શીયાળામાં ખરતા વાળની સમસ્યાથી હેરાન છો ? ઘરેલુ ઉપચાર દ્વારા મેળવી શકાશે ખરતા વાળની સમસ્યાથી છૂટકારો

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના વાળને સીલ્કી અને સ્મૂથ રાખવા માંગે છે. અને વાળને સારા રાખવા માટે અમુક લોકો તો તેના પાછળ હજારો રૂપિયાનો ખર્ચો પણ કરે છે. પરંતુ શીયાળો આવતાની સાથેજ વાળ ખરવા લાગે છે. સાથેજ વાળમાં ખોડો પણ થવા લાગે છે. અને આ સમસ્યા ઘણા ખરા લોકોમાં જોવા મળે છે. જેના કારણે લોકો શેમ્પૂ બદલશે અથવાતો અતરંગી ઉપાયો કરીને વાળને પોષણ આપશે. પરંતુ આજે અમે તમને એવા ઘરેલું ઉપચાર વીશે માહિતી આપીશું કે જો તમારા વાળ ખરતા હશે તો થે ઉપચાર દ્વારા તમારા ખરતા વાળોની સમસ્યાથી તમને રાહત મળી રહેશે.

નારિયેળનું તેલ અને ડુંગળીનો રસ

નારિયેળનું તેલ વાળા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. અને એટલાજ માટે લોકો હંમેશા વાળમાં નારિયેળનું તેલ લગાવતા હોય છે. પરંતુ નારીયેળના તેલ સાથે જો તમે ડુંગળીનો રસ લગાવાનું રાખશો તો તમને ખરતા વાળની સમસ્યાથી રાહત મળશે. નારીયેળનું તેલ અને ડુંગળીનો રસ સમાન માત્રામાં વાટકીમાં ભરજો અને ત્યારબાદ તેને તમારા વાળમાં ઘસજો. અને ઘસાઈ ગયા બાદ 30 મીનીટ સુધી તેને વાળમાં સુકાવા દેજો. ત્યારબાદ તમે વાળને શેમ્પૂ કરજો.

એરંડાનું તેલ અને ડુંગળીનો રસ

એરંડાનું તેલ અને ડુંગળીના રસને મીકસ કરીને જો તમારા વાળમાં લગાવશો તો તમારા વાળને ઘણું પોષણ મળી રહેશે. સાથેજ તેના કારણે તમારા વાળનો ગ્રોથ પણ વધતો જતો તમને જોવા મળશે. બંનેને ભેગા કરીને વાળમાં લગાવ્યા બાદ એક કલાક સુધી તેને વાળમાં લગાવજો. અને ત્યારબાદ માથું ધોઈ કાઢજો. મહત્વનું છે કે બે ચમચી એરંડાનું તેલ અને 2 ચમચી ડુંગળીનો રસ તમારે મીકસ કરવો પડશ. અને ત્યારબાદ તેલ લગાવજો.

ઈંડા અને ડુંગળીનો રસ

જો તમે ખરતા વાળની સમસ્યાથી પરેશાન છો. અ તમે તમારા વાળને પ્રોટીન આપવા માંગો છો. તો તમારે એક ઈંડું વાટકીમાં ફોડીને તેમા અમુક માત્રામાં ડુંગળીનો રસ નાખજો. અને ત્યારબાદ તમે તેને વાળમાં લગાવજો. ત્યારબાદ 20 મીનીટ તેને ઘસ્યા બાદ ઠંડા પાણીથી વાળને ધોઈ કાઢજો આવું કરવાથી તમને થોડાકજ દિસમાં ખરતા વાળની સમસ્યાથી રાહત મળી રહેશે.

મધ અને ડુંગળીનો રસ

મધમાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. અને તેને જો ડુંગળીના રસ સાથે વાળમાં લગાવશો તો તમારા વાળ લાંબા સમય સુધી સ્વસ્થ રહેતા હોય છે. જેથી અડધી ચમચી મધને 2 ચમચી ડુંગળીના રસ સાથે તમે ભેળવી દેજો અને ત્યારબાદ તમે તેને વાળમાં લગાવજો. જેથી તમને ખરતા વાળની સમસ્યાથી રાહત મળી રહેશે.

લીબું અને ડુંગળીનો રસ

લીબીમાં ભરપૂર માત્રામાં વિટામીન સી રહેલું હોય છે. જેના કારણે આપણા વાળનો વિકાસ ઘણી સારી રીતે થાય છે. સાથેજ તેમાં ડુંગળીનો રસ મીક્સ કરીને માથામાં લગાવશો. તો વાળને વધારે સ્મૂથ તેમજ સીલ્કી બનાવી શકાય છે. 1 ચમચી ડુંગળીનો રસ અને 1 ચમચી લીંબુનોરસ મીકસ કરીને વાળમાં લગાવજો. ત્યારબાદ તેને વાળમાં લગાવજો. અને 30 મીનીટ વાળમાં રાખ્યા બાદ વાળને શેમ્પૂ કરીને ધોઈ કાઢજો. આં કરવાથી તમને ખરતા વાળની સમસ્યાથી રાહત મળી રહેશે.

ઓલીવ તેલ અને ડુંગળીનો રસ

ઓલીવ તેલ એક પ્રાકૃતિક ઉપચાર છે. અને તેને વાળમાં લગાવાથી તમારા વાળને ભરપૂર પોષણ મલી રહે છે સાથેજ વાળનો વીકાસ પણ થાય છે. જેથી 2 ચમચી ઓલીવ તેલ અને 2 ચમચી ડુંગળીનો રસ ભેગો કરીને તેને લગાવજો. અ 2 કલાક પછી વાળમાં શેમ્પૂ કરજો. આવું કરવાથી થોડાકજ દિવસમાં તમને ખરતા વાળની સમસ્યાથી રાહત મળી રહેશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment