જે યુવતીઓ ગર્ભનિરોધક ગોળી લે છે એના વિષે એક ચોંકાવનારો ખુલાશો બહાર આવ્યો છે. કદાચ મોટાભાગની યુવતીઓ આ વાતથી અજાણ હશે અને ગર્ભનિરોધક ગોળી લઈને ખુદને સજા આપી રહી છે.
હમણાં થોડા સમય પહેલા માનવશરીરના સંશોધનકર્તાઓએ એક સ્ટડી કર્યું હતું અને આ ત્યારબાદ કંઈક એવું જાણવા મળ્યું કે, જે યુવતીઓ ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરે છે એ ખુદને મોટી એવી સજા આપી રહી છે. શું તમે જાણો છો એ સજા કઈ છે? આ પ્રશ્નનો જવાબ જો ‘ના’ હોય તો આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.
ગર્ભનિરોધક ગોળીની શરૂઆત ૧૯૬૨માં બ્રિટનથી થઈ. ત્યારથી વિશેષજ્ઞ ટીમ સતત આ ગોળીની અસર અને આડઅસર તેમજ તેની ગુણવતાને લઈને પરીક્ષણ કરતી રહી છે. એ પરીક્ષણ રીપોર્ટને આધારે જ આ માહિતીનો લેખ તૈયાર કરવામાં આવ્યો છે.
પરીક્ષણ કોના પર કરવામાં આવ્યું હતું?
ગર્ભનિરોધક ગોળીને લાગતું પરીક્ષણ યુવાન છોકરી પર કરવામાં આવ્યું હતું. તેને મહિલા હોસ્પિટલની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. સાથે યુનિવર્સીટી મેડીકલ સેન્ટર ગ્રોનીંગન અને લેડીન યુનિવર્સીટી મેડીકલ સેન્ટર દ્વારા સંયોગ કરવામાં આવ્યો હતો. આ પરીક્ષણકર્તાઓની ટીમ દ્વારા ભૂતકાળમાં બ્રેસ્ટ કેન્સર, વેટ ગેન અને માનવશરીરના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવ્યા હતાં.
યુવતી પર ટેસ્ટ થયા પછી ચોંકાવનારી માહિતી બહાર આવી :
જે યુવતી ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરતી હતી એ યુવતીઓ મોટેભાગે ડીપ્રેશનનો શિકાર બની હતી. તેના શરીરની લાક્ષણિકતાઓ પરફેક્ટ કહી શકાય એવી રહી નોહતી. ગર્ભનિરોધક ગોળીના લેવાથી તે ક્યારેક અતિ ખુશ થઇ રહેતી તો ક્યારેય સાવ મૂડ ઓફ હોય એ રીતે વર્તન કરતી હતી.
અમુક લક્ષણો એવા પણ જોવા મળ્યા જે ખરેખર માનવ શરીરમાં અમુક હદ કરતા વધારે ન હોવા જોઈએ. જેમ કે, વધુ ખાવું, વધુ રોવું, આત્મહત્યા કરવાનો વિચાર આવવો, ઉદાસ રહેવું વગેરે આવા લક્ષણો સૂચવે છે કે ગર્ભનિરોધક ગોળી લેવાની આડ અસર હોય શકે.
અમુક હદથી વધુ ખતરો સર્જાય છે…
અમુક કિસ્સાઓ એવા પણ નોંધાયા છે, જેમાં યુવતીઓ ડીપ્રેશનનો શિકાર બનીને અંતે તેના જીવનને પૂર્ણવિરામ આપે છે એટલે કે ખુદ આત્મહત્યા કરવા પ્રેરાય છે. નાની એવી તકલીફને મોટું સ્વરૂપ આપીને યુવતીઓ જિંદગીને તબાહ કરી નાખે છે.
આવી તકલીફથી દૂર રહેવા માટે ગર્ભનિરોધક ગોળીને લેવાનું ટાળવું જોઈએ. ગર્ભનિરોધકના ઓપ્શનમાં અન્ય વિકલ્પને પસંદ કરીને સંભોગ કરીને શકાય છે. તો આ છે કારણો જેના લીધે ગર્ભનિરોધક ગોળી યુવતીઓ માટે બને છે જાનનો ખતરો.
રોચક માહિતીનો ખજાનો જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેનો. આ પેજ પર તમને અવનવી માહિતી મળતી રહેશે આંગળીના ટેરવે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel