આદું એક એવી વસ્તુ છે જેને ઘણી શાકમાં વાપરવામાં આવે છે. સાથેજ ચા માં નાખીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને કોરોના કાળમાં તો આદુ અમૃત સમાન બની ગયું છે. કારણકે તેના કારણે શરીરમાં ગરમી મળી રહેતી હોય છે. સાથેજ તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થતો જોવા મળે છે. પરંતુ આદું ખરીદતી વખતે તમારે ઘણી બાબતો પર ધ્યાન રાખવું પડે છે. સાથજે તને આદુંનો સંગ્રહ કઈ જગ્યાએ કરો છો. તે પણ ઘણું મહત્વનું છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે આદું ખરીદતી વખતે તમારે કઈ કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. અને કેવી જગ્યાએ તમારે આદુંને સાચવીને રાખવું જોઈએ.
આદુંને ખરીદતા સમયે શું ધ્યાન રાખશો ?
જ્યારે પણ તમે આદું ખરીદવા જાવ ત્યારે તમારે યોગ્ય આદુંને પસંદ કરીને ખરીદવું જોઈએ. અને ધ્યાનથી તેને જોઈને ખરીદી કરવી જોઈએ. જ્યાકરે તમે આદું ખરીદો ત્યારે તેના પર તમારો નખ અથવા આંગળી વડે થોડું દબાવો. બાદમાં તે આદુંને સુંઘીને તેનું પ્રમાણ જુઓ કે તે તીખી અને મસાલેદાર છે કે નહીં. અને જો તેની સુંગંધ યોગ્ય પ્રમાણમાં આવે તો સમજી જજો કે તે આદું યોગ્ય છે. પરંતુ જો તમને આદુ પર અમુક ડાઘા લાગેલા જોવા મળે તો સમજી જજો કે તે આદું જૂનું થઈ ગયું છે. જેથી તે આદુંને તમે ન ખરીદતા.
આ સીવાય અમુક આદુના ટુકડાઓમાં ગાંઠ હોય છે. જેથી તે આદુંને ખરીદવાનું પણ ટાળો. અને બને ત્યા સુધી આદુંના વધું મોટા ટોકડા લેવાની જગ્યાએ નાના ટુકડા લેવાનું રાખો. અને સોથી મહત્વની વાત કે જે આદુંમાં તમારો નખ ન ઘુંસે ત આદુંને પણ હંમેશા માટે લેવાનું ટાળજો.
કેવી જગ્યાએ તમે આદુંનો સંગ્રહ કરશો ?
જો તમે આદુંનો ઉપયોગ ચા બનાવા માટે અને શાકભાજીમાં નાખવા માટે કરો છો. તો તમારે તેને એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યા તેને વધારે હવા ન લાગે. એટેલે તમે ઝીપ બેગ જેવી જગ્યાઓ પર આદુને મુકી શકો છો. અને જો તમે વધું પ્રમાણમાં આદુને ખરીદ્યું છે. તો તેને ફ્રીઝમાં મુકવાનું રાખો અને જ્યારે તેને બહાર ફ્રીઝમાંથી બહાર નીકાળો ત્યારે તેને કુટીને વાપરવાનું રાખો.
Image by congerdesign from Pixabay
ચા મા આદું નાખીને પીવાના ફાયદાઓ
આદું માત્ર શાકભાજીમાંજ વાપરવામાં નથી આવતું પરંતુ તેનો સ્વાદ ઓવો છે. કે ચા માં પણ તમને આદુંનો સ્વાદ અલગ રીતે માણવા મળે છે. જે આપણા સ્વાસ્થ માટે ઘણું સારું છે. અને તેના કારણે આપણા શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. સાથેજ આપણા શરીરને પણ આદુંમાં રહેલા તત્વોને કારણે પોષણ મળી રહે છે.
માનસીક શાંતી માટે પણ ફાયદાકારક
આજની ભાગદોડ વાળી જીંદગીમાં માનસીક તાણ જાણે કે દરેક લોકો અનુભવતા થઈ ગયા છે. જેથી જો તમે આદુંનું સેવન કરવાનું રાખશો તો તમને તેનાથી ઘણો ફાયદો મળી રહેશે. અને ચા સાથે પણ તમે આદુંનું સેવન કરી શકો છો. જેના કારણે તમારા મગજને શાંતી મળશે અને તમે માનસીક રીતે તાણ નહ અનુભવો.
ગભરામણની સમસ્યાથી રાહત
ઘણી વખત આપણાને વાતાવરણ ફેર બદલી થઈ જવાને કારણે ગભરામણ થતી હોય છે. અને ઉલ્ટી જેવું લાગે છે. સાથે મન પણ અશાંત લાગતું હોય છે. તેવામાં જો તમે આદું વાળી ચા પીવાનું રાખશો તો તમારા માટે ઘણું ફાયદાકારક રહેશે સાથેજ તમારી ગભરામણ પણ દુર થઈ જશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team