વિચારો. જરા વિચારો. મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે અને રજા આવવાની તૈયારી છે. એકસાથે બે-ત્રણ રજા અને પાર્ટનર સાથે સમય પસાર કરવાની જબરી ઈચ્છા છે તો તમે શું કરશો? વાતાવરણ ચારેબાજુ ખુશનુમા છે અને મૂડને રોમેન્ટિક બનાવવામાં પણ વાતાવરણનો જ હાથ છે. પાર્ટનર અને તમે બંને એકસરખા ડગલા માંડીને ચાલી રહ્યા છો, એકબીજાના હાથમાં હાથ છે અને ઉપરથી વરસાદ. છાંટા, આંખને અર્ધી જ ખુલવા માટે મજબૂર કરે છે; પછી જોરદારની વીજળીના કડાકા થયા એટલે વાતાવરણ – પાર્ટનરના ગળે જોરથી ચીપકી જવા માટેની ચેતવણી આપે છે. અહીં જે વર્ણન છે એવું વાતાવરણ લગભગ બધા લોકોને ગમે છે; જે પાર્ટનરના પ્રેમમાં ઊંડી રીતે ડૂબી જવા માટે કાફી છે. પણ આ વાતાવરણનો અનુભવ કરવા માટે જવું ક્યાં? તો ચિંતા ન કરો તમારા આ પ્રશ્નના જવાબ માટે અમે હાજર છીએ. ચાલો, તૈયાર થઇ જાઓ. અહીં જાણીએ ચોમાસ દરમિયાન ક્યાં સ્થળોએ ફરવા માટે જવાય?
1/7 : ગુજરાતમાં પાવાગઢ – Pavagadh

ગુજરાતી લોકો ફરવાના શોખીન હોય અને ખાસ કરીને ચોમાસાની સીઝન એટલે ફરવાની મજામાં રંગત ઉમેરે છે. ગુજરાતમાં વડોદરાથી આગળ પાવાગઢ આવેલું છે. અહીં ડુંગર અને ગાઢ જંગલ વિસ્તાર છે.

ડુંગર ઉપર માતા મહાકાલીનું સ્થાનક છે પણ ત્યાં સુધી પહોંચતા વરસાદી માહોલને ફૂલ ટુ એન્જોય કરી શકાય છે. તો આ સ્થળની યાદી તમે નોંધી લેશો કારણ કે અહીં પડતા નાના-મોટા ઝરણા તમને પ્રફુલ્લિત કરી દેશે.
Address : 54 Km from Vadodara, 1 h 18 min (54.6 km) via Harni – Halol Road
2/7 : સાસણ ગીર – Sasan Gir

આ સ્થળ પણ ચોમાસાની મૌસમમાં અતિ રોમેન્ટિક બની જાય છે. અહીં અભયારણ્ય છે, તો એ જોવાનો આનંદ પણ યાદગાર રહેશે તથા ગીરના જંગલમાં હરિયાળી ભરપૂર માત્રામાં જોવા મળશે. જંગલમાં ફરતા હોય ત્યારે છીછરી એવી નદીઓ આવે છે જેમાં આરામથી નહાવાનો લાભ લઇ શકાય છે. અહીં સામાન્ય રીતે ચોમાસુ મધ્ય જૂનથી શરૂ થઇ અને સપ્ટેમ્બર સુધીનું હોય છે તો હાલનું મૌસમ યોગ્ય કહેવાય. સાથે અંદર ઘણી એવી હોટેલ છે જ્યાં રેસ્ટ કરી શકાય છે અને જંગલની વચ્ચે રહેવાની મોજ લૂંટી શકાય છે.

સામાન્ય રીતે ચોમાસુ મધ્ય જૂનથી શરૂ થઇ અને સપ્ટેમ્બર સુધીનું હોય છે તો હાલનું મૌસમ યોગ્ય કહેવાય. સાથે અંદર ઘણી એવી હોટેલ છે જ્યાં રેસ્ટ કરી શકાય છે અને જંગલની વચ્ચે રહેવાની મોજ લૂંટી શકાય છે.
Address : Sasan Gir, Gujarat
3/7 : સાપુતારા – Saputara

સુરતથી આગળ સાપુતારાની ખૂબસૂરત જગ્યા આવેલી છે. અહીં ચોમાસા દરમિયાન જાવ એટલે જાણે કુદરતના ખોળે રમતા હોય એવું લાગે કારણ કે અહીંના બધા લોકેશન એક કરતા એક ચડીયાતા છે. વરસાદી વાતાવરણમાં આ જગ્યાએ ફરવાની મજા એકદમ અનેરી છે. આ લોકેશન હિલ સ્ટેશન પર આવેલું છે એટલે ઉપરથી નજારો માણવા લાયક હોય છે.
4/7 : તિથલ બીચ – Tithal Beach

વલસાડ જીલ્લામાં તિથલ બીચ આવેલ છે, જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર ગણાય છે. સુરત અને ઉમરગાંઉની વચ્ચેનો આ બીચ વરસાદ આવે ત્યારે કોઇપણને રોમેન્ટિક બનાવી દે છે. વાતાવરણ એકદમ તાજગીભર્યું અને ખુશનુમા હોય છે.

માત્ર અહીં દરિયાઈ મોજાનો આનંદ લેવાથી પણ આખા વર્ષનું ટોનિક મળી જાય છે(પાર્ટનરના હાથમાં હાથ અને આંખમાં આંખ નાખીને સાઈલેન્ટ લવ કરવાની છૂટ છે).
5/7 : રતનમહાલ – Ratanmahal

જેમાં રતનમહાલનો ધોધ, જંગલી પ્રાણીઓ અને પશુઓ તેમજ અવનવી વનસ્પતિઓ નિહાળવીએ એક લ્હાવો છે. એમાં પણ આ જગ્યા ચોમાસા દરમિયાન ખીલી ઉઠે છે, ચારેબાજુ લીલીછમ ચાદર અને ઠંડો માહોલ માણસને દરેક ચિંતામાંથી મુક્ત કરી શકે છે.

દાહોદની અંદર આ સ્થળ આવેલું છે. અહીં રીંછ અભયારણ્ય છે, જેમાં રીંછ અને અન્ય ઘણા પશુ-પક્ષી વસવાટ કરે છે.
6/7 : પોલો ફોરેસ્ટ

હિંમતનગરથી ૭૦-૮૦ કિલોમીટર અને અમદાવાદથી ગણીએ તો ૧૫૦ જેટલું દૂર આવેલું પોલો ફોરેસ્ટ છે. અહીં નદીઓ, ધોધ અને લીલીછમ વનસ્પતિઓનો સુગમસાથ જોવા મળે છે.

એ સાથે અહીંના વાતાવરણમાં એટલે તાજગી અનુભવાય છે કે અહીં કાયમી રહેવા જવાનું મન થાય છે. ફેમેલી સાથે આ સ્થળની મુલાકાત લઇ શકાય છે અને સાથે પ્રિય વ્યક્તિ સાથે પણ ફરવા જેવું લોકેશન છે.