1. દિવ બીચ
દીવ માં ખુબ નાગોઆ બીચ પ્રસિદ્ધ છે, દીવ 100 સ્માર્ટ સિટી માંથી 1 સ્માર્ટ સિટી છે.
2. તિથલ બીચ
ગુજરાતમાં વલસાડના દરિયાકાંઠે તિથલ બીચ આવેલું છે. આ બીચ બ્લેક રેતી માટે વિખ્યાત છે અને તેના બે વિસ્તારોમાં વહેંચાયેલું છે, મોતી દમણ અને દમણગંગા . તિથલ બીચ દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય પ્રવાસન સ્થળ છે.
અહીં તમને ઘણી ખાની-પીણી ની દુકાનો જોવા મળશે।… જેમ કે દાબેલી, ભેલ, ચાટ, સ્વીટ કોર્ન, જ્યૂસ, નાળિયેર પાણી।
3. નારગોલ બીચ
નારગોલ બીચ સુંદર સ્પોટ છે. નારગોલ બીચ પર ખુબ સીંદર લીલા વૃક્ષ અને લીલોતરી જોવા મળશે જે બિચ ની સુંદરતા માં વધારો કરે છે…
4. દ્વારકા બીચ
દ્વારકા હિન્દુ યાત્રાધામ માટે સૌથી વધુ લોકપ્રિય સ્થળ છે, ભગવાન કૃષ્ણનું રાજ્ય હતું જે અહીં મથુરાથી યાદવ વંશ સાથે આવ્યા હતા. દ્વારકાદિ મંદિરની મુલાકાત લેવાનું મુખ્ય કારણ હજારો વર્ષનું મંદિર છે. દ્વારકા થી બેટ દ્વારકા તમે દરિયાઈ માર્ગે બોટ નો આનંદ લેતાl લેતા જાય શકો છો
5. અહમદપુર માંડવી, જુનાગઢ
અહમદપુર માંડવી ગુજરાતના ઓછા જાણીતા રત્નો અને સુંદર દરિયાકિનારો પૈકીનું એક છે. આ સૌરાષ્ટ્રમાં શ્રેષ્ઠ કિનારાઓ પૈકીનું એક છે.
6. જામનગર બીચ
સૌથી નજીકનું બીચ બાલચારી, જામનગર શહેરથી 26 કિ.મી. છે, ત્યાં પિરોટન ટાપુ, મઘી, લગૂન, પોઝિટ્રા, બાબાચડી, વગેરે જોવા માટે ઘણા સ્થળો છે. દરિયા કિનારાના સ્થળોએ જોવાલાયક જામનગરમાં બેદી બંદર છે. મહત્વની વાત એ છે કે કચ્છથી જામનગર સુધી 42 નાના દરિયાકિનારા છે જે દરિયાકાંઠાની સુંદરતામાં વધારો કરે છે.
7. સરશેશ્વર બીચ
સરશેશ્વર બીચ અમરેલી અને જુનાગઢ જિલ્લાની સરહદ પર આવેલો છે અને તે દીવ થી નજીક પણ છે. ખુબ આકર્ષિત કલર વાળું અહીં નું પાણી છે.
8. સોમનાથ બીચ
સોમનાથ બીચ ભારતના શ્રેષ્ઠ બીચ પૈકીનું એક છે, શાંત વાતાવરણની કુદરતી સૌંદર્યનો આનંદ માણવો એ બીચ પર જવાનો એક વિશિષ્ટ આનંદ છે. સોમનાથ બીચ પર કેમલ રાઈડ અને લાઇટ નાસ્તા સાથે સોમનાથ બીચ નો આનંદ માણી શકો છો.
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.
લેખક – ફક્તગુજરાતી ટીમ
આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે