પહેલેથી સાસુ-વહુનો સંબંધ બદનામ છે. ટીવી સીરીયલ અને ફેમીલી પ્રોગ્રામ્સ આ સંબંધને વધુ ઝગડો કરનાર સાબિત કરે છે. પણ સસરા પક્ષમાં પતિ પછી સેકન્ડ નંબર સાસુ સાથેના રીલેશનનો જ આવે છે. એમ તમારે પણ જો સાસુ અને વહુને આગ અને પાણી જેવા વિરુદ્ધમાં સંબંધ રહેતા હોય અર્થાત બંને વચ્ચે ઘર્ષણ થતું રહેતું હોય તો આજનો આર્ટીકલ તમારા સંબંધની બનશે ચોક્કસ દવા.
ચાલો, તમને એક પછી એક મુદ્દા વિશે ચર્ચા કરીએ જેનાથી તમને ભવિષ્યમાં સાસુ સાથેના ખટરાગને રોકી શકાય છે. કોઈને ખોટું સાબિત કરતા પહેલા તેને સમજતા શીખી જઈએ તો સાસુ નહીં કોઇપણ વ્યક્તિ હોય તેની સાથે ઝઘડો થતો અટકી જાય છે. એમ, આજની ચર્ચા છે સ્પેશિયલ સાસુ-વહુની…,
- વહુ અને સાસુ સાથે સમય વિતાવો
સાસુ સાથે થતા ઝઘડાનું એક કારણમાં એવું બને છે કે, સાસુ અને વહુના વિચારો એકબીજા કરતા સાવ અલગ હોય છે. તો એ કારણમાં એક જ અકસીર ઈલાજ છે, જેને અજમાવવાથી કાયમી ધોરણે શાંતિ થઇ જાય છે. સાસુ સાથે સમય વિતાવો જેને કારણે એકબીજાના વિચારને શેયર કરી શકાય અને સ્વભાવને પારખી શકાય.
- વહુએ નોંધ લેતા શીખવું જરૂરી છે
લગ્નના શરૂઆતના દિવસોમાં કોઇપણ વહુ માટે ઘરની સીસ્ટમ જાણવી પડે છે. એ માટે નજરથી નોંધ કરતા શીખી લેવું જોઈએ. વહુને કોઈ કામ કે ધરની કોઈ સીસ્ટમ ૬ મહિના કે ૧ વર્ષ સુધી ન આવડે તો કહી શકાય કે તે લર્નિંગ પીરીયડ હતો પરંતુ પછી પણ એ જ નવવધુ જેવી સ્થિતિ રહે તો ઘરમાં ઝગડાના કારનો ઉદ્દભવે છે.
- નાની વાતને ઇન્ગોર કરવી જરૂરી છે
બે વ્યક્તિઓ સાથે રહેવા લાગે એટલે તેનો મતલબ એ નથી કે તે બધી રીતે સેટ થઇ ગયા હોય. લગ્ન બાદ થોડો સમય પસાર થાય ત્યારે જ પરિવાર સાથે અને પતિ સાથે પત્ની સેટ થતી હોય છે. તો એ સમયમાં પોતાના ઘરની સરખામણી કરીને મનને નાનું ન કરવું જોઈએ. સાસરે આવ્યા પછી તે ઘર મુજબ ફરજીયાત સેટ થવું પડે છે અને જે નિયમો ઘરમાં ચાલતા હોય તેમાં દૂધ-સાકરની જેમ ભળી જવું પડે છે. એ દરમિયાન અમુક વાતો એવી પણ બનતી હોય તે બિલકુલ અનુકુળ આવતી હોય પણ નાની-નાની વાતને ફરિયાદ કે અપમાનના રૂપમાં ન સમજવી જોઈએ.
- બધા કરતા અગત્યનો છે ‘સ્વભાવ’
સાસુ સાથે ઘરમાં બધારે સમય પસાર કરવાનું બનતું હોય છે એટલે સ્વભાવને થોડો એ રીતે પણ પ્રિપેર કરવો કે સાસુ સાથે પણ સેટ થઇ શકે અને પતિને પણ સારી રીતે ગમે તેવું વર્તન થાય.
- પરિવાર સાથે બેસીને કમ્યુનિકેશન કરવું
ઘરમાં વહુ બનીને આવીએ એટલે કોઈ નિર્ણય કે કોઈ મામલામાં ન બોલવાની નીતિ એ તદ્દન ખોટી વાત છે. ઘરના સભ્ય તરીકે અને પત્ની તરીકે કોઇપણ નિર્ણય લેતી વખતે ખુદનું મંતવ્ય જણાવવું જરૂરી છે. માત્ર પુરૂષો કરે એ જ સાચું હોય એ વાત ખોટી છે. પુરૂષોને પણ જ્યાં ખબર ન પડતી હોય ત્યાં સ્ત્રીએ આંગળી ચીંધીને બતાવવું જોઈએ.
- પતિ સાથે સાસુની વિરૂદ્ધમાં વાત ન કરવી
મોટાભાગના ઘરમાં આ પ્રકરણની તકલીફ વધારે જોવા મળતી હોય છે. લગ્ન થાય એટલે થોડા સમયમાં અલગ રહેવાનું અને સાસુની ફરિયાદો ઉભી થતી હોય છે. તો યાદ રાખો કે જો વહુ તરીકે ઘરને ચલાવવાની તાકાત રાખવી જોઈએ.
આ બધા એવા મુદ્દાઓ છે જે સાસુ એ વહુના ઝઘડા ઓછા કરાવે છે. સાથે વહુના સંસ્કાર એટલે સમજદારી પણ કહેવાય છે. જે ઘરમાં સમજીને રહે તેને જીવનમાં ક્યારેય તકલીફ ન પડે. બાકી જે મહિલાઓ માત્ર ફેશન અને મોડર્ન રહવા પાછળ પાગલ બને છે તેને આ આર્ટીકલ સાથે કઈ લેવા-દેવા નથી.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel
1 thought on “છ સિક્રેટ રીતથી સાસુ-વહુના સંબંધ બની શકે છે માં-દીકરી જેવા ગળ્યા ને’ મીઠાં મધ જેવા..”