શું તમે પણ ભારતના પ્રસિદ્ધ બીચ વિશે વિચારો છો અને તમારા દિમાગમાં ગોવા અને મુંબઈના બીચ આવે છે તો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં પણ ઘણા બધા સુંદર બીચ છે જેની સુંદરતા તમને મોહિત કરી શકે છે. અહીં તમે તમારા પરિવાર મિત્ર અને બાળકો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો, અહીના બીચ સિવાય ઘણી બધી ખૂબ જ સુંદર સુંદર જગ્યાઓ છે જે પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
ગુજરાતના દરિયા કિનારા ની સુંદરતા અને તેના આસપાસની પ્રકૃતિ નું મનોરમ્ય દ્રશ્ય પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે, તો આવો જાણીએ અહીંના મશહૂર બીચ વિશે,
તિથલ બીચ
ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલ આવી તેની સુંદરતા ખરેખર જોવાલાયક છે તેને અહીંનો પિકનિક સ્પોટ પણ કહેવામાં આવે છે શીતલ બીચની રેતી નો રંગ એકદમ કાળો છે જેના કારણે તેને કાળા રીત વાળા સમુદ્ર ના રૂપે પણ જાણવામાં આવે છે. અરબ સાગરના કિનારા ઉપર આવેલ આ બીચ પરિવાર અને બાળકો સાથે ફરવા માટે એકદમ પરફેક્ટ જગ્યા છે, અહીં બીજા ના કિનારે બાળકો માટે હિતકારી વ્યવસ્થા પણ છે તેની સાથે જ તમે બાળકોની સાથે ઊંટ ની સવારીની મજા પણ માણી શકો છો, જો તમે પણ ગુજરાતમાં ફરવા જઈ રહ્યા છો તો આ સુંદર બીચ ઉપર ફરવાનું બિલકુલ ન ભૂલશો.
ચોરવાડ બીચ
ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં આવેલ ચોરવાડ બીચ ઉપર તમે શાંતિનો અનુભવ કરી શકો છો અને ત્યાં આનંદ ઉઠાવી શકો છો જો તમે તમારા શહેરના અવાજો થી દુર આનંદ માણી શકો છો. અને જો તમારે પાણી નો અવાજ સાંભળવો છે તો આ જગ્યા તમારી માટે એકદમ પરફેક્ટ છે. અહીં તમે દરિયાના તેજ લહેરોનો અવાજ સાંભળી શકો છો અને કોઈપણ શકો છો.આ દરિયાથી તમે સનસેટ ના નજારા નો આનંદ પણ માણી શકો છો. તેની સાથે જ અહીં ઠંડી હવા તમારું મન મોહી લેશે. પરંતુ ધ્યાન રાખો કે આ દરિયા કિનારામાં સ્વિમિંગ કરવું યોગ્ય નથી અહીં તમે બોટિંગ, પેરા સેલિંગ અને ઘોડે સવારી નો આનંદ ઉઠાવી શકો છો.
ડુમસ બીચ
ડુમસ બીચ ગુજરાતના સુરત જિલ્લામાં આવેલ છે, આ બીચ શાંત પાણી અને શાંત વાતાવરણ માટે ખૂબ જ મશહૂર છે. પરંતુ ઘણા બધા લોકોનું માનવું છે કે આ દરિયા ઉપર ભૂત રહે છે તેથી રાત્રે આ બીચ ઉપર રોકાવું મનાઈ છે, ત્યાંના લોકોનું માનવું છે કે આ બીચ ના કિનારા ઉપર સ્મશાનગૃહ છે જેમાં આત્માઓને શાંતિ મળતી નથી તે આ દરિયા ઉપર પોતાનું ઘર બનાવી લે છે પરંતુ તમને જણાવી દઈએ કે આ બીચ ખૂબ જ સુંદર લાગે છે એક વખત આ બીચને જોવા માટે જરૂરથી જવું જોઈએ.
પોરબંદર બીચ
ગુજરાત રાજ્યના પોરબંદરમાં આવેલ પોરબંદર બીચ સહેલાણીઓ માટે ખૂબ જ લોકપ્રિય છે.ફેમિલી વેકેશન ઉપર આ બીચની મજા માણી શકો છો આ બીચ ઉપર બાળકો માટે એક સ્કેટિંગ રિંગ પણ છે. જ્યાં તમે તમારા બાળકો સાથે આનંદમાં રહી શકો છો. તેની સાથે અહીં દર વર્ષે પરિસરમાં જન્માષ્ટમીનો મેળો પણ લાગે છે જે લોકોની ભીડ વધારવાનું એક મુખ્ય કારણ છે.
આ દરેક બીચ સિવાય ગુજરાતમાં બીજા પણ ઘણા બધા સુંદર બીચ છે જેમકે,
ગોપનાથ બીચ, તે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલ છે આ બીચ ના કિનારે ગોપનાથ મહાદેવનું મંદિર પણ છે. માંડવી બીચ, ગુજરાતના સૌથી ચોખ્ખા બીચ માટે આ બીચ ખૂબ જ ફેમસ છે અને આ બીચની રેતી અને પાણી બંને બિલકુલ સફેદ છે.
દ્વારકા બીચ, અધ્યાત્મ માટે સંપૂર્ણ દેશમાં આ બીચ મશહૂર છે અહીં તમે ભગવાન શ્રીકૃષ્ણના વિશાળ મંદિર ના દર્શન કરી શકો છો.
સરકેશ્વર બીચ, આ બીચ તમારા નેચરલ બ્યુટી અને સાફ પાણી માટે ખૂબ જ મશહૂર છે અહીં એક અમ્યૂઝમેન્ટ પાર્ક પણ છે જેનો તમે આનંદ ઉઠાવી શકો છો.
દાંડી બીચ, આ બીચ પોતાના સુંદર નજારા માટે ખૂબ જ ફેમસ છે પર્યટકોના રોકાવા માટે આ બીચ સૌથી સારી જગ્યાઓમાંથી એક છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ગોવા અને મુંબઈના જ નહીં પરંતુ ગુજરાતમાં પણ છે ખૂબ જ સુંદર બીચ🏖, જ્યાં તમે તમારું વેકેશન એન્જોય કરી શકો છો👇”