ભાગદોડ વાળી જિંદગીમાં મગજને કેવી રીત આપશો આરામ ? વાચો સંપૂર્ણ વિગત

Image source

આજના સમયમાં લોકો પોતાના ધંધા કે નોકરીમાં એટલા વ્યસ્ત રહે છે. કે તેઓ અન્ય વસ્તુઓ યાદ રાખવાનું ભૂલી જતા હોય છે. કારણકે વધારે પડતું કામ તમારા મગજ પર ગંભીર અસર કરે છે. જેમા ખાસતો તમારી યાદ શક્તિ ઉપર પણ ધીમે ધીમે અસર કરી શકે છે. ત્યારે આજે અમે તમને જમાવીશું કે તમારે મગજને આરામ આપવા અને તમારી યાદશક્તિ વધારવા માટે તમારે શું કરવું જોઈએ

ઘરેલું ઉપચાર સૌથી શ્રેષ્ઠ

Image source

લોકો તેમના કામથી કંટાળીને માનસીક તાણમાં આવી જાય છે. ઘણા લોકો તો તેમના મગજને શાંત રાખવા અને શાંતી અનુભવવા માટે સાઈક્રેટિસ્ટ પાસે પણ જતા હોય છે. પરંતુ તમારે એવું કશુંજ કરવાની જરૂર નથી. કારણકે ઘરેલું ઉપચાર વડે પણ તમે તમારા મગજને શાંત રાખીને તેને આરામ આપી શકો છો. અને માનસીક શાંતી અનુભવવા માટે તમારે ડોક્ટર પાસે જવાની જરૂર નથી

દરરોજ એક સફરજન ખાવાનું રાખો

Image source

જો તમે દરરોજ એક કે બે સફરજન ખાશો. તો તમને ક્યારેક કોઈ પ્રકારની માનસીક બિમારીનો સામનો નહી કરવો પડે. સફરજનમાં ક્યૂરસેટિન હોય છે. જે એક ખાસ પ્રકારનું એન્ટીઓક્સીડેંટ છે. જેની મદદથી મગજમાં રહેલી કોશીકાઓ સ્વસ્થ રહે છે. અને તમને પાર્કિસન તેમજ અલ્જાહમર જેવી બિમારીઓ પણ ક્યારેય નહી થાય. આ સીવાય તમને દિવસના ભરના થાક લાગ્યો હોય તો પણ તમે માનસીક શાંતીનો અનુભવ કરી શકશો.

જિનસેંગના સેવનથી વધશે યાદશક્તિ

Image source

આપને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે જિમસેંગ દેખાવે આદું જેવુંજ દેખાય છે. અને તેના છોડ આવેલો છે. જિનસેંગ દ્વારા અલગ અલગ દવા બનાવામાં આવે છે. જેના થકી તમારા મગજને પણ તમે શાંતી આપી શકો છો. સાથેજ જો આપને જલ્દી થાક લાગી જાય છે. અને તમે ભૂખ નથી લાગતી તો પણ તમને જિનસેંગનું સેવન કરી શકો છે. મહત્વનું છે કે મોટા ભાગે જિંનસેંગનો ઉપયોગ આયુર્વેદિક દવા બનાવા માટે થાય છે.

શંખપુષ્પી દ્વારા પણ વધારી શકશો યાદશક્તિ

Image source

શંખપુષ્પી પણ એક આયુર્વેદિક દવા છે. દેખાવમાં શંખપુષ્પી આપને ફુલ જેવી લાગે છે. ડોક્ટરોનું કહેવું છે કે શંખપુષ્પી દ્વારા બનતી દવાનું જો તમે દરરોજ સેવન કરશો. તો તમને માનસીક તાણથી રાહત મળશે. સાથેજ તમારી યાદશક્તિ પણ વધશે. કારણકે તેમા ભરપૂર માત્રામાં એંટીઓક્સીડેંટ તત્વ રહેલા હોય છે. મહત્વનું છે કે જે લોકોને ઉંઘ નથી આવતી તેમના માટે શંખપુષ્પીનું સેવન ફાયદાકાર છે.

માછલીનું તેલ પણ ફાયદાકારક

Image source

માછલીના તેલનું સેવન કરવાથી તમારી યાદશક્તિમાં વધારો થશે. સાથેજ તમે શાંતિ અનુભવી શકશો. કારણકે માછલીના તેલમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા-3 ફૈટી એસિડ હોય છે. જે તમારા માનસીક તણાવને દૂર કરે છે. ખાસ કરીને વૃદ્ધો માટે માછલીનું તેલ ઘણું ફાયદાકારક રહેતું હોય છે. કારણકે તેના દ્વારા તમારી યાદશક્તિમાં ઘણો વધારો થતો હોય છે.

મગજ માટે પૂરતી ઉંઘ જરૂરી

Image source

માનસીક રીતે સ્વસ્થ રહેવા માટે, અને તમારા મગજને શાંત રાખવા માટે તમારે પુરતી ઉંઘ લેવી ખુબજ જરૂરી છે. જો તમે પુરતી ઉંઘ નથી લેતા અને આખો દિવસ કામ કરતા રહો છો. તો તેના કારણે માનસીક તાણ અનુભવ થશે. સાથે તમારા મગજ ઉપર પણ તેની ખરાબ અસર થઈ શકે છે. જેથી દરેક વ્યક્તિએ પુરતી ઉંઘ લેવી જરૂરી છે.

દરરોજ પ્રાણાયામ કરો

Image source

દરરોજ પ્રાણાયામ કરવાથી પણ મગજમાં રહેલો તણાવ દૂર થાય છે. અને કોઈ પણ સમસ્યાનો ઉકેલ તમે શાંતીથી લાવી શકશો. સાથેજ પ્રાણાયામને કારણે બ્લડપ્રેશરની સમસ્યા પણ નથી સર્જાતી. અને જો તમે નાની નાની વાતો ભૂલી જાવ છો. તો પ્રાણાયામ તામારા માટે ખૂબ ફાયદાકાર છે . સાથેજ બીજી અન્ય સમસ્યાઓ પણ પ્રાણાયામ કરવાથી તમારાથી દૂર ભાગશે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment