અત્યારે થયેલ એક સ્ટડી અનુસાર એક વાત સામે આવી છે કે ગરમી દરમિયાન પ્રેગનેન્ટ મહિલાઓમાં મિસકેરેજનું જોખમ વધી જાય છે, અને અમેરિકન રિસર્ચની આઠ વર્ષ સુધી કરેલ એક સ્ટડી અનુસાર 6000 મહિલાઓની પ્રેગનેન્સીને ટ્રેક કરવામાં આવી.
કરવામાં આવેલ એક સ્ટડી અનુસાર મિસકેરેજ જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વધુ જોવા મળ્યા, તેની સાથે જ ઓગસ્ટ મહિનામાં મિસકેરેજ નો આંકડો ફેબ્રુઆરીના મુકાબલામાં 44% વધુ જોવા મળ્યો.
ગર્ભવતી મહિલાઓમાં મિસકેરેજના વધુ મામલા પ્રેગ્નન્સીના આઠ અઠવાડિયા પૂરા થતા પહેલા જ જોવા મળ્યા તે દરમિયાન ભ્રૂણની સાઈઝ એક રાસબરી જેટલી હોય છે. વિશેષજ્ઞનું માનવું છે કે મિસકેરેજ નું મુખ્ય કારણ ગરમ ઋતુ દરમિયાન વધુ હીટ અને ખરાબ લાઈફ સ્ટાઈલ હોઈ શકે છે. પરંતુ તેમનું એ પણ કહેવું છે કે તેની માટે વધુ રિસર્ચ ની જરૂર છે.
બોસ્ટન વિશ્વવિદ્યાલયના અધ્યયન લેખક ડોક્ટર અમેલિયા વેસેન્લીકે જણાવ્યું કે સ્ટડી દરમિયાન અમે જોયું કે વધારાનું મિસ કેરેટનું જોખમ ગરમીની ઋતુમાં સૌથી વધારે જોવા મળ્યું. તેમને આગળ જણાવ્યું કે ગરમીને કારણે પ્રેગ્નેન્સી દરમિયાન વધુ તકલીફ અને જોખમ વધી જાય છે જેમ જેમ સમય પહેલા બાળકો ઉત્પન્ન થવું, જન્મ સમયે બાળકનું વજન ઓછું હોવું અને ખાસ કરીને ગર્ભમાં જ બાળકનું મરી જવું.
રિસર્ચ અનુસાર તે મહિલાઓનો સર્વે ડેટાના વિશ્લેષણ કર્યું તેમાં મિસકેરેજ ઉપર ડેટા આપવામાં આવ્યા હતા તેમાં મહિલાઓએ જણાવ્યું કે તેમનું મિસકેરેજ ક્યારે થયું અને તેમની ડિલિવરી થવામાં કેટલો સમય બાકી હતો અને એક રિસર્ચમાં એવી મહિલાને શામેલ કરવામાં આવી છે, પ્રેગ્નેન્સી પ્લાન કરવાની કોશિશ કરી રહી હતી આ પ્રેગનેટ મહિલા ઉપર તેમની ડીલેવરી થતા સુધી નજર રાખવામાં આવી.
બીજા એક રિસર્ચના પરિણામમાં જર્નલ એપિડેમિઓલોજીમાં પ્રકાશિત.સંશોધનમાં જાણવા મળ્યું છે કે ગર્ભાવસ્થાના કોઈપણ સપ્તાહ દરમિયાન મિસકેરેજનું જોખમ ફેબ્રુઆરીના અંતની સરખામણીએ ઓગસ્ટના અંતમાં 31 ટકા વધારે હતું.
એક્સપર્ટે જણાવ્યું કે તે મહિલાઓમાં મિસકેરેજ નું જોખમ વધુ જોવા મળ્યું હતું આમ તો વધુ ગરમી વાળી જગ્યાઓ પર તે રહેતી હતી આમ તેમને જણાવ્યું કે આ વાત સંપૂર્ણ રીતે સાચી નથી કે ગરમી પ્રેગનેન્સીને પ્રભાવિત કરી શકે છે પરંતુ તેમનું માનવું છે કે ગરમીના કારણે ગર્ભવતી મહિલાઓમાં પાણીની ઉણપ થઈ જાય છે, અને તેના જ કારણે પ્રેઝન્ટાના વિકાસ ઉપર ખરાબ અસર પડે છે. તેની સાથે જો યુટ્રસમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થતું નથી તેના કારણે બીજી ઋતુઓની તુલનામાં ગરમીમાં મિસકેરેજ નું જોખમ વધી જાય છે.
ક્યારે અને કેવી રીતે થાય છે મિસકેરેજ
મિસકેરેજ પ્રેગ્નન્સી ના પહેલા 23 અઠવાડિયા દરમિયાન થાય છે. તેના સામાન્ય લક્ષણો સામેલ છે.તેમાં યોનિમાર્ગ રક્તસ્રાવ, પેટના નીચેના ભાગમાં ખેંચાણ અથવા દુખાવો. ઘણા કિસ્સાઓમાં, સ્ત્રીઓને ખબર પણ નથી હોતી કે તેઓ ગર્ભવતી છે અને તેમનું મિસકેરેજ થઈ ગયું છે.
ત્રણથી વધુ મિસ ત્યારે જ ને અસામાન્ય માનવામાં આવે છે અને લગભગ એક ટકા મહિલાઓ તેનાથી પ્રભાવિત થાય છે ડોક્ટરનું માનવું છે કે લગભગ મિસકેરેજ બાળકમાં અસામાન્ય રંગસૂત્રો હોવાના કારણે થાય છે રોકી શકાતું નથી પરંતુ પ્રેગનેન્ટ થવાથી સ્મોકિંગ, દારૂ જેવી નશીલા પદાર્થોનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ, તેનાથી મિસકેરેજ નું જોખમ ઓછું કરી શકાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team