વિટામિન ડી થી ભરપૂર આહાર ની વાત કરીયે તો સોવ થી પેહલા નામ આવે છે સંતરા. સંતરા વિટામીન ડી થી ભરપુર હોય છે. આ ફળ ખૂબ ગુણકારી છે. તેમા ખુબ પોષક તત્ત્વો આવેલા હોય છે અને તમારા સ્વાસ્થ્ય માટે એકદમ સારા છે. તેની છાલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
તેની છાલ તમને ઘણા આરોગ્ય લક્ષી ફાયદા આપાવે છે. જો તમે સુકી ત્વચા અને ખરાબ ત્વચાથી હેરાન છો તો નારંગી તમને આમાં મદદ કરી શકે છે. સંતરા ની છાલ ત્વચાની સમસ્યાઓ સામે લડવામાં મદદ કરી શકે છે. આ માટે, તમે નારંગી ના છાલ નો ઉપયોગ કરી ફેસ માસ્ક તૈયાર કરી શકો છો.આ માસ્ક દરરોજ ઉપયોગ કરવાથી કાળા ડાઘ, ફોલ્લીઓ,તેમજ ખિલ દુર કરે છે.જાણો કેવી રીતે ફેસ માસ્ક બનાવવું.
સંતરા ના છાલનો ઉપયોગ કરી બનાવો ફેસ માસ્ક, જાણો ફાયદા
સંતરા ના છાલ નો પાવડર બનાવી ફેસ માસ્ક માં ઉપયોગ કરી શકો છો. સંતરા વિટામિન સી થી ભરપુર છે અને ત્વચાને સાફ કરે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ છે. તમે થોડી સરળ ટીપ્સ થી તમારા માટે કુદરતી ફેસ માસ્ક ઘરે જ તૈયાર કરી શકો છો.
આ રીતે બનાવો ફેસ માસ્ક
સૌથી પહેલા સંતરાની છાલને તડકામાં સૂકવી દો જ્યારે આ સુકાઈ જાય ત્યારે તેને ક્રશ કરી દો.
આ રીતે ઉપયોગ કરવો
ફેસપેક બનાવવા માટે સૌપ્રથમ સંતરાના પાવડરમાં હળદર ઉમેરી દો. જે ત્વચા માટે ખૂબ જ સારું છે. આ પેક બનાવવા માટે એક મોટી ચમચી સંતરાના નો પાવડર લો અને તેમાં બે ચપટી હળદર ઉમેરો.. પેસ્ટ બનાવવા માટે, આ મિશ્રણમાં ગુલાબજળ ઉમેરો. આ પેકને આખા ચહેરા પર લગાવો. અને તેને લગભગ 15 મિનિટ લગાવી રાખો. પછી ચહેરો સ્વચ્છ પાણીથી ધોઈ લો.
આશા છે કે આ લેખની માહિતી તમને પસંદ આવી હશે. આવી જ અન્ય માહિતી જાણવા માટે ફેસબુક પેજ “ફક્ત ગુજરાતી” ને લાઈક કરવાનું ભૂલશો નહીં.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Fakt Gujarati Team