ભારતમાં કોરોના વાયરસનો કહેર વધતો જાય છે. એક બાજુ આ મહામારીનો પ્રકોપ વધતો જાય છે તો બીજી બાજુ દેશના ઘણા વિસ્તારોમાં મચ્છરોનો આંતક વધ્યો છે. મચ્છરોના કાટવાથી મેલેરિયા, ડેન્ગ્યું, સ્વાઈન ફ્લુ જેવી ગંભીર બીમારીઓ ફેલાઈ શકે છે. ઘણી વખત ઘરની આજુબાજુના વિસ્તારોમાં પાણી એકઠા થવાને કારણે મચ્છર વધુ થાય છે. મચ્છરને દૂર કરવા માટે, લોકો ઘણી દવાઓ, જંતુનાશકો, ક્રિમ, ધૂપ લાકડીઓનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક છોડની મદદથી તમે મચ્છરોને ઘરથી દૂર ભગાડી શકો છો. ચાલો જાણીએ આ છોડ વિશે ..
તુલસી
ધાર્મિક વિધિઓમાં વપરાતો તુલસીનો છોડ મોટે ભાગે બધાના ઘરે હોય છે. સૌ જાણે છે તેમ તેના ઔષધિય ગુણો પણ પાર વિનાના છે. તેની સુંગંધથી મચ્છર દૂર ભાગે છે. તુલસીના છોડને તમે ઘરના આંગણામાં દરવાજા કે બારી પાસે રાખી શકો છો. તેથી મચ્છર તમારા ઘરમાં પ્રવેશ ન કરી શકે. મચ્છર કરડે તો પણ તુલસી ફાયદાકારક સાબિત થાય છે.
ગલગોટાનું ફૂલ
સુગંધિત એવા ગલગોટાના ફુલનો ઉપયોગ સજાવટમાં કરવામાં આવે છે. પરંતુ ગલગોટાની સુગંધ મચ્છરોને અણગમતી હોય છે. ફુલોની તીવ્ર સુગંધથી મચ્છરો દૂર ભાગે છે. તેથી ઘરની બહાર ગલગોટાનો છોડ વાવવાથી મચ્છરો દૂર ભાગે છે.
સિટ્રાનેલા છોડ
મચ્છરો સામે રક્ષણ મેળવવા માટે સિટ્રેનેલા છોડને બેસ્ટ માનવામાં આવે છે. સીટ્રાનેલા ની ખુશ્બુ થી મચ્છર ઘરથી દુર રહે છે. તમને એ વાત જાણીને હેરાની થશે કે મોસ્ક્યુંટો રૈપલેંટ ક્રીમમાં પણ સીટ્રાનેલા નો ઉપયોગ કરવામાં આવે છે.
લેમન બામ
લેમન બામનો ઉપયોગ મચ્છર ભગાવવા વાળી ઘણી પ્રોડક્ટ્સમાં થાય છે. કારણ કે લેમન બામની લીંબુ જેવી સુગંધ મચ્છર તો ભગાવે છે સાથે સાથે ઘરને મહેકાવે પણ છે. આ સુગંધ મચ્છરોને પસંદ આવતી નથી જેના કારણે મચ્છરો લેમનગ્રાસથી દૂર જ રહે છે.
એગ્રેટમ પ્લાન્ટ
એગ્રેટમ પ્લાન્ટ પણ એક સારો મોસ્ક્યુંટો રીપ્લીયંટ છે. આ પ્લાન્ટથી કૌમારીન નામની એક ગંધ નીકળે છે. તેની ગંધ એટલી ભયંકર હોઈ છે કે મચ્છર તેનાથી દુર ભાગે છે. કૌમારીનનો ઉપયોગ કોમર્શીયલ મોસ્ક્યુંટો રીપ્લીયંટ અને પરફ્યુમ ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team