર્શન થશે અને તે બધાની મધ્યમાં કાલિકા માતાની મૂર્તિ સ્થાપિત છે.
૮. શ્રી શેત્રુંજય મંદિર, પાલીતાણા –
પાલિતાણાના શેત્રુંજયમાં આવેલું ” શ્રી શેત્રુંજય મંદિર ” જૈન સમુદાયના સૌથી પવિત્ર સ્થળોમાંથી એક છે. જેને ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળમાં પણ સમાવેશ કરવામાં આવ્યું છે. લગભગ ૮૬૩ પત્થરોથી બનેલું આ મંદિર ભગવાન ઋષભ દેવને સમર્પિત છે.
જૈન સમુદાયના લોકો માટે આ સ્થળ ખુબજ મહત્વનું છે, જેને ભગવાનનું ઘર માનવામાં આવે છે. જૈન અનુયાયીઓનુ માનવું છે કે આ મંદિરોમાં જવાથી તેને નિર્વાણ કે મોક્ષ મળશે. આ કારણે જૈન શ્રદ્ધાળુની સાથે સાથે બધા ધર્મોના લોકો અહી આવે છે.
૯. જામા મસ્જિદ, અમદાવાદ –
અમદાવાદમાં આવેલ ” જામા મસ્જિદ ” મુસ્લિમ સમુદાયના લોકો માટે ગુજરાતમાં મુખ્ય ધાર્મિક સ્થળમાંથી એક છે. ભારતની સૌથી મોટી મસ્જિદોમાંથી એક જામા મસ્જિદનું નિર્માણ સમ્રાટ સુલતાન અહમદ શાહ દ્વારા ૧૪૨૪ માં કરાવવામાં આવ્યુ હતુ. મુસ્લિમો માટે શ્રદ્ધેય તીર્થ હોવા સિવાય, જામા મસ્જિદમાં અહમદ શાહ તેમના પુત્ર અને તેમના પૌત્રની કબરો પણ છે. આ મસ્જિદમાં હિન્દુ અને મુસ્લિમ વાસ્તુકલા શૈલીઓનું એક સુંદર મિશ્રણ જોવા મળે છે, તે કારણે જ અહી મુસ્લિમ યાત્રાળુઓની સાથે સાથે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહી આવે છે.
ફર્ક નથી પડતો કે તમે ક્યાં ધર્મથી છો પરંતુ જો તમે ગુજરાતમાં પ્રખ્યાત તીર્થ સ્થળની યાત્રા પર છો, તો તમારે જામા મસ્જિદ પર જરૂર જવું જોઈએ કેમકે આ એક એવુ મુસ્લિમ સ્થળ છે જ્યાં બધા ધર્મના લોકોને આવવાની સ્વતંત્રતા છે.
૧૦. ભડકેશ્વર મહાદેવ મંદિર, દ્વારકા –
ભગવાન શિવને સમર્પિત ” ભડકેશ્વર મહાદેવ મંદિર ” ગુજરાતના પ્રાચીન મંદિરમાંથી એક છે, જે લગભગ ૫૦૦૦ વર્ષ જૂનું છે, જેને અરબ સાગરમાં મળી આવેલુ એક સવ્યંભુ શિવલિંગની ચારેબાજુ બનાવવામાં આવ્યુ હતુ. મંદિર દર વર્ષે ચોમાસા દરમિયાન દરિયામાં ડૂબી જાય છે, જેના વિશે કહેવામાં આવે છે કે સાગર લિંગનું અભિષેક કરે છે. આ અસામાન્ય ઘટનાને કારણે ભડકેશ્વર મહાદેવ મંદિરે આખા દેશમાં નામના મેળવી છે.
આમ તો દૈનિક રૂપે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે પરંતુ જો તમે શિવરાત્રી દરમિયાન અહી આવો તો તમને આજ ભીડ હજારોની સંખ્યામાં જોવા મળશે. કેમકે આ પવિત્ર સ્થળ પર શિવરાત્રીને ભવ્યતા અને આનંદ ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે, જેમાં દેશના જુદા જુદા ખૂણામાંથી શ્રદ્ધાળુઓ શામેલ થાય છે.
૧૧. સાંદિપની મંદિર, પોરબંદર –
“સાંદિપની મંદિર ” પોરબંદરમાં આવેલુ છે જે સુદામા અને કૃષ્ણની પવિત્ર મિત્રતા માટે સમર્પિત છે જેને ” શ્રી હરિ મંદિર” ના નામે પણ ઓળખવામાં આવે છે. જે વિશ્વની એવી કેટલીક જગ્યામાંથી એક છે જે આજે પણ સુદામાની નિષ્ઠા અને ભક્તિને જાળવી રાખે છે. મંદિરનું નિર્માણ ૧૯૦૨ અને ૧૯૦૭ દરમિયાન જેઠવા રાજવંશના શ્રી રામ દેવજી જેઠવાએ કરાવ્યું હતુ. જેને બનાવવામાં લગભગ ૧૩ વર્ષ લાગ્યા. જે તીર્થ યાત્રી ગુજરાતના પ્રખ્યાત તીર્થ સ્થળ યાત્રાએ જવાનું વિચારી રહ્યા છે, તેને તેમના ધાર્મિક સ્થળ અને મંદિરોની યાદીમાં સાંદિપની મંદિર અથવા શ્રી હરિ મંદિરનો જરૂર સમાવેશ કરવો જોઈએ.
૧૨. સૂર્ય મંદિર, વડોદરા –
સૂર્ય મંદિર વડોદરાના બોરસદ શહેરમાં આવેલુ છે, જે મુખ્ય રૂપે સૂર્ય દેવતાને સમર્પિત છે. આ મંદિર ભારતમાં સ્થપાયેલા સૌથી પ્રતિષ્ઠિત સૂર્ય મંદિરમાંથી એક છે જેના વિશે લોકોનું માનવુ છે, કે મંદિરમાં આવવાથી મોટામાં મોટા રોગો દૂર થાય છે. તેથી દુનિયાભરના લોકો અને શ્રદ્ધાળુઓ સૂર્ય મંદિરમાં ઉત્સાહથી જાય છે અને તેમની સમૃદ્ધિ અને સ્વસ્થ જીવન માટે પ્રાથના કરે છે. આ મંદિર પાછળનો ઇતિહાસ ઘણો અસ્પષ્ટ પ્રકારનો છે, જેના મુજબ બતાવ્યું છે કે સૂર્ય મંદિર ભગવાનના કહેવાથી બનાવવામાં આવ્યુ છે.
૧૩. શામળાજી મંદિર, અરાવલી –
શામળાજી મંદિર ગુજરાતના દિવ્ય પવિત્ર તીર્થ સ્થળોમાંથી એક છે, જે ગુજરાતમાં હિન્દુઓ વચ્ચે ઘણું પ્રખ્યાત તીર્થ સ્થળ છે. કહેવામાં આવે છે કે મંદિરનું નિર્માણ ૧૧ મી સદીની આસપાસ થયું હતું, જેને લગભગ ૫૦૦ વર્ષ પહેલા ચાલુક્ય શૈલીમાં ફરીથી નિર્માણ કરવામા આવ્યુ છે તેથી આ મંદિર શ્રદ્ધાળુઓની સાથે સાથે કલાપ્રેમીઓને પણ આકર્ષિત કરે છે.
અરાવલી જિલ્લામાં મેશવો નદીના ઉતર પૂર્વમાં વૃક્ષોની પ્રાકૃતિક સુંદરતા ની વચ્ચો વચ આવેલુ શામળાજી મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે, જ્યાં મંદિરમાં કાળા રંગના ગદાધારી શામળાજીની ચાર હાથની પાંચ ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના કરી છે. શામળાજી મંદિરની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓના મતે શામળાજીના યાત્રા અને ભગવાનના દર્શનથી સુખદ આધ્યાત્મિક અનુભવની પ્રાપ્તિ થાય છે. તેથી રાજ્યના જુદા જુદા ખૂણામાંથી મોટી સંખ્યામાં તીર્થ યાત્રીઓ અને પ્રવાસીઓ દ્વારા શામળાજી મંદિરની મુલાકાત લે છે.
૧૪. બાલા હનુમાન મંદિર, જામનગર –
બાલા હનુમાન મંદિર જામનગર મા રણમલ તળાવની દક્ષિણ પૂર્વી કિનારે આવેલુ ભગવાન હનુમાનને સમર્પિત છે. મંદિરમાં ભગવાન હનુમાનજીની સાથે સાથે ભગવાન રામ, ભગવાન લક્ષ્મણ અને દેવી સીતાજીની મૂર્તિઓ પણ સ્થાપેલી છે. ૧ ઓગસ્ટ ૧૯૬૪ માં આ મંદિરમાં કરવામાં આવતા ” શ્રી રામ, જય રામ, જય જય રામ ” ના અવિરત મંત્રને લીધે આ મંદિરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ સુચિબદ્ધ કરાયું છે.
જણાવી દઈએ કે બાલા હનુમાન મંદિર માં થતી સાંજની આરતી દિવસની સૌથી રાહ જોવાતી ધટના છે જેમા અહી આવતા તમામ શ્રદ્ધાળુઓ હાજર રહેવાનો પ્રયત્ન કરે છે. જો તમે પણ ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળોની યાત્રાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો તમારી યાત્રામાં બાલા હનુમાન મંદિર જામનગર જરૂર જાવ અને હા જ્યારે પણ અહી આવો ત્યારે સાંજે થતી આરતીમાં હાજર રહેવાનો પ્રયત્ન જરૂર કરો.
૧૫. કીર્તિ મંદિર, પોરબંદર –
કીર્તિ મંદિર ગુજરાત રાજ્યના પોરબંદરમાં આવેલુ છે. જણાવી દઈએ કે આ મંદિર કોઈ દેવી દેવતાઓને સમર્પિત નથી, પરંતુ આ મંદિર મહાત્મા ગાંધી અને તેની પત્ની કસ્તુરબા ની યાદમાં બનાવવામાં આવ્યુ છે. કીર્તિ મંદિરનું નિર્માણ સ્વતંત્રતા પ્રાપ્તિ પહેલા ઈ.સ. ૧૯૪૪ માં કરવામાં આવ્યુ હતુ.
દેવી દેવતાઓને સમર્પિત ન હોવા છતાં પણ આ મંદિરને ગુજરાતના પ્રખ્યાત મંદિરના રૂપે માન્યતા પ્રાપ્ત કરી છે જ્યાં દર વર્ષે હજારો પ્રવાસીઓ મંદિર મહાત્મા ગાંધી અને તેની પત્ની કસ્તુરબા ના સમ્માન માં અને મહાત્મા ગાંધી સાથે જોડાયેલા ઈતિહાસ વિશે જાણવા માટે આવે છે. આ મંદિરની બાજુમાંજ મહાત્મા ગાંધીના પૂર્વજોનું ઘર આવેલુ છે અને પ્રવાસીઓ મંદિરમાંથી સીધા પૂર્વજોના ઘરમાં પ્રવેશ કરી શકે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team
Dakor Temple and Ganpati Temple at Ganpatpura….not add