જીરૂને વજન ઉતારવા માટેની દવા તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગના લોકોને જીરૂના ફાયદાઓ વિષે જાણ નથી હોતી જેને કારણે અલગ અલગ ઉપાયો અજમાવવામાંથી તેનો છુટકારો નથી થતો. શું તમે વજન ઉતારવા માટેના નવા નવા વિકલ્પો અપનાવીને થાક્યા છો? ઘણું કરવા છતાં પેટની ચરબી ઉતરતી નથી તો આ રહી એકદમ સરળ ટેકનીક.
આજના લેખમાં રસપ્રદ માહિતી લખી છે. આ માહિતી ઓવરવેઇટમાંથી નોર્મલ થવા માટે કારગર નીવડશે. આ માહિતીને હંમેશા માટે સાચવીને રાખજો. બધાના ઘરમાં જીરૂ હોય છે પણ એ જીરૂના ફાયદા અને ઉપયોગ વિષેની જાણકારી નથી હોતી. એ જ માહિતીને વધુ વાંચો આગળ…
જીરૂનું સેવન કરવાથી શું ફાયદા થાય છે?
શરીર વજનદાર અને ચરબીયુક્ત થઇ ગયું હોય તો ચરબીને ઓગળવા માટે જીરૂ સૌથી સારો વિકલ્પ બને છે. પેટ જામેલા ચરબીના થરને ઓછો કરવા માટે જીરૂ ઉપયોગી બને છે. જીરૂને જલ્દીથી વજન ઉતારવા માટેની દવાના રૂપમાં ગણવામાં આવે છે.
કેવી રીતે ઉપયોગ કરી શકાય?
જીરૂને દરરોજ રાતે પાણીમાં પલાળી દો અને આખી રાત માટે તેને બરાબર પલળવા દો. સવારે ઉઠતાની સાથે જ પાણીને ગાળીને જીરૂ અલગ તારવી લો. અલગ કરેલા જીરૂને એકદમ ચાવી ચાવીને ખાઓ અને થોડું પાણી પી લો. ત્યારબાદ એક કલાક બાદ નાસ્તો લઇ શકાય છે. દરરોજ આ મુજબનું શેડ્યુલ અનુસરવામાં આવે તો ચોક્કસથી વજન ઉતારવામાં અને પેટની ચરબીને દૂર કરવામાં ફાયદો થશે.
જીરૂથી થતા અન્ય ફાયદાઓ પણ બેસ્ટ છે :
જીરૂનું સેવન શરદી, કફ અને નાક બંધ થવાની સમસ્યામાંથી રાહત અપાવે છે. સાથે કાયમી શરદી રહેતી હોય એવા વ્યક્તિને પણ આરામ મળે છે. જીરૂમાં રહેલા ગુણ શરીરને તંદુરસ્ત બનાવે છે અને એથી વિશેષ દરેક જનતા રોગ સામે લડવાની ક્ષમતા આપે છે.
જીરૂના સેવનમાં આ મુજબની તકેદારી રાખવી :
જે વ્યક્તિની તાસીર ગરમ હોય તેને વધુ માત્રામાં જીરૂનું સેવન ન કરવું. ગર્ભવતી મહિલાએ તેમજ હાઈ બ્લડપ્રેશર રહેતું હોય તેને જીરૂનું સેવન ન કરવું જોઈએ.
તો આ છે એકદમ સરળ અને ઘરગથ્થું ઉપચાર જેનાથી તમને શરીરની ચરબી ઉતારવામાં મદદ મળશે. આ ઉપાયથી પેટની ચરબીને આસાનીથી ઉતારી શકાશે અને શરીરને બીમારીથી દૂર રાખી શકાશે.
આ લેખને માહિતીની જરૂરીયાત હોય તેના સુધી અવશ્ય પહોંચાડજો. આશા છે તમને પણ આ લેખની માહિતી પસંદ આવી હશે. આવી જ અન્ય માહિતી જાણવા માટે ફેસબુક પેજ “ફક્ત ગુજરાતી” સાથે જોડાયેલા રહેજો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel