કેરળના વૃધ્ધાશ્રમમાં થઈ રહેલાં અનોખા લગ્ન : ૬૫ વર્ષના વૃધ્ધ અને ૬૬ વર્ષની વૃધ્ધા! જાણો દિલચસ્પ વાત

પ્રેમ માટે ઉંમર, જાતિ કે સીમાડાના કોઈ બંધન નથી હોતાં. આ બંધનને અવગણીને પણ ઘણીવાર પ્રેમ થાય છે. પછી ચાહે તેનું પરિણામ જે હો તે. અલબત્ત, દુનિયાના દાયરામાં રહીને થયેલો પ્રેમ જરૂરથી સફળ જિંદગીમાં પણ પરિણમે છે. અહીં વાત છે આવા જ એક પ્રેમબંધનની, જેને ઉંમરનો સીમાડો ના નડ્યો. વાનપ્રસ્થાશ્રમમાં પણ ના નડ્યો!

Image Source

વૃધ્ધાશ્રમમાં બંધાયો માંડવો! —

કેરળના રામાવરમાપુરમ્ નામના વૃધ્ધાશ્રમમાં ૩૦ ડિસેમ્બરના રોજ એક લગ્ન થવાના છે. કન્યા છે ૬૫ વર્ષની અને વરરાજા છે ૬૬ વર્ષના! લક્ષ્મી અમ્મલ અને કોચાનિયન લગ્નગ્રંથિથી જોડાવાના છે અને કેરળનો આ વૃધ્ધાશ્રમ એક અનોખી પહેલનો સાક્ષી બની રહ્યો છે. લગ્ન કરનાર આ બંને વૃધ્ધોની પ્રેમવાર્તા ક્યારની છે? કેવી છે? – બહુ દિલચસ્પ છે!

મારી પત્નીની સંભાળ રાખજે! —

વૃધ્ધ કોચાનિયનની ઉંમર એ વખતે આધેડ કહી શકાય એટલી હતી. તેઓ લક્ષ્મી અમ્મલના પતિને ત્યાં આસિસ્ટન્ટના રૂપમાં કામ કરતા. આજથી ૨૧ વર્ષ અગાઉ લક્ષ્મીના પતિનું નિધન થયું. જતી વખતે તેમણે કોચાનિયનને પત્નીની સંભાળ રાખવાનું કામ સોઁપેલું. કોચાનિયને પૂરાં દિલથી એ વચન નિભાવ્યું.

Image Source

પછી અચાનક આવું થયું! —

બંને જણ ૨૦ વર્ષ સુધી સાથે રહ્યાં. ત્યાં સુધીમાં બનેનાં હ્રદય એક થયાં. એકબીજા સાથે મન મળ્યું. એક દિવસ રોડ પર ફરતા-ફરતા કોચાનિયન પડી ગયા. બેહોશ થયા. આજુબાજુના લોકોએ એમને વાયનાડના એક વૃધ્ધાશ્રમમાં દાખલ કર્યા. ત્યાં થોડો સમય વીતાવીને બે મહિના અગાઉ તેમને રામાવરમાપુરમ્ વૃધ્ધાશ્રમમાં શિફ્ટ કરવામાં આવ્યા. અને અહીં લક્ષ્મી અમ્મલ છેલ્લા ૧૧ મહિનાથી રહેતી હતી!

Image Source

આવા લોકોનું કોણ? —

વૃધ્ધાશ્રમના દેખરેખ કરનાર અધિક્ષકને જ્યારે આ બંને વૃધ્ધ જણ વચ્ચેના પ્રેમસબંધની આશ્રમના બાકીના લોકો મારફત જાણ થઈ તો તેમણે બંનેનાં લગ્ન કરવાનો વિચાર કર્યો. આ વસ્તુ ખરેખર લીગલ કહી શકાય કે નહી એ માટે થઈ તેમણે કેરળના અન્ય વૃધ્ધાશ્રમોના અધિક્ષકો સાથે ચર્ચાઓ કરી. આખરે એ નિર્ણય થયો કે આવાં લગ્નને પ્રોત્સાહન આપવું જોઈએ.

વૃધ્ધ ડોસા કોચાનિયન કહે છે, કે આશ્રમના બધાં જ લોકો અમારા લગ્નને લઈને ઉત્સુક છે. અને એ વાતની અમને ઘણી ખુશી પણ છે.

આશ્રમના અધિક્ષક એક વર્તમાનપત્રને આપેલી મુલાકાતમાં બહુ સચોટ અને તાર્કિક વાત જણાવે છે, કે આશ્રમમાં ઘણા એવા લોકો છે જેમની ખબર પૂછવા માટે સમયાંતરે કોઈને કોઈ આવે છે. તો અમુક લોકો એવા પણ છે જેની ખબર પૂછનારું આ દુનિયામાં કોઈ છે જ નહી! આવા લોકો માટે તો આશ્રમમાંથી જ કોઈ સાથીનો સથવારો મળી રહે એ સારામાં સારું.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

1 thought on “કેરળના વૃધ્ધાશ્રમમાં થઈ રહેલાં અનોખા લગ્ન : ૬૫ વર્ષના વૃધ્ધ અને ૬૬ વર્ષની વૃધ્ધા! જાણો દિલચસ્પ વાત”

Leave a Comment