જીવનના આ કઠીન માર્ગમાં વ્યક્તિ ક્યારેક તો ડગમગી જરૂર જાય છે. મનુષ્ય નું જીવન એટલું સરળ નથી માનવામાં આવતું. મનુષ્ય એમના જીવનમાં ઘણી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે. ક્યારેક વ્યક્તિ નું જીવન સારું પસાર થાય છે તો ક્યારેક જીવનના માર્ગ માં ઘણી બધી પરેશાનીઓ ઉત્પન્ન થવા લાગે છે. એવી સ્થિતિ માં વ્યક્તિ ને કોઈને કોઈ સહારા ની આવશ્યકતા જરૂર હોય છે.
જો આપણે શ્રીમદ ભાગવત ગીતા ની વાત કરીએ તો એમાં ભગવાન કૃષ્ણજી એ અર્જુન ને ઉપદેશ આપ્યો હતો, કળિયુગ ના પ્રારંભ થતા પહેલા કુરુક્ષેત્ર ના મેદાન માં ભગવાન કૃષ્ણએ અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો, તે શ્રીમદ્ ભગવદગીતાના નામ થી પ્રસિદ્ધ છે, શ્રીમદ ભાગવત ગીતા ના ૧૮ અધ્યાયમાંથી પહેલા ૬ અધ્યાય માં કર્મ યોગ પછી આગળના ૬ અધ્યાય માં જ્ઞાન અને અંતિમ ૬ અધ્યાય માં ભક્તિ યોગ નો ઉપદેશ આપવામાં આવ્યો છે.
આજે અમે તમને ગીતામાં જણાવવા માં આવેલા એવા અમુક ઉપદેશ વિશે જાણકારી આપવાના છીએ, જે તમને કઠીન સમયમાં રસ્તો બતાવશે. આ ઉપદેશને વાંચીને મનુષ્ય ને નવો રસ્તો મળી શકે છે. તો ચાલો જાણી લઈએ ગીતા ના આ ઉપદેશો વિશે..
- ગીતામાં આ ઉલ્લેખ મળે છે કે વ્યક્તિ એ હંમેશા કર્મ કરતા રહેવું જોઈએ, એમણે એમના દ્વારા કરવામાં આવેલા કર્મો ના ફળની ચિંતા ન કરવી જોઈએ.
- ગીતામાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આત્મા અમર છે. આત્મા ને ન શસ્ત્ર કાપી શકે છે અને ન તો કોઈ સળગાવી શકે છે.
- ગીતામાં એક ખુબ જ સારી વાત જણાવવા માં આવી છે કે વ્યક્તિના કર્મથી વધીને બીજું કઈ હોતું નથી. જેવું વ્યક્તિ કર્મ કરશે, એની અનુસાર વ્યક્તિ ને ફળ મળશે, એટલા માટે વ્યક્તિ એ હંમેશા એમના જીવન માં સારા કર્મ કરવા જોઈએ.
- શ્રીમદ ભાગવત ગીતા અનુસાર જયારે મનુષ્ય ની વૃદ્ધિ નો નાશ થાય છે તો તે સ્વયંને પણ નષ્ટ કરી નાખે છે.
- ભગવાન શ્રી કૃષ્ણજી એ ગીતામાં ઉપદેશ આપતા કહ્યું છે કે જયારે જયારે અધર્મ વધશે, ત્યારે ત્યારે હું અવતાર લઈશ, ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે ધર્મ ની સ્થાપના માટે હું પ્રત્યેક યુગ માં જન્મ લેતો આવ્યું છુ.
- જે મનુષ્ય એમની ઇન્દ્રિયો પર સંયમ રાખે છે, તે મનુષ્ય ને શાંતિ ની પ્રાપ્તિ થાય છે.
- શ્રીમદ ભાગવત ગીતામાં આ વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે શ્રેષ્ઠ પુરુષ કાર્ય કરે છે, સામાન્ય મનુષ્ય પણ એવું જ કાર્ય કરે છે.
- શ્રી કૃષ્ણજીએ ગીતાના ઉપદેશમાં બતાવ્યું હતું કે જે વ્યક્તિ મનથી મારું નામ લે છે, હું એને એવું જ ફળ પ્રદાન કરું છુ.
એવા ઘણા ધાર્મિક ગ્રંથ અને શાસ્ત્ર છે જેમાં મનુષ્ય ના જીવન સાથે જોડાયેલી ઘણી બધી મહત્વપૂર્ણ વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એમાંથી જ એક શ્રીમદ ભાગવત ગીતા છે, ભગવાન કૃષ્ણજી એ શ્રીમદ ભાગવત ગીતા માં ઘણા બધા ઉપદેશ આપ્યા હતા, જેમાંથી અમે તમને અમુક ઉપદેશો વિશે જાણકારી આપી.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team