દાદીના આ ઘરેલુ નુસ્ખા 👉 મૂળમાંથી સફેદ વાળને કરશે કાળા 👩 તેના માટે અજમાવો આ 3 વસ્તુઓ ⤵

Image Source

વાળ સફેદ થવા એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. તેને વધતી ઉંમરના લક્ષણ રૂપે પણ જોઈ શકાય છે અને ખરાબ જીવનશૈલીના અસર રૂપે પણ. ઘણીવાર સમય પહેલા લોકોના વાળ સફેદ થવા લાગે છે. વાળ કાળા કરવાં માટે બજારમાં વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે જેમાં કાળી મહેંદી, હેર ડાય કે વાળ રંગવાનો પાવડર વગેરે શામેલ છે. પરંતુ આ રસાયણ યુક્ત પ્રોડક્ટ દરેકના વાળને શૂટ કરતી નથી અને તેનાથી વાળ ખરવાની કે ડ્રાય થવાની સમસ્યા પણ થવા લાગે છે. તેમજ કાળી મહેંદી કે ડાય વાળ કરતા વધારે માથા પર ચમકે છે. ચાલો અને તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય વિશે જણાવીએ કે દાદી નાની ના સમયથી ચાલી આવે છે અને સમસ્યાને આરામ અપાવવામાં મદદરૂપ છે.

આમળા પાવડર

આમળા એક આયુર્વેદિક ઉપચાર છે જે વાળને કાળા કરવા માટે અસરકારક છે. એક વાસણમાં એક કપ આમળાનો પાવડર કાળો થાય ત્યાં સુધી ઉકાળો. હવે તેમાં 500 મિલી નારિયેળનું તેલ નાખી ધીમા તાપે 20 મીનીટ વધારે ગરમ કરો. 24 કલાક પછી એટલે કે પછીના દિવસે તેને બોટલમાં ભરીને રાખી દો. અઠવાડિયામાં બે વખત આ મિશ્રણને વાળ પર યોગ્ય રીતે લગાવો. પ્રાકૃતિક રીતે તમારા વાળ કાળા થઇ જશે.

મીઠા લીમડાના પાન

મીઠા લીમડાના પાનને બે ચમચી આંબળાનો પાઉડર અને બે ચમચી બ્રાહ્મી પાવડર સાથે યોગ્ય રીતે પીસીને ભેળવી લો. આ મિશ્રણમાં પાણી ભેળવીને પેસ્ટ તૈયાર કરો અને અડધો કલાક વાળમાં લગાવેલું રાખ્યા પછી ધોઈ લો. તમને સફેદ વાળ કાળા થતાં દેખાશે.

બ્લેક ટી

બ્લેક ટી એક એવો ઉપચાર છે જેનો વર્ષોથી લોકો ઉપયોગ કરતા આવ્યા છે. બ્લેક ટી ને યોગ્ય રીતે પકાવીને રાખી દો અને શેમ્પૂ કર્યા પછી તેને માથામાં લગાવી લો. તેનાથી વાળ ધીમે ધીમે કાળા થવા લાગશે.

આ ઉપરાંત આ બ્લેક ટી ને પીસીને પેસ્ટ તૈયાર કરો અને તેમાં થોડા ટીપા લીંબુનો રસ નાખો. હવે અડધો કલાક માથામાં લગાવેલી રાખ્યા પછી ધોઈ લો. તેની અસર ખૂબ જ ઝડપથી થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment