ભારતના પશ્ચિમી ભાગમાં સ્થિત ગુજરાત ઘણા દાર્શનિક સ્થળોને કારણે પ્રખ્યાત છે. ગુજરાતમાં જેટલી ફરવાલાયક જગ્યા છે એટલુ જ ગુજરાત તેના ખાવા પીવા માટે પણ જાણીતું છે. તમે ઈચ્છો તો ગુજરાતના કોઈ પણ સ્થળ પર જાઓ ગુજરાતી પકવાન હમેશા તમને મળી રહેશે. આવો જાણીએ વધુ તેના વિશે ..
બાજરાનો રોટલો –
બાજરાની રોટલીનો અસલી સ્વાદ તો ગુજરાતમાં જ છે. આ ગુજરાતનું એક એવું પારંપરિક પકવાન છે જે ખાસ કરી શિયાળામાં વધુ બનાવવામાં આવે છે.
પૂરણ પોલી –
પૂરણ પોલી એક રીતના મીઠા પરોઠા છે. આ મહારાષ્ટ્રના પણ પારંપરિક પકવાનોમાંથી એક છે. પૂરણ પોલીને ચણાની દાળ અને ગોળથી બનાવવામાં આવે છે.
ઢોકળા –
ઢોકળા તો ગુજરાતના ફેમસ સ્નેક્સમાંથી એક છે. તેને ના ફક્ત ગુજરાતમાં પરંતુ દરેક રાજ્યમાં ઘણા જ પસંદ કરવામાં આવે છે. લોકલ ભાષામાં તેને ખમણના નામથી પણ ઓળખવામાં આવે છે.
હાંડવો –
હાંડવો ચોખા, ચણા દાળ, અરહર દાળ અને અડદ દાળના પેસ્ટથી બનાવવામાં આવે છે અને તેની ગર્નીશિંગ સફેદ તાલ થી કરવામાં છે.
ખાંડવી –
ગુજરાતી ખાવાના શોખીનમાં ખાંડવી ખાસ કરી લોકપ્રિય છે. તેનો ખાટો મીઠો સ્વાદ ખુબ જ મજેદારલાગે છે. ગુજરાતી લોકો તેને નાસ્તા માં જરૂર થી ખાય છે.
ફાફડા જલેબી –
ગુજરાત જાઓ અને ફાફડા જલેબી નો સ્વાદ ના લઈ શકો તો સમજો કે તમે ગુજરાતના ખાસ પકવાનની મઝા નથી લઈ શક્યા. આ ગુજરાતનો સૌથી બેસ્ટ સ્નેક્સ માનવામાં આવે છે. તેને બેસનથી બનાવવામાં આવે છે અને કઢી અને તળેલી લીલી મર્ચી સાથે ખાવામાં આવે છે.
ખાખરા –
ગુજરાતમાં બ્રેકફાસ્ટમાં ચા સાથે ખાખરા ખુબ જ પસંદ કરવામાં આવે છે. તે ગુજરાતનો ખુબ જ લોકપ્રિય સ્નેક્સ માનવામાં આવે છે.
લસણની ચટણી –
એવું નથી કે ગુજરાતમાં લોકો ફક્ત મીઠું ખાવાનું જ પસંદ કરે છે. ગુજરાતી લોકો રોટી અથવા પરાઠા સાથે લસણની ચટણી તેની પ્લેટમાં જરૂર રાખે છે. તે ઘણી તીખી હોઈ છે અને ખાવાનો સ્વાદ વધારે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team