ગોવા પોતાની ખુબસુરતી માટે જાણીતું છે. ગોવામાં દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ ફરવા માટે આવે છે. ગોવાના બધા બીચના નામ બહુ મોટા છે. ફરવાના લોકેશન માટે જોઈએ તો ગોવા બેસ્ટ લોકેશન છે. ગોવાના બીચ વધુ સુંદર રહે અને સ્વચ્છતાથી આખું શહેર જળહળી ઉઠે એ માટે એક એવી યોજના બનાવી છે તે જાણીને મનમાં કંઇક થવા લાગશે.

ગોવાના બીચને સ્વચ્છ રાખવા માટે એક અલગ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. પ્રવાસીઓ ગોવાની મુલાકાત દરમિયાન ગોવાની સ્વચ્છતા જોઇને અવાચક બની જવા જોઈએ તેમજ પ્રવાસીઓને સ્વચ્છતા પ્રત્યે સભાન કરવા અનોખો પ્રયોગ કરાયો છે. ગોવામાં ટુરીઝમ વિભાગે આ સ્વચ્છતા માટેનું અનોખું આયોજન કરેલ છે. આયોજન એ રીતે કરવામાં આવ્યું છે કે જેમાં “વેસ્ટબાર” શરૂ કરવામાં આવ્યું છે. આ “વેસ્ટબાર”ને કારણે ગોવામાં સ્વચ્છતા જળવાય રહેશે.

આ અભિયાનની રીત સાવ અનોખી છે. બાગા-બીચ પર શરૂ થયેલા એક બારમાં બીયરના ઢાંકણા અને સિગારેટના ઠુંઠા વીણીને આપવાથી ફ્રી બીયર આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ તેની આસપાસ પડેલા બીયરના ઢાંકણા અને સિગરેટના ઠુંઠા એકઠા કરીને આપે તો તેને ફ્રી માં બીયર આપવામાં આવે છે.

યોજના આ મુજબ છે, જેમાં બીયરના ૧૦ ઢાંકણા અને સિગારેટના ૨૦ ઠુંઠાને બદલે એક બીયર ફ્રી આપવામાં આવે છે. ટુરીઝમ વિભાગના સપોર્ટથી આ નવતર પ્રયોગને ગોવાના બધા બીચ પર શરૂ કરવામાં આવશે. એક બીચ પર વેસ્ટબાર શરૂ થયું છે અને બીજા બીચ પર કરવામાં આવશે, તેનાથી ગોવાની સ્વચ્છતામાં વધારો થશે.

#TeraMeraBeach અભિયાન હેઠળ ગોવાના બીચને સ્વચ્છ રાખવાનું મિશન શરૂ કરાયું છે. વેસ્ટબારમાં અઠવાડિયામાં અમુક દિવસ ચોક્કસ સમયે ઇવેન્ટ યોજવામાં આવશે. જ્યાં પ્રવાસીઓ જઈને તેમણે એકઠો કરેલો ઢાંકણાનો અને સિગારેટના ઠુંઠાનો કચરો આપી શકાશે.

જે કોઈ ઈચ્છુક વ્યક્તિ છે તે આ અભિયાનમાં ભાગ લઇ શકશે તેથી વિશેષ અન્ય વ્યક્તિઓને પણ આ યોજનામાં જોડી શકે છે. ગોવાને અતિ સુંદર, સ્વચ્છ અને રળીયામણું બનાવવા માટેનો આ પ્રયોગ કારગર નીવડશે. આ નવી યોજના લોકોમાં વધુ જાગૃતિ ફેલાવે તેવું ટુરીઝમ વિભાગના અધિકારીઓ ઈચ્છે છે. જે આવનારા સમયમાં સફળ સાબિત થશે.
સ્થળ કોઇપણ હોય તેને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે અને સ્વચ્છતા ત્યાં જ પ્રભુતાનો વાસ હોય છે. પછી એ વાત ગોવાની હોય કે ખુદના ઘરની.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
#Author : Ravi Gohel