‘વિશ્વાસ’ શબ્દ પર આખું જગત ચાલી રહ્યું છે, જેમાં આપણા ખુદની ગણતરીનો પણ સમાવેશ થાય છે. એટલે કે જ્યાં સુધી વિશ્વાસની વાત છે ત્યાં સુધી બધું બરાબર છે પણ વિશ્વાસ પાછળ ‘ઘાત’ જોડાય જાય છે ત્યારે વિશ્વાસઘાતનું નિર્માણ થતું હોય છે. વિશ્વાસઘાત વર્ષો જૂના અને કાયમીના સાથે બેસવા-ઉઠવાના સંબંધને પણ શૂન્યમય બનાવી દે છે. કદાચ આ બધું શું લખેલુ છે સમજાતું નહીં હોય એવું પણ બની શકે!! તો તમે “ચેતતો માણસ સદા સુખી” એ સાંભળ્યું હશે. અને આજનો લેખ કંઈક એવો જ છે.
ગરબા રમીને ઘરે આવો એટલે અહીં જણાવેલા કાર્યો અવશ્ય કરવા જોઈએ. એટલે જ કહ્યું કે, ‘ચેતતો માણસ સદા સુખી.’
રોજ સવારે ન્યુઝ પેપરમાં વાંચીએ તો ખબર પડે કે અપરાધનો આંકડો દિવસે દિવસે વધતો જાય છે. એવામાં સ્ત્રીનું સચેત રહેવું જરૂરી છે. આજકાલ તો એવો સમય ચાલે છે કે કોઇ પર જરૂર કરતા વધુ ‘વિશ્વાસ’ મૂકવામાં આવે તો પણ એ જાનનું કારણ બની શકે છે. એટલે જ પહેલા પેરેગ્રાફમાં ‘વિશ્વાસ’ શબ્દનો ઉલ્લેખ કર્યો.
નીચેની માહિતી અવશ્ય વાંચજો. તમે મોટી મુસીબતમાંથી બચી શકો છો અને ખુદની સેફટી જ રાખી શકો છો :
કોઈ તમારા પર નજર રાખી રહ્યું હતું…!!
ગરબા રમવા જાય ત્યાં એકસાથે ઘણા માણસોનો જમાવડો હોય છે એ દરમિયાન આપણા ખુદની સેફટી પણ જરૂરી બને છે. કોણ વ્યક્તિ આપણી નોંધ કરી રહ્યું છે કે નહીં? એ જાણવું મુશ્કેલ બની જતું હોય છે. ત્યારે સ્ત્રીઓએ ખાસ યાદ રાખવા જેવું છે કે, ગરબા રમવા જઈએ ત્યાં નજરને ખાસ ચપળ રાખવી જોઈએ. કોઈ વ્યક્તિ તમારા પર બાજ નજર રાખી રહ્યું હોય અથવા કોઈ ઈશારા કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરીને લલચાવાની કોશિશ કરતું હોય તો તેનાથી અવશ્યપણે બચવું જોઈએ.
ગરબા રમીને ઘરે જતી વખતે કોઈ પીછો કરતુ હતું…!!
ગરબા રમીને મેદાન છોડીને ઘરે આવવા માટે નીકળો છો તો પહેલા સાઈડમાં ઉભા રહીને આજુબાજુ નોંધ લો કે કોઈ તમને તાકી રહ્યો તો નથી ને અથવા કોઈ તમારી પાછળ પાછળ આવતું તો નથી ને? તમને કોઇપણ વ્યક્તિ ઉપર શકની દ્રષ્ટિ થાય તો રસ્તામાં જતી વખતે જ્યાં વધુ માણસો હોય ત્યાં ઉભા રહીને ખુદની સેફટીમાં વધારો કરી શકાય છે.
વ્યક્તિની આંખો મળી જાય એ પ્રેમ નથી…!!
માત્ર અમુક દિવસો માટે ગરબા રમવા ગયા હોય અને કોઈ વ્યક્તિ દિલથી ગમવા લાગે એ પ્રેમ નથી! પ્રેમને જાણવા માટે આખી જિંદગી પણ ટૂંકી પડે એમ છે. અમુક કલાકો કે અમુક દિવસોના લેસ માત્ર સંપર્કથી પ્રેમકહાની ચાલુ થાય એ થોડું અજુગતું કહી શકાય એવું છે. હા, એવું બની શકે કે, ગરબા રમવા ગયા હોય ત્યારે કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય અને એ વ્યક્તિ સાથે થોડા મહિનાની સારી દોસ્તી બનતા એ દોસ્તી પ્રેમમાં રૂપાંતરિત થઇ શકે પણ એકાદ કલાકમાં થતો પ્રેમ એ પ્રેમ નથી જ!!
આ ત્રણ મુદ્દાઓ સમજે એ સ્ત્રી માટે મહત્વના છે બાકી આ એક કારણ વગરની ચર્ચા છે એવું પણ કહી શકાય. આ લેખ થકી અમે દરેક સ્ત્રીને પોતાની સેફટી સમજાવી રહ્યા છીએ એ જ અમારો ઉદ્દેશ છે. ખુદની સેફટી એટલે તમારા તાળાની ચાવી તમારા જ ખિસ્સામાં હોવી…
આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે તો અન્ય લોકો સાથે પણ આ લેખને શેયર કરજો જેથી બીજાને પણ માહિતી મળી શકે.
જાણવા જેવી માહિતી તમારા સુધી પહોંચાડતું એકમાત્ર ફેસબુક પેઈજ “ફક્ત ગુજરાતી”ને લાઈક કરવાનું ભૂલશો નહીં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel