કોઇપણ છોકરી તેના બોયફ્રેન્ડને ક્યારેય નથી કહેતી આ દસ મનમાં છુપાવેલા રાઝ..

પ્રેમનો અનુભવ જિંદગીમાં દરેક વ્યક્તિને કરવા જેવો ખરો.. પણ સુખદ અનુભવ કરવા માટે પાર્ટનરને અનુકુળ બનવું જરૂરી છે. છોકરી હોય કે છોકરો બંનેના મનમાં ‘પ્રેમ’ માટે એક અલગ સ્પેસ હોય છે. એમાં છોકરીઓના મનમાં અમુક એવી વાત હોય છે, જે તેના મેલ પાર્ટનરને કહેવા માંગતી હોય છે છતાં જાહેર નથી કરી શકતી.

ચાલો, જાણીએ એવા દસ રાઝ વિશે, જે છોકરી તેના મેલ પાર્ટનરથી કાયમ માટે છુપાવીને રાખે છે અથવા જાહેર કરવા ઇચ્છતી હોય તો પણ એ જાહેર કરી શકતી નથી.

(૧) તારીફ સાંભળવી

છોકરી જ્યારે પ્રેમમાં પડે ત્યારે એ એક્ષ્ટ્રા શણગાર કરવા લાગે છે અને પાર્ટનરને દિન-પ્રતિદિન શક્ય તેટલું વધુ ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે. એ સમયે બોયફ્રેન્ડ તરફથી તેને જો મીઠાશ ભર્યા શબ્દોની તારીફ મળે તો એ ખુશ થઇ જાય છે પણ આ વાતને એ ક્યારેય જાહેર કરતી નથી.

(૨) કેયરિંગ પાર્ટનર

એવું માનવામાં આવે છે છોકરી પૈસાવાળા છોકરાઓ તરફ વધુ આકર્ષાય છે પણ આ તદ્દન ખોટી વાત છે. છોકરીઓને હંમેશા કેયર કરી શકે તેવો છોકરો પસંદ હોય છે. રિલેશનને સમજીને તેને મહત્વ આપે એવો છોકરો વધુ પસંદ આવે છે. આ સિક્રેટમાં એવું છે કે તમે છોકરીની કેયર કરતા હશો તો પણ છોકરી બહુ ઓછા પ્રમાણમાં થેંક્યુવાળી ફીલિંગ્સ જાહેર કરશે પણ તેના મનમાં પાર્ટનરનું માન ખુબ હશે.

(૩) પાસ્ટને જાણવાની ઈચ્છા

હર કોઈ વ્યક્તિની લાઈફમાં પાસ્ટ હોય છે. એમ છોકરી બોયફ્રેન્ડના પાસ્ટ વિશેની જાણકારી જાણવા માટે મથતી હોય છે. એવામાં જો બોયફ્રેન્ડ કાંઈ છુપાવે તો એ રિલેશનને ખરાબ કરી શકે છે. તો સાચું એ જ છે કે રિલેશનશિપને લોંગ ટાઈમ સ્ટ્રોંગ રાખવા માટે પાસ્ટ જે કાંઈ હોય એ રજૂ કરી દેવો જોઈએ.

(૪) સલાહ દેવાથી બચો

છોકરી થોડી ચંચળ મનની હોય છે, એટલે એ જયારે વાત કરવાની ચાલુ કરે ત્યારે વાતને સમજ્યા વગર સીધું જ એ વાતનું ઉલટું રિએકશન આપીને વાતને ઉડાવી દેવી એ કરતા પહેલા વાતને સમજી લો. કોઇપણ છોકરી તેની વાતને બરાબર પ્રેઝેન્ટ કરી લે પછી તેને યોગ્ય જવાબ આપવો જોઈએ. એમાં જો તેને સહકારની જરૂર હોય તો સહકાર આપવો જોઈએ. એ શું ઈચ્છે છે એ તમારે મનથી સમજી જવું જોઈએ.

(૫) રોમાંસને હંમેશા જીવિત રાખો

કોઈ છોકરી મળી ગયા પછી છોકરો તેના પર ધ્યાન દેવાનું ઓછું કરી નાખે છે અથવા વ્યસ્ત જિંદગીના દિવસો વિતાવવા લાગે છે. તો આ રિલેશનને ખરાબ કરી શકે એવું કારણ બને છે. છોકરીઓ રિલેશનશિપમાં રોમાંસને ઇમ્પોર્ટન્ટ ગણે છે એટલે રિલેશન નવો હોય કે જૂનો રોમાંસ તેમાં ભરપૂર હોવો જોઈએ. છોકરી આ વાત જાહેર નહીં કરે પણ એ મનથી બધું સમજતી હશે.

(૬) સેક્સ ટોક

જેમ છોકરાને આ બાબત પર વાત કરવી ગમતી હોય છે એ રીતે છોકરીને પણ આ વિષય પર વાત કરવી પસંદ આવતી હોય છે. જો બોયફ્રેન્ડ વાત કરવા માટેની સ્પેસ ન આપે તો છોકરી આ ટોપિક ઉપર ક્યારેય વાત કરી શકતી નથી અને એની લાગણીઓ મનમાં જ દબાઈ જાય છે. તો છોકરીની દરેક વાતને પહેલા શાંતિથી સાંભળો.

(૭) ખુદની કમી વિશે જાણવા માટે ઉત્સુક

છોકરી રીલેશનમાં વધુ સીરીયસ હોય છે ત્યારે એ રિલેશનને બેસ્ટ બનાવવા માટે તેની ખુદની કમી જાણવા ઇચ્છતી હોય છે. એ દરમિયાન બોયફ્રેન્ડ તેની કમીને એવી રીતે કહે કે તેનું દિલ તૂટી જાય તો એ રિલેશન પર ચોંટ આવવા જેવું છે. છોકરીને વિક પોઈન્ટ જણાવવા માટે તેને પસંદ છે એ રીત અપનાવવી જોઈએ.

(૮) નજીક હોવાનો અહેસાસ

શોધકર્તાઓનું માનવું છે કે મહિલાઓને પુરૂષની બોડીની સ્મેલ બહુ જ પસંદ આવે છે. એટલે જ્યારે પણ પાર્ટનર મૂડમાં ન હોય અથવા બહુ વધારે ખુશ હોય ત્યારે તેને ગળે લગાડી લો. આ વાત છોકરી તેના બોયફ્રેન્ડને જાહેર કરી શકતી નથી.

(૯) બધે જ સાથે રહેવું

છોકરા અમુક વખતે લાપરવાહી કરતા હોય છે ત્યારે છોકરીની લાગણીને સમજી શકતા નથી. પાર્ટનરની જરૂરિયાતને સમજી જવી અથવા તેના કોઇપણ સમયમાં તેની સાથે રહેવું એ રિલેશનને સ્ટ્રોંગ બનાવે છે. આ વાત છોકરી જાણતી હોવા છતાં તેના મનમાં રાખીને બોયફ્રેન્ડને સમજવાની કોશિશ કરે છે.

(૧૦) એકબીજાને માન આપવું

રિલેશનની શરૂઆત થઇ હોય ત્યારે એકબીજાના મનમાં પાર્ટનર પ્રત્યેનું માન બહુ હોય છે, પણ જેમ જેમ દિવસો વિતતા જાય પછી એકબીજાનું મહત્વ ઓછું થયું હોય એવું અનુભવાય છે. તો આ વખતે યાદ રાખો કે છોકરી મનથી વધુ સેન્સીટીવ હોય છે એ મહેસૂસ કરતી હોય છે છતાંય જાહેર કરતી નથી હોતી એટલે રીલેશનને ઉણપ ન આવે એ માટે એકબીજાને માન આપતું રહેવું જરૂરી છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

1 thought on “કોઇપણ છોકરી તેના બોયફ્રેન્ડને ક્યારેય નથી કહેતી આ દસ મનમાં છુપાવેલા રાઝ..”

Leave a Comment